• Gujarati News
  • Business
  • Global Investors Will Divert To Bond Market Instead Of Gold And Silver, Gold To Fall To 51000

બોન્ડ માર્કેટમાં ચળકાટ:વૈશ્વિક રોકાણકારો સોના-ચાંદીના બદલે બોન્ડ માર્કેટ તરફ ડાઈવર્ટ થશે, સોનું 51000 સુધી ઘટે તેવી વકી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્લોડાઉનમાં આ વખતે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ડિમાન્ડની સંભાવના નહિંવત્

અમેરિકા, યુરોપ, ચીનમાં ફરી સ્લોડાઉનની સ્થિતી જોવા મળી છે જેમાં આ વખતે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીમાં ડિમાન્ડની સંભાવના નહિંવત્ હોવાનું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે. વ્યાજદર વધતા અને બોન્ડ માર્કેટમાં યિલ્ડની તેજી રોકાણકારોને ઇક્વિટી -બૂલિયનથી ડાયવર્ટ કરશે. ડોલર ઇન્ડેક્સ 110ની સપાટી કુદાવે તો વૈશ્વિક સ્તરે સોનું ઘટી 1670-1630 ડોલર સુધી ઘટી શકે છે જ્યારે સ્થાનિક બજારમાં સોનું પ્રતિ 10 ગ્રામ ઘટી 51000 થાય તો નવાઇ નહીં. ચાંદી 52500નું અનુમાન છે. રૂપિયો મજબૂત બને તો ઝડપી ઘટાડો જોવા મળી શકે છે.

એગ્રીમાં નવી સિઝનની આવક પર તેજી-મંદી જોવાશે
એગ્રી કોમોડિટીમાં નવી ખરીફ સિઝનની આવકો કેવી રહે છે તેના પર બજારમાં મૂવમેન્ટ જોવા મળશે. હાલ ઘટાડાના સંકેતો જણાતા નથી. ઉલટું ખાદ્યતેલોમાં ભાવ સતત વધી રહ્યાં છે. તહેવારોની માગ ખુલતા ભાવ વધ્યાં છે. નવા પાકના અંદાજો કેવા રહે છે તેના પર પણ બજારનો આધાર રહેલો છે. ઘઉં અને લોટ પર નિકાસ પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ તેજી કાબુમાં રહી છે. ચોખા પર પણ નિકાસને બ્રેક લાદવામાં આવે તો નવાઇ નહીં.

ડોલર ઇન્ડેક્સની તેજીથી મેટલ્સ નરમ
1 ચીનની માગ અટકતા બજારને સપોર્ટ નહીં: વૈશ્વિક સ્તરે મેટલ્સ માર્કેટમાં હજુ તેજીના સંકેતો નહિંવત્ છે.ચીનમાં હજુ સ્લોડાઉનની સ્થિતી છે જેથી બજારમાં તેજી અટકી છે.ચીનની માગ કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે.

2 લીડ તથા કોપરમાં ટ્રેન્ડ મજબૂતીનો રહેશે : વૈશ્વિક મેટલ્સની માગ ખુલવા લાગી છે.કે બેટરી મટીરિયલની માગ ફરી ધીમી ગતીએ ખુલશે જેના કારણે મોટા ભાગની મેટલ્સમાં સુધારાની ચાલ જોવાશે 5 ટકા સુધારો થઇ શકે છે.

3ડોલર ઇન્ડેક્સ સુધરતા ટ્રેન્ડ નરમઃ ડોલર ઇન્ડેક્સમાં સુધારો જળવાઇ રહ્યો છે. વધી 110 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે તેના અનુસંધાને મેટલ્સમાં સુધારો અટક્યો છે. ડોલર વધુ મજબૂત બને અને માગ અટકે તો બજાર ઘટી શકે

અન્ય સમાચારો પણ છે...