તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોમોડિટી:સોનુ ફરી રૂ.50,000 ક્રોસ, ચાંદીમાં બંને તરફી મૂવમેન્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોનામાં મજબૂતી જળવાઇ રહી છે. વૈશ્વિક સ્તરે કોરોના મહામારીના સેકન્ડ વેવના કારણે ટોન મજબૂત બની રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1800 ડોલર નજીક 1785 ડોલર ક્વોટ થઇ રહ્યું છે જેના કારણે સ્થાનિકમાં અમદાવાદ ખાતે સોનું નજીવું મજબૂત બની 50000 બંધ રહ્યું છે. જ્યારે ચાંદીમાં બે તરફી રેન્જ જોવા મળી છે. ચાંદી 48500 ક્વોટ થતી હતી. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સુધારો થઇ 75.58 પહોંચ્યો છે જેના કારણે ઝડપી તેજીને બ્રેક લાગી હતી. 

તેજી માટે વૈશ્વિક બેન્કોના જાહેર થઇ રહેલા સ્ટીમ્યુલસ પેકેજ પણ કારણભૂત છે. ગોલ્ડની હાજર માંગની તુલનાએ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણકારોનું બાઇંગ સતત વધી રહ્યું છે. વૈશ્વિક સ્લોડાઉન, નબળા ગ્રોથના આઇએમએફના સંકેતના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉંચકાઇ ઉપરમાં 1830 ડોલરની સપાટી ઝડપી કુદાવે તેવા સંકેતો છે. હાજર બજારની સાથે વાયદામાં પણ ઝડપી તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ફંડામેન્ટલ એનાલિસ્ટો તેજી તરફી દર્શાવી રહ્યાં છે. 

ક્રૂડ ઓઇલમાં ટોન નરમ, 40 ડોલર નજીક
ક્રૂડમાં ધારણા મુજબની માંગ ન ખુલતા અને બીજી તરફ ઇનવેન્ટરી સતત વધી રહી હોવાથી તેજીને સપોર્ટ મળતો નથી. બ્રેન્ટ ક્રૂડ 46 ડોલર ઉપર બંધ રહેવામાં સફળ ન રહેતા 40-45 ડોલરની રેન્જમાં સતત અથડાયા કરે છે. બ્રેન્ટ ક્રૂડ અત્યારે ઘટી 40.80 ડોલર જ્યારે ડબલ્યુટીઆઇ ક્રૂડ 38.50 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યું છે. હાલ તેજીના સંકેતો ક્રૂડમાં એનાલિસ્ટો નકારી રહ્યાં છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો