આ સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશન (IBJA)ની વેબસાઇટ અનુસાર આ સપ્તાહમાં બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 1,321 રૂપિયાની તેજી આવી છે. સપ્તાહની શરૂઆતમાં સોનું 50,960 રૂપિયા હતું, જે હવે 52,281 પર પહોંચી ગયું છે.
ચાંદી 61 હજારને પાર કરી ગઈ હતી
ચાંદી ફરી એકવાર જોરદાર ઝડપ સાથે 61 હજારને પાર કરી ગઈ છે. આ અઠવાડિયે ચાંદી રૂ. 60,020થી વધીને રૂ. 61,354 પ્રતિ કિલો થઈ ગઈ છે. એટલે કે આ અઠવાડિયે તેની કિંમતમાં 1,334 રૂપિયાનો વધારો થયો છે.
કેરેટના હિસાબે સોનાનો ભાવ
કેરેટ | ભાવ(રૂપિયા/10 ગ્રામ) |
24 | 52,281 |
23 | 52,072 |
22 | 47,889 |
18 | 39,211 |
સોનાના ભાવમાં સતત વધારો થઈ શકે છે
આર્થિક અનિશ્ચિતતા વચ્ચે આરબીઆઈ જેવી વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ સોનાના ભંડારમાં વધારો કર્યો છે. અજય કેડિયાના મતે, કેન્દ્રીય બેંકો તરફથી સોનાની વધતી ખરીદી એ સકારાત્મક સંકેત છે. તેનાથી સોનાના ભાવને ટેકો મળશે. બાકીના વર્ષ અને આવતા વર્ષ માટે કિંમતો વધી શકે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના પ્રાદેશિક સીઈઓ (ભારત) પીઆર સોમસુંદરમે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકો આગામી કેટલાક મહિનાઓ સુધી સોનાની ખરીદી ચાલુ રાખશે. આ કારણે સપોર્ટ મળશે.
સોનું ખરીદતાં પહેલાં આ પાંચ બાબતનું ધ્યાન રાખો
1. સર્ટિફાઇડ ગોલ્ડ ખરીદો
બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું જ સર્ટિફાઈટ ગોલ્ડ ખરીદો, સાથે પ્યુરિટી કોડ, ટેસ્ટિંગ સેન્ટર માર્કેટ, જ્વેલરનો માર્ક અને માર્કિંગની તારીખ પણ જરૂરથી તપાસો.
2. કિંમતને ક્રોસ ચેક કરો.
સોનાનું ચોક્ક્સ વજન અને ખરીદવાના દિવસે એની કિંમત કેટલાક સ્ત્રોતો (જેમ કે ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પર ક્રોસ ચેક કરો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે.
3. કેશ પેમેન્ટ ન કરો, બિલ હંમેશાં પહેલા લો
સોનું ખરીદતાં પહેલાં કેશ પેમેન્ટ એક મોટી ભૂલ બની શકે છે. UPI(જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેન્કિગ દ્વારા પેમેન્ટ કરવું સારું રહેશે. તમે ઈચ્છો તો ડેબિટ અથવા ક્રેડિટકાર્ડના માધ્યમથી પણ પેમેન્ટ કરી શકો છો. એના પછી બિલ લેવાનું ભૂલશો નહીં, જો ઓનલાઇન ઓર્ડર કરો છો તો પેકેજિંગ જરૂરથી ચેક કરશો.
4. વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો
છેતરપિંડીથી બચવા સોનું હંમેશાં વિશ્વાસપાત્ર જ્વેલર પાસેથી જ ખરીદો. આવા જ્વેલર્સ ટેક્સ જેવા નિયમોનું ચોક્કસથી પાલન કરે છે. કોઈપણ ભૂલ થવા પર તેમને બ્રાન્ડ વેલ્યુ ઘટી જવાની ચિંતા રહે છે.
5. રિસેલિંગ પોલિસી પણ જાણો
ઘણા લોકો સોનાને રોકાણ તરીકે જુએ છે. એવામાં જરૂરી છે કે તમને સોનાની રિસેલ વેલ્યુ વિશે સંપૂર્ણ માહિતી હોય. આ સાથે સંબંધિત જ્વેલરની બાયબેક પોલિસી પર સ્ટોર કર્મચારીઓથી વાત કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.