તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકાની ચૂંટણીમાં શેર બ્રોકરની લિંક:ભારત જ નહીં અમેરિકામાં પણ શેરબજાર અને નેતાઓ વચ્ચે સાઠગાંઠ, ટ્રમ્પના નજીકના ગેરરીતિ આચરનાર શેર બ્રોકરને જાણો

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં હર્ષદ મહેતાથી લઈ અનેક કૌભાંડોમાં રાજકીય નેતાની સાઠગાંઠની વાત સામે આવી છે
  • અમેરિકાની ચૂંટણી અગાઉ ફિનસેન ફાઈલમાં ટ્રમ્પના નજીકના શેર બ્રોકરનું નામ સામે આવતા મુદ્દો ગરમાયો

ભારતીય શેરબજારમાં સૌથી મોટી ગેરરીતિ આચરવાના આરોપી હર્ષદ મહેતા ફરી એક વખત ચર્ચામાં છે. આ ચર્ચા તેમના અંગે એક ચેનલ પર સિરીઝ સ્વરૂપમાં રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 1992માં ભારતીય શેરબજારમાં કૌભાંડના આરોપી હર્ષદ મહેતા નેતાઓ સાથે સાઠગાંઠ રહી હતી. આમ તો હર્ષદ મહેતા જ નહીં પણ દેશમાં મોટાભાગના કૌભાંડોના આરોપીઓ નેતાઓ સાથે સાઠગાંઠ ધરાવતા હોય છે.

વર્તમાન સમયમાં અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે. આ સંજોગોમાં ફિનસેન ફાઈલમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નજીકના એક શેર બ્રોકરનું નામ આવ્યુ છે. એટલે કે કૌભાંડોનો નેતાઓ સાથે સંબંધ ફક્ત ભારતમાં જ નહીં પણ અનેક દેશોમાં છે.

તાજેતરમાં ફિનસેન ફાઈલમાં નામ સામે આવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટીગેટીવ જર્નલિસ્ટ એસોસિએશને ફિનસેન ફાઈલને જાહેર કરી હતી. તેમા ભારતની અનેક ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ અને વ્યક્તિના નામ છે. આ ફિનસેન ફાઈલમાં ટ્રમ્પના નજીકના શેર બ્રોકર ફેલિક્સ સેટ્ટરનું પણ નામ છે. વર્ષ 2016ના US ચૂંટણીમાં રશિયાની દરમિયાનગીરીના કેસોમાં નામ આવ્યું તે અગાઉ ફેલિક્સ સેટ્ટર તે પદ્ધતિથી કામકાજ કરતું હતું કે જેને અમેરિકાની ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યુટ શંકાસ્પદ માનતા હતા.

10 કરોડ ડોલરના વ્યવહાર શંકાના ઘેરાવામાં
વર્ષ 2013 અને વર્ષ 2017 વચ્ચે બેન્ક ઓફ અમેરિકા, વેલ્સ ફારગો, અમેરિકન એક્સપ્રેસ અને અન્ય ત્રણે સરકારને સેટ્ટર તથા તેના કારોબાર, તેમની પત્નીની ગ્રનોલ કંપની તથા કઝાખસ્તાનના એક શક્તિશાળી રાજકીય પરિવાર તરફથી કરવામાં આવેલા 10 કરોડ ડોલરથી વધારે મૂલ્યના શંકાસ્પદ લેવડ-દેવડ અંગે ઓછામાં ઓછા 10 વખત વાકેફ કરવામાં આવ્યા હતા.

સેટ્ટર જ્યારે જેલ જતા જતા બચી ગયો
ટ્રમ્પના કાર્યકાળમાં વિકાસ પામેલ અને સામાન્ય રીતે શંકાસ્પદ રીતે નાણાકીય લેવડ-દેવડ કરનાર સેટ્ટર એક સમયે જેલમાં જતા જતા બચી ગયા હતા, પણ નસિબના જોરે તેઓ બચી ગયા. ખૂબ જ ટૂંક સમયમાં તેઓ આરામની સ્થિતિમાં પહોંચી ગયા, જ્યાં તેમના મોટા મોટા અગ્રણીઓ સાથે સંબંધ સામાન્ય થઈ ગયા. દસ્તાવેજોના આધારે જાણવા મળ્યુ છે કે તેમણે મોટા લોકોની મદદથી સ્વિત્ઝર્લેન્ડ તથા બ્રિટનના વર્જીન આઈલેન્ડ્સમાં એવા અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા કે જેને ટ્રેક કરવા મુશ્કેલ હતા.

પૈસાને સગેવગે કરવાનો ઉદ્દેશ
વેલ્સ ફારગોએ કહ્યું કે તેમનો ખાતુ ખોલવાનો ઉદ્દેશ પૈસા ઠેકાણે લગાવવાનો હતો, જે લોન્ડ્રિંગ પ્રોસેસમાં એક મહત્વપૂર્ણ પગલુ માનવામાં આવે છે. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે સેટ્ટર એક એવા અપરાધી છે કે જેણે અમેરિકાને આર્થિક અપરાધથી લડવામાં મદદ કરી હતી. બ્રુકલિનનો આ વ્યક્તિ રશિયા અને યુક્રેની સાઈબર ગુનેગારોને પકડવા માટે સાઈપ્રસ અને ઈસ્તંબુલમાં અંડરકવર પણ થઈ ગયો. આ એક એવી વ્યક્તિ છે કે જેણે ભૂતપુર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યુ બુશ અને રાજ્યના ભૂતપુર્વ સચિવ કોલિન પોવેલની હત્યાના પ્રયાસને જાહેર કર્યો હતો.
સેટ્ટર નાની ઉંમરમાં અમેરિકામાં આવીને વસવાટ કર્યો હતો.

સેટ્ટરજ્યારે નાની ઉંમરના હતા ત્યારે તેઓ રશિયાથી આવી અમેરિકામાં વસવાટ કર્યો હતો. બાદમાં તેઓ ન્યૂયોર્કના બ્રાઈટન બીચ પર મોટા થયા અને અત્યારે વોલ સ્ટ્રીટ પર સ્ટોક બ્રોકર તરીકે કામ કરવા લાગ્યા. વર્ષ 1991માં તેમણે શરાબના નશામાં વિવાદ સમયે તૂટેલા ગ્લાસથી એક વ્યક્તિના ચહેરા પર ખૂબ જ ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ તે જેલમાં જતા રહ્યા. ત્યારબાદ તેમના બ્રોકરનું લાઈસન્સ રદ્દ થઈ ગયું. આ વાતને સેટ્ટર માને છે કે તેમની આર્થિક લેવડ-દેવડના એક અલગ કામની પસંદગી કરી,જે ચાર કરોડ ડોલરના એક ''પંપ અને ડમ્પ'' શેર યોજના હતી. તેમા ન્યૂયોર્ક શહેરના માફિયા પરિવારોની મદદ લીધી હતી, જેથી પિડિતોને નિયંત્રિત કરી શકાય.

ધમકી આપવાના આરોપનો દોષિત
આમ તો વર્ષ 1998માં સૈટરને ધમકી આપવાની આરોપમાં દોષિત ઠરાવવામાં આવ્યો હતો. અમેરિકામાં જ્યારે સ્ટોક સ્કીમ અલગ થવા લાગી તો તે રશિયામાં કામ કરવા જતા રહ્યા. ત્યાં રહેતા તેમણે અમેરિકાની ગુપ્તચર એજન્સી માટે જાણકારી એકત્રિત કરવા માટે ભરતી કરવામાં આવ્યા હતા. કોર્ટના દસ્તાવેજો પ્રમાણે અત્યારે તેમને FBI તથા અન્ય સંઘિય એજન્સીઓ માટે એક ગુપ્તચર સોર્સ સ્વરૂપમાં આશરે બે દાયકાથી કામ કર્યું. તેમા અલકાયદાથી લઈ ઉત્તર કોરિયાના પરમાણુ હથિયાર કાર્યક્રમ માટે તેને ગુપ્ચ માહિતી મેળવવા માટે કામ કર્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે સેટ્ટરની કંપનીઓ બાદમાં સંદિગ્ધ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હતી અને અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (FBI)એ ક્યારેય તેમના આર્થિક વ્યવહારો અંગે પૂછપરછ કરી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો