તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Business
 • Gift City Becomes India's First Platinum Rated City Under IGBC Green Rating System, Achieves Top Certification In Smart City Category

સિદ્ધિ:IGBC ગ્રીન રેટિંગ સિસ્ટમ હેઠળ ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ સિટી બન્યું, સ્માર્ટ સિટી કેટેગરીમાં સર્વોચ્ચ સર્ટિફિકેશન મેળવ્યું

અમદાવાદ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું મેઇન બિલ્ડિંગ. - Divya Bhaskar
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું મેઇન બિલ્ડિંગ.
 • ગિફ્ટ સિટી દેશમાં મોડલ ગ્રીન અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે

ભારતના એકમાત્ર ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર (IFSC), ગિફ્ટ સિટીને CII ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC) તરફથી ગિફ્ટ સિટીના પ્રથમ તબક્કાના વિકાસ માટે ગ્રીનર માસ્ટર પ્લાનિંગ અને ડિઝાઇન તથા અમલીકરણ માટે ગ્રીન સિટીઝ પ્લેટિનમ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી છે કે જેણે ગ્રીન સિટીઝ પ્લેટિનમ રેટિંગ મેળવ્યાં છે.

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી.

ગિફ્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રકચરથી વૈશ્વિક કંપનીઓ આકર્ષિત
ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રૂપ CEO તપન રેએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીના સ્માર્ટ અર્બન ડેવલપમેન્ટ માટેના વિઝનમાં સાતત્યતા સાથે સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પ્રભાવોને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. IGBC ગ્રીન સિટી રેટિંગ સિસ્ટમ હેઠળ પ્લેટિનમ રેટેડ સિટી તરીકે માન્યતા શહેરના અદ્યતન માળખા, ડિઝાઇન પ્રોજેક્ટ અમલીકરણનો પુરાવો છે, જે વૈશ્વિક કંપનીઓને ગિફ્ટ સિટીમાં તેમનો આધાર સ્થાપિત કરવા માટે આકર્ષિત કરે છે, જે ટકાઉપણા પ્રત્યેની તેમની કટીબદ્ધતા સાથે સુસંગત છે.

ગિફ્ટ સિટીની ખાસિયતો

 • કોમ્પેક્ટ સિટી ડેવલપમેન્ટ
 • 35% જાહેર અને ખુલ્લો વિસ્તાર
 • સ્ટ્રીટસ્પેસ સાથે 100% રોડ નેટવર્ક
 • 100% ગ્રીન મેન્ડેટ
 • ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ
 • 100% LED લાઇટિંગ
 • ગંદા પાણીના 100% ટ્રીટમેન્ટ અને પુનઃઉપયોગ
 • ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન અને સેગ્રીગેશન પ્લાન્ટ

ગિફ્ટ સિટી દેશમાં મોડલ ગ્રીન અને સ્માર્ટ સિટી બનશે
IGBCના ચેરમેન વી સુરેશે કહ્યું હતું કે, અમારી ગ્રીન રેટિંગ સિસ્ટમ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને સંબોધિત કરવા ડિઝાઇન કરાઇ છે તેમજ પ્રોજેક્ટ્સને યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે. અમને વિશ્વાસ છે કે ગિફ્ટ સિટી દેશમાં મોડલ ગ્રીન અને સ્માર્ટ સિટી તરીકે ઉભરી આવશે. CII-IGBC ખાતે અમે ગિફ્ટ સિટી ટીમ સાથે મળીને હરિયાળી પહેલોના અમલીકરણ માટે કામ કરવા આતુર છીએ.

ગિફ્ટ સિટીને મોડલ સિટીની માર્ગદર્શિકાઓમાં સામેલ કરાયું
IGBC અમદાવાદના ચેરમેન સમીર સિન્હાએ જણાવ્યું કે, ગુજરાત દેશભરમાં અગ્રેસર રાજ્યો પૈકી છે કે જેણે હરિત સિદ્ધાંતોને અપનાવ્યાં છે. આજે રાજ્યમાં 350થી વધુ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ રજીસ્ટર્ડ છે. ગર્વની વાત છે કે ગિફ્ટ સિટીને ભારત સરકારના સ્માર્ટ સિટી મીશન સ્ટેટમેન્ટ તેમજ ગ્રીનફિલ્ડ કેટેગરીમાં મોડલ સિટી તરીકેની માર્ગદર્શિકાઓમાં સામેલ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...