કોમોડિટી કરંટ:સોનામાં તેજીનો આધાર રૂપિયાની મૂવમેન્ટ પર કેન્દ્રિત ચાંદીમાં તેજી માટે રૂ.67000ની સપાટી કુદાવે તે જરૂરી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1770 ડોલર ઉપર સાપ્તાહિક બંધ આપવામાં અસમર્થ, તેજી અટકી
  • એનર્જી કટોકટીથી વૈશ્વિક ધાતુઓમાં ઝડપી તેજી: કોપર 10,000 ડોલર પ્રતિ ટનથી ઉપર, ઝિંક 15 વર્ષની ટોચે

સોના-ચાંદીમાં તેજી-મંદીનો આધાર ફોરેક્સ માર્કેટ પર નિર્ભર રહ્યો છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો હોવાના કારણે સ્થાનિક બજારમાં સોના-ચાંદી સુધર્યા છે. જોકે, વૈશ્વિક બજારમાં સોનું 1800 ડોલર ક્રોસ થવા સાથે ચાંદી 24 ડોલરની સપાટી નજીક પહોંચ્યા બાદ સપ્તાહના અંતે ફરી ઘટી સોનું 1770 ડોલરની અંદર અને ચાંદી 23.35 ડોલર બંધ રહી છે.

અમદાવાદ ખાતે સોનું 50000ની સપાટી નજીક પહોંચ્યા બાદ ફરી ઘટી રૂ.49000 અંદર 48900 અને ચાંદી 64000 બોલાઇ ગઇ છે. ચાંદીમાં તેજી માટે 67000ની સપાટી ન કુદાવે ત્યાં સુધી ઝડપી સુધારાની શક્યતા નથી.

એગ્રી કોમોડિટીમાં સુધારા માટેની સંભાવના હાલ નહીં
એગ્રી કોમોડિટીમાં હાલ તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. આગામી સમયમાં ખાદ્યતેલોનો પુરવઠો વધવા સાથે અન્ય નવા માલોની આવકોનું પ્રેશર વધશે જેના કારણે બજારમાં ઘટાડાની સ્થિતી છે. શિયાળુ વાવેતરની શરૂઆત થઇ ચૂકી છે. સારા વરસાદના કારણે વાવેતર અને ઉત્પાદન વધશે તેવો અંદાજ અત્યારથી મુકાવા લાગ્યો છે. ખાદ્યતેલોમાં હવે ઝડપી તેજી અગ્રણીઓ નકારી રહ્યાં છે. જોકે, ક્રૂડની અસર વૈશ્વિક બજાર પર પડી શકે છે.

તમામ મેટલ્સમાં તેજીની સર્કિટો
1.
કોપર 10 વર્ષની ટોચે 1000 ડોલર ક્રોસ: વૈશ્વિક સ્તરે એનર્જીની કટોકટીના કારણે મેટલ્સના ઉત્પાદન પર ધેરી અસર પડી છે. કોપરના ભાવ 10 વર્ષની ઉંચાઇ પર જ્યારે ઝિંક 15 વર્ષની ટોચે પહોંચ્યા છે. મેટલ્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક ઇવેન્ટ એલએમઇ વીક માટે લંડનમાં ટ્રેડરો ભેગા થયા હોવાથી કોપરના ભાવ ગતસપ્તાહે 10,000 ડોલરથી વધુ વધી ગયા છે,જ્યારે ઝિંક 10 ટકા વધીને 15 વર્ષની ઉંચી સપાટીએ પહોંચ્યું છે.
2. ઉત્પાદનમાં વિક્ષેપ, ઇન્વેન્ટરીમાં ઘટાડો : ચિલીથી ચીન સુધીની ખાણો અને રિફાઇનર્સ માટે ખર્ચમાં વધારો થઇ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા જસત ઉત્પાદકોમાંના એક યુરોપિયન સ્મેલ્ટર્સમાં ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો કરશે.

અન્ય સમાચારો પણ છે...