બચી ગયા...:વૈશ્વિક સ્તરે ક્રિપ્ટો માર્કેટ તળિયે ભારત મંદીના વમળથી સલામત

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર-RBIના સરાહનીય પગલાંથી ભારત જંગી નુકસાનથી બચ્યું

વૈશ્વિક સ્તરે એક તરફ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં અબજો ડોલરનું ધોવાણ થયું છે ત્યારે બીજી તરફ ભારત સરકાર અને RBIના સાવચેતીભર્યા અભિગમથી ભારત આટલા જંગી નુકસાનથી બહાર રહેવામાં સફળ રહ્યું છે. RBIએ ક્રિપ્ટોકરન્સીને વ્યાખ્યાયિત કરવા માટે ઇનકાર કર્યો હતો તેમજ તેમાં ટ્રેડિંગ ન કરવા માટે અનેકવાર ચેતવણી પણ જારી કરી હતી અને સરકારે તેની માંગને ઘટાડવા માટે ટેક્સનો વિકલ્પ અપનાવ્યો હતો.

વર્ષ 2021માં 3 ટ્રિલિયન ડોલરની વેલ્યુએશન ધરાવતું ક્રિપ્ટોકરન્સી માર્કેટ માત્ર 1 વર્ષના સમયગાળામાં ક્રિપ્ટો મેલ્ટડાઉનને કારણે ઘટીને માત્ર 1 ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું છે. જંગી નુકસાનથી પણ ભારતીય રોકાણકારો સલામત રહ્યા છે.

ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંદીને કારણે બહામાસ સ્થિત ક્રિપ્ટો એક્સચેન્જ FTXઅએ દેવાળિયું ફૂંક્યું હતું.FTXના પતનને કારણે તેના સહ સ્થાપક સેમ બેન્કમેન ફ્રાઇડની 16 અબજ ડોલરની સંપત્તિ શૂન્ય થઇ ચૂકી છે જે ઇતિહાસમાં સૌથી વધુ સંપત્તિનો વિનાશ રહ્યો છે.

RBI અને સરકારના પગલાં સરાહનીય
એસોસિએશન ઑફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઑફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ કમલેશ શાહે જણાવ્યું હતું કે, RBI અને સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીને લઇને લેવમાં આવેલા પગલાં ખરા અર્થમાં સરાહનીય છે. RBIના ગવર્નર શક્તિકાંત દાસ પણ ક્રિપ્ટોકરન્સીને ખતરો ગણાવે છે. કોઇપણ વસ્તુ જે માત્ર ધારણાને આધારે વેલ્યુ આપ છે, જેમાં કોઇ નક્કર પાયો નથી હોતો તે માત્ર એક નામ હેઠળ અટકળો જ છે.

અન્ય સમાચારો પણ છે...