સોના-ચાંદીની કિંમતોમાં ભારે કડાકો:આ અઠવાડિયે 650 રૂપિયા સસ્તુ થઈને સોનું 51 હજારની નીચે; ચાંદીનો ભાવ પણ 53 હજારની નીચે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઈટ પ્રમાણે સર્રાફા બજારમાં આ અઠવાડિયે સોનાનો ભાવ 647 રૂપિયા સસ્તુ થઈને 50,548 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. પહેલા આનો ભાવ 29 ઑગસ્ટે 51,231 રૂપિયા હતો.

કૈરેટના હિસાબ પ્રમાણે સોનાની કિંમત

કૈરેટભાવ (રૂપિયા/10 ગ્રામ)
2450,584
2350,381
2246,335
1837,938

53 હજારની નીચે આવી ચાંદી
આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં પણ દોઢ હજાર જેટલો કડાકો બોલ્યો છે. પહેલા તેનો ભાવ 54,205 રૂપિયા હતો, જે હવે 52,472 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો છે. આ અઠવાડિયે તેના ભાવ 1733 રૂપિયા ઓછો થયો છે.

ઓલટાઈમ હાઈથી સોનું 5600 અને ચાંદી 27,500 રૂપિયા સસ્તુ
આ અઠવાડિયે કડાકો બોલ્યા બાદ સોનું પોતાના ઓલટાઈમ હાઈથી અંદાજે 5,616 રૂપિયા નીચે આવી ગયો છે. તમને જણાવી દઈએ કે સોનાનો ભાવ ઑગસ્ટ 2020માં પોતાના ઓલટાઈમ હાઈ પર હતો. તે વખતે સોનું 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર સુધી જતુ રહ્યુ હતુ. તો ચાંદી પણ પોતાતા ઓલટાઈમ હાઈથી અંદાજે 27,508 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર સસ્તુ મળી રહ્યુ છે. ચાંદીનો અત્યારસુધીનો ઓલટાઈમ હાઈ પ્રાઈસ 79,980 રૂપિયા પ્રતિ કિલો છે.

આનવારા દિવસોમાં જોવા મળી શકે છે રિકવરી
ભારત સહિત દુનિયાભરના વિશ્લેષકોએ અનુમાન લગાવ્યુ છે કે આ વર્ષના અંતે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 2,000 ડોલર અને ડોમેસ્ટિક બજારમાં 60,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જાણકારોના પ્રમાણે દેશમાં મોંઘવારી જરૂર ઓછી થઈ છે. પરંતુ વૈશ્વિક દરે કિંમતો લાંબા સમય સુધી ઉંચી રહી શકે છે. આનવારા દિવસોમાં સોનાને સપોર્ટ મળી શકે છે, કારણ કે આને મોંઘવારીથી બચવાનું સાધન (હેઝિંગ) એટલે મોંઘવારી વધારવા પર સોનામાં નિવેશ વધી શકે છે.

હોલમાર્ક જોઈને જ ખરીદો સોનુ
સોનાની ખરીદી વખતે તેની ક્વોલિટી ઉપર નજર કરવી જરૂર છે. હોલમાર્ક જોઈને ખરીદી કરવી તે સૌથી આસાન છે. હોલમાર્ક સરકારી ગેરેંટી છે. હોલમાર્કનું નિર્ધારણ ભારતની એકમાત્ર એજન્સી બ્યૂરો ઑફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) કરે છે. હોલમાર્કિંગ યોજના ભારતીય માનક બ્યૂરો અધિનિયમના પ્રમાણે તેનું સંચાલન, અને તેના નિયમો હેઠળ થાય છે.

મિસ્ડ કોલ આપીને પણ ખબર મેળવી શકો છો સોનાનો ભાવ
તમે સોના અને ચાંદીનો ભાવ ઘરે બેઠા પણ જાણી શકો છો. એના માટે તમારે 8955664433 નંબર પર મિસ્ક કોલ દેવાનો રહેશે. જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.