ભારતીય શેરબજાર અડીખમ રહ્યું:આ વર્ષે દુનિયાભરનાં બજાર 28% સુધી ગગડ્યાં, પરંતુ સેન્સેક્સ-નિફ્ટી સ્થિર

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય શેરબજારે આ વર્ષે હજુ સુધી દુનિયાભરનાં પ્રમુખ બજારો કરતાં સારું પ્રદર્શન કર્યું છે. તમામ મોટાં બજારોના બેંચમાર્ક ઇન્ડેક્સમાં 3.5થી 28% ડાઉનફોલ આવ્યો છે, જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ સ્થિર રહ્યાં છે. 2020 પછી ભારતીયોએ દર ચાર સેંકન્ડે ત્રણ નવા ડીમેટ એકાઉન્ટ ખાતા ખોલ્યા છે.

SIPમાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે. તેના લીધે બેંચમાર્ક નિફ્ટી 50 અને એસએન્ડપી 500, ડાઉ જોન્સ, નિક્કેઇ અને એફટીએસઇ સહિત મોટા એક્સચેન્જોને પછાડી દીધા છે. આ વિદેશી રોકાણકારો દ્વારા ઓક્ટોબર 2021થી જૂન 2022 વચ્ચે ભારતીય શેરબજારથી નેટ 2,71,950 કરોડ નિકાળવા છતાં બજાર સ્થિર રહ્યું છે.

2022માં હજુ સુધી માત્ર ભારતીય બજાર સ્થિર

ઇન્ડેક્સબજારહજુ સુધી રિટર્ન
નિફ્ટીભારત0.15%
સેન્સેક્સભારત0.10%
એફટીએસઇબ્રિટેન-3.58%
નિક્કેઇજાપાન-5.92%
ડાઉ જોન્સઅમેરિકા-15.75%
એસએન્ડપીઅમેરિકા-19.25%
ડૈક્સ ​​​​​​​જર્મની ​​​​​​​-20.47%
નેસ્ડૈકઅમેરિકા-27.69%

​​​​​​​

સતત બે દિવસ તેજી, 578 અંક વધ્યો સેન્સેક્સ
એશિયાનાં બજારોની મજબૂતી વચ્ચે ભારતીય બજારોમાં સતત બીજા દિવસે તેજી રહી. એક સમયે સેન્સેક્સ 965 અંકોની વૃદ્ધિ સાથે દિવસની ઊંચાઇ 60,106 સુધી પહોંચી ગઇ હતી. ઉપરના સ્તરે નફાની વસૂલી થઇ ગઇ છતાં સેન્સેક્સ 578 અંકોની વૃદ્ધિ સાથે 59,720 પર બંધ થયું. નિફ્ટીમાં 194 અંકોની વૃદ્ધિ રહી અને 17,816 પર બંધ થયું. ફાર્મા, ઓટો, રિયલ્ટી મેટલ શેરોની આગેવાનીમાં ચારે તરફ ખરીદી થઇ. આજ એટલે કે બુધવારે માર્કેટ ફ્લેટ કારોબાર કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...