મંગળવારે એટલે 15 નવેમ્બરે બુલિયન માર્કેટમાં સોના-ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ની વેબસાઈટ અનુસાર, 15 નવેમ્બરે બુલિયન બજારમાં સોનું 447 રૂપિયા મોંઘું થઈ 52,877 રૂપિયા પર પહોંચ્યું હતું.
ચાંદી 62 હજારને પાર
ચાંદીની કિંમતમાં આજે 884 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. બુલિયન માર્કેટમાં એ 1,264 રૂપિયા મોંઘી થઈ કિલોગ્રામે 62,467 પર પહોંચી ગઈ છે.
આ મહિનામાં અત્યારસુધીમાં સોનામાં 2 હજાર રૂપિયાનો વધારો
આ મહિનાની શરૂઆતમાં, એટલે કે 1 નવેમ્બરે સોનું 50,462 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું, જે 52,877 રૂપિયા પર પહોંચી ગયું છે, એટલે કે એની કિંમતનાં 2,415 રૂપિયાનો ઉછાળો થયો છે. બીજી તરફ, ચાંદીની વાત કરીએ તો 58,200 પ્રતિ કિલોગ્રામ વધીને 62,467 થઈ ગઈ છે, એટલે કે એ 4,267 રૂપિયા મોંઘો થયો છે.
વર્ષ અંતમાં સોનાની કિંમત 54 હજારને પાર પહોંચી શકે છે
IIFL સિક્યોરિટીઝના વાઇસ-પ્રેસિડન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે સોના-ચાંદીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો છે. અમેરિકી ડોલર ઈન્ડેક્સ 12 અઠવાડિયાંના નીચા સ્તરે 106.41 પર ગગડ્યો હતો. આ સિવાય વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ સોનાનો ભંડાર વધાર્યો છે. આ કારણે સોનાની માગ ભારે છે અને એના ભાવને સપોર્ટ મળશે, જેને કારણે આગામી દિવસોમાં સોનું 54 હજાર સુધી પહોંચી શકે છે.
મિસ્ડ કોલ કરીને સોનાની કિંમત જાણો
તમે ઘેરબેઠાં સોના-ચાંદીના ભાવને સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવાનો પડશે અને તમારા ફોન પર મેસેજ આવશે. આનાથી તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.