• Gujarati News
  • Business
  • Global Inflation Will Stem Gold silver Boom, Gold Is Likely To Fall Within 50000 During The Year

કોમોડિટી કરંટ:વૈશ્વિક મોંઘવારી સોના-ચાંદીની તેજીને અટકાવશે, સોનું વર્ષ દરમિયાન ઘટી 50000 અંદર પહોંચે તેવી સંભાવના

નવી દિલ્હી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્લોડાઉન, વૈશ્વિક સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદર વધારો, બોન્ડ માર્કેટની તેજીની અસર

વૈશ્વિક સ્તરે મોંઘવારી સતત વધી રહી છે. વિશ્વની મોટાભાગની સેન્ટ્રલ બેન્ક્સ વ્યાજદર વધુ વધારે તેવા સંકેતો નક્કી છે જેના કારણે અન્ય રોકાણ સાધનો જેમકે બેન્ક ડિપોઝીટ, બોન્ડ યિલ્ડમાં રોકાણ પ્રવાહ વધુ મજબૂત બનશે જેના પરિણામે સોના-ચાંદીમાં ભાવ વધુ ઘટે તેવા સંકેતો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીએ 23 ડોલરની સપાટી ગુમાવી છે જે 21 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે સ્થાનિક બજારમાં ડોલર સામે રૂપિયો મજબૂત બને તો ચાંદી ઝડપી 63000ના સ્તરે પહોંચે તો નવાઇ નહીં જ્યારે સોનામાં 52500-52000નું અનુમાન છે. ફેડ વ્યાજ વધારો માર્કેટ માટે નિર્ણાયક સાબીત થશે.

એગ્રી કોમોડિટીમાં તેજીના વળતાં પાણી જોવા મળશે
એગ્રી કોમોડિટીમાં તેજીના વળતા પાણી જોવા મળ્યા છે. ખાદ્યતેલો રેકોર્ડ સ્તરથી સરેરાશ 10 ટકા સુધી ઘટ્યાં છે. જ્યારે અન્ય એગ્રી કોમોડિટીમાં કોટન, ખાંડ, એરંડા, મસાલાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોમાં આવેલ તેજી અંતીમ તબક્કામાં છે. ચોમાસું સારુ રહેશે તેવા સંકેતો અને તેલીબિયા તથા કપાસના મોટા પાયે વાવેતર થશે તેવા અહેવાલે બજારમાં હવે તેજીના કોઇ સંકેતો સાંપડતા નથી ઉલટું હજુ ભાવ ઘટી શકે છે.

મેટલ્સ માર્કેટમાં ઘટાડા તરફી ચાલ
1 લોકડાઉન અને વ્યાજ વધારો મંદી લાવશે: ચીનમાં કોરોનાના કેસની સંખ્યામાં ફરી ઝડપી વધારો અને લોકડાઉન તથા વ્યાજ વધારાની અસરે માગમાં ઘટાડો થશે તેવા સંકેતો છે પરિણામે તમામ મેટલ્સમાં ઘટાડો જોવા મળશે.

2એલ્યુમિનિ-કોપરમાં નરમાઇનો ટ્રેન્ડ: ન્યુ એજ મેટલ્સ એટલે કે બેટરી મટીરિયલની માગ પણ અટકી છે જેના કારણે આગામી સમયમાં નિકલ,કોપર તથા એલ્યુમિનિયમની કિંમતોમાં 5-10% સુધી ઘટાડો થાય તેવી શક્યતા છે.

3ડોલરની મજબૂતીથી વેપારમાં ઘટાડોઃ ફેડની બેઠકમાં વ્યાજદરમાં વધારો થતા તથા ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની સતત મજબૂતીના કારણે વેપાર ખોરવાઇ ચૂક્યા છે. માર્કેટમાં મંદી તરફી ટ્રેન્ડ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...