તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવમાં ઉછાળો:વૈશ્વિક સોનું ડોલર 50 ઉછળતા સ્થાનિકમાં 53000 નજીક, ચાંદી વાયદો 70000 ક્રોસ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બિટકોઇન ઘટતા,પ્લેટિનમમાં તેજીનો ટ્રેન્ડ યથાવત્ 1100 ડોલરની સપાટી કુદાવી

બૂલિયન માર્કેટમાં ફરી તેજીનો ટ્રેન્ડ શરૂ થઇ ચૂક્યો છે. હેજફંડ્સની એકાદ માસથી ખરીદી અટક્યા બાદ ઝડપી માગ ખુલતા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સરેરાશ 50 ડોલર વધી ઝડપી 1940 ડોલર નજીક ક્વોટ થઇ રહ્યું છે. જ્યારે ચાંદી ચાર ટકાની તેજી સાથે 27.50 ડોલર ક્વોટ થઇ રહી છે. વૈશ્વિક બજારોની તેજી પાછળ અમદાવાદ ખાતે સોનું 800 વધી રૂ.53000 નજીક 52800 બોલાઇ રહ્યું છે. જ્યારે વાયદામાં ચાંદી ત્રણ ટકાની તેજી સાથે 70000ની સપાટી કુદાવી માર્ચ વાયદો રૂ.70345 ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે સોનાનો ફેબ્રુઆરી વાયદો રૂ.51160 ક્વોટ થતો હતો.

અમદાવાદ ખાતે ચાંદી ઝડપી 1500ના સુધારા સાથે રૂ.68500 તથા નવી દિલ્હી ખાતે ચાંદી 2012 વધી રૂ.69454 રહી હતી. જ્યારે સોનું 877 વઘી રૂ.50619 બોલાઇ રહ્યું છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં સતત મજબૂતીના કારણે સ્થાનિક બજારમાં ઝડપી તેજી અટકી છે. ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે 72ની સપાટી અંદર પહોંચ્યા બાદ અંતે 9 પૈસા મજબૂત બની 73.02 બંધ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું સાપ્તાહિક ધોરણે 1930 ડોલર ઉપર બંધ આપે તો 1970-1985 ડોલરની સપાટી ઝડપી ક્રોસ કરે તેવા સંકેતો છે. જ્યારે ચાંદીમાં 27.70 ડોલરની ઉપર બંધ આપતા નવું 28.30-29.30 ડોલરનું ધ્યાન છે. સોના તથા ચાંદીની સાથે પ્લેટિનમ-પેલેડિયમમાં તેજીનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. પ્લેટિનમ ઝડપી ઉંચકાઇ 1100 ડોલર જ્યારે પેલેડિયમ 2458 ડોલર રહ્યું છે. પેલેડિયમની તુલનાએ પ્લેટિનમમાં ઝડપી તેજીની સંભાવના રહેલી છે. સોનાની સતત વધી રહેલી કિંમતો અને લગ્નગાળાની સિઝનની ખરીદી હાલ ઠંડી છે જેના કારણે જ્વેલરી માર્કેટમાં કામકાજો સામાન્ય છે. જ્વેલરી સામે નાના રોકાણકારોની સિક્કામાં ખરીદી વધી રહી છે.

બિટકોઇનમાં પ્રોફિટબુકિંગથી સોના-ચાંદી ચમક્યાં
બિટકોઇનમાં ધુંઆધાર તેજી બાદ હેજફંડ્સનું પ્રોફિટબુકિંગ જોવા મળ્યું છે. બિટકોઇન ઉપરમાં 35000 ડોલરની સપાટી નજીક પહોંચ્યા બાદ અત્યારે ઘટીને 30500 ડોલર આસપાસ ક્વોટ થઇ રહ્યો છે. હેજફંડ્સ બિટકોઇનમાંથી કમાણી કરી બૂલિયન માર્કેટમાં ઠાલવતા સોના-ચાંદી તથા પ્લેટિનમમાં સરેરાશ બેથી ત્રણ ટકા સુધીની ઝડપી તેજી જોવા મળી છે. જોતજોતામાં બિટકોઇન 35000 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો. બે માસ પૂર્વે 16000-17000 ડોલરનો બિટકોઇનમાં આવેલ કૃત્રિમ બમણી તેજીને કામચલાઉ બ્રેક લાગે તેવું અનુમાન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser