તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Gold Buying Fraud To Stop, Hallmarking On All Types Of Jewelery To Become Mandatory From June 15

નવો નિયમ:સોનાની ખરીદીમાં છેતરપિંડી અટકશે, 15 જૂનથી દરેક પ્રકારની જ્વેલરી ઉપર હોલમાર્કિંગ ફરજિયાત બનશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જ્વેલર છેતરપિંડી કરે તો રૂ. 1 લાખનો દંડ અને એક વર્ષની સજાની જોગવાઈ

સોનાની ખરીદીમાં અવરણવાર છેતરપીંડીના સમાચારો આવતા રહે છે. ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવવા માટે બ્યૂરો ઓફ ઇંડિયન સ્ટાન્ડર્ડ (BIS)એ 15 જૂનથી સોનાના ઘરેણાં ઉપર હોલમાર્કિંગ ફરજિયાત કર્યું છે. એટલે કે કોઈ પણ જ્વેલર્સ હોલમાર્કિંગ વગર સોનાના આભૂષણો વેચી શકશે નહીં. કેન્દ્ર સરકારે દોઢ વર્ષ અગાઉ હોલમાર્કિંગનો મુસદ્દો તૈયાર કરી દીધો હતો પરંતુ કોરોનાના કારણે તેને લાગુ કરવામાં મોડુ થયું હતું.

હોલમાર્કિંગ વગર સોનું વેચે તો દંડ અને જેલની સજા
નવા નિયમો મુજબ હોલમાર્કિંગ વગરના ઘરેણાં અને આર્ટવર્ક વેચતા કોઈ જ્વેલર પકડશે તો તેને રૂ. 1 લાખ સુધીનો દંડ અથવા 1 વર્ષની જેલની સજા થઈ શકે છે. નિયમ મુજબ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટની પ્યોરિટી વાળા સોનામાં હોલમાર્કિંગ કરવાનું રહેશે.

ગ્રાહકોને ફાયદો થશે
જાણકારોના કહેવા મુજબ અનેક કિસ્સામાં એવું બનતું હતું કે, વધુ કેરેટનું સોનું બતાવી અને ઓછા કેરેટનું સોનું વેચવામાં આવતું હતું. હોલમાર્કિંગ ફરજિયાત બનતા હવે ગ્રાહક પ્યોરિટીના મામલે છેતરાશે નહીં. જો કોઈ જ્વેલર્સ હોલમાર્કિંગના નિયમોમાં ગ્રાહક સાથે ખોટું કરે તો BISના નિયમ મુજબ તેણે ગ્રાહકને વાસ્તવિક દરના તફાવતની બમણી રકમ ચૂકવવી પડશે.

ઈન્ડસ્ટ્રી વધુ ઓર્ગેનાઇઝ બનશે
કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરામને જણાવ્યું કે, અમે આને એક લેંડમાર્ક નિર્ણય ગણીએ છીએ અને આના કારણે જ્વેલરી ઉદ્યોગના કાર્યશૈલીમાં ઘણો જ બદલાવવ આવશે. વધુ મહત્ત્વની વાત એ છે કે નવું માળખું સુનિશ્ચિત કરશે કે ગ્રાહકોને તેમની નવી જ્વેલરી ખરીદી તેમજ તેમની અદલાબદલી અથવા કોલેટરલાઇઝ્ડ જૂનું સોનું યોગ્ય મૂલ્ય મળશે.

અન્ય સમાચારો પણ છે...