તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાર્ટ-2:મકાન કિંમતથી 90% સુધી લોન મળે છે, બેંક નોંધણીના પણ પૈસા આપે છે 

નવી દિલ્હીએક વર્ષ પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
  • કૉપી લિંક
  • જિંદગી કોવિડ-19 પછીની, પોતાનું ઘર તો પોતાનું જ હોય છે
  • પીએફ એકાઉન્ટમાંથી મકાન માટે 90% પૈસા ઉપાડી શકાય છે

મકાન કે ફ્લેટ ખરીદવામાં બજેટ પ્લાનિંગ અત્યંત મહત્ત્વનું છે. વિવિધ બેન્ક મકાનની કિંમતની 70-90% લોન આપે છે. કોવિડ સંકટ પછી પણ અત્યારે હોમ લોનના દરો ઓલ ટાઈમ નીચા છે. રૂ.30 લાખ સુધીના મકાન માટે રજિસ્ટ્રેશન માટે પણ બેન્ક પૈસા આપે છે.

ફાઈનાન્શિયલ પ્લાનર અને ટાટા મ્યુચ્યુઅલ ફંડના પૂર્વ એમડી વી.પી. ચતુર્વેદી કહે છે કે, આપણી આવક કેટલી છે અને આગામી બે-ત્રણ વર્ષ પછી કેટલી થશે તેનું ખાસ ધ્યાન રાખો. બે બાબતો ખાસ ધ્યાનમાં રાખો: પહેલી- આર્થિક રીતે ખુદને વધુ દબાણમાં ન નાખો અને સુરક્ષિત રાખવા માટે જરૂરિયાત કરતાં નાનું મકાન ન ખરીદો. આધાર હાઉસિંગ ફાઈનાન્સના એમડી અને સીઈઓ દેવ સંકર ત્રિપાઠી કહે છે કે, જો તમે કોઈ પણ પ્રકારની બેન્ક ડિફોલ્ટ કર્યું નથી અને તમારી પેઈંગ કેપેસિટી છે તો સામાન્ય રીતે લોન રદ્દ થતી નથી. નિષ્ણાતો કહે છે કે, સંપત્તિના કાગળો વકીલને આપીને રેકોર્ડની તપાસ કરાવી લેવી જોઈએ. 

ઘર ખરીદી રહ્યા છો તો સૌથી મહત્ત્વનાં બે સવાલનાં જવાબ 
મને મકાનની કિંમતની કેટલી લોન મળી જશે? 

જો તમે રૂ.30 લાખ સુધીનું મકાન ખરીદી રહ્યા છો તો કિંમતના 90% સુધીની લોન મળી શકે છે. રૂ.70-75 લાખ સુધીના ઘરની કિંમતની 80% લોન મળે છે. તેનાથી વધુની કિંમતના મકાન પર 75% લોન મળી શકે છે. રૂ.30 લાખ સુધીના મકાનમાં ર રજિસ્ટ્રેશનનો ખર્ચ પણ સામેલ કરાય છે. જો મકાનની કિંમત રૂ.30 લાખ છે અને રજિસ્ટ્રેશનનો ખર્ચ રૂ.3 લાખઆવી રહ્યો છે તો રૂ.33 લાખની 90% સુધીની લોન મળી શકે છે. 

મકાન માટે થોડું ડાઉન પેમેન્ટ ચૂકવવાનું છે, ક્યાંથી આપું?
30થી 35 ટકા લોકો એવા હોય છે જે પ્રથમ વખત લોન લઈ રહ્યા હોય છે. રૂ.30 લાખ સુધીની લોનમાં માર્જિન મની 10%, રૂ.30થી 75 લાખ સુધીના મકાન પર 20% માર્જિન મની આપવાના હોય છે. માર્જિન મનીની વ્યવસ્થા ઓફિસમાંથી લોન લઈને પણ કરી શકો છો. વ્યક્તિ પાસે પોતાના પ્રોવિડન્ટ ફંડમાંથી પણ પૈસા ઉપાડવાનો વિકલ્પ હોય છે. ઘર ખરીદતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે, અંડર કન્સ્ટ્રક્શન સંપત્તિનું સંપૂર્ણ પેમેન્ટ ન આપવું જોઈએ. 

શુદ્ધ માસિક આવકના 65%થી વધુ ઈએમઆઈ હોઈ શકે નહીં 
પૂર્વ બેન્કર આર.કે. ગુપ્તાના જણાવ્યા અનુસાર આરબીઆઈના અનુસાર મકાનની કિંમતના 90%થી વધુ રકમ બેન્ક ફાઈનાન્સ કરી શકે નહીં. ગ્રાહકની શુદ્ધ માસિક આવકના 65%થી વધુ ઈએમઆઈ હોઈ શકે નહીં. મહત્ત્મ 30 વર્ષ સુધીના સમયગાળા માટે હોમ લોન મળી શકે છે. સ્પેશિયલ કેસમાં 80 વર્ષની ઉંમર સુધીના લોકો માટે પણ હોમ લોન મળી શકે છે. (એટલે કે 80ની ઉંમરમાં અંતિમ હપ્તો) 

મકાન માટે પીએફના 90% સુધીની રકમ ઉપાડી શકાય છે 
પીએફ કમિશનર એસ.કે. સુમનના જણાવ્યા અનુસાર ઘર બનાવવા માટે  પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં જમા રકમના 90% સુધી ઉપાડી શકો છો. તેના માટે બે શરત છે. પ્રથમ- પાંચ વર્ષથી વધુની નોકરી. બીજી- 90% રકમ ઉપાડ્યા પછી પીએફ ખાતામાં રૂ.1 હજાર હોવા જોઈએ.  તેની સાથે જ વ્યક્તિ જે સંપત્તિ ખરીદવા માગે છે, તેના કાગળોની નકલ કે સેલ્ફ ડિક્લેરેશન ભરીને આપવાનું રહે છે. 

જો તમારા મનમાં ઘર ખરીદવા અંગે કોઈ પણ સવાલ છે તો તમે વિશેષજ્ઞોને સીધા પુછી શકો છો. સવાલ પુછવા માટે 9190000074 પર મિસ્ડ કોલ આપો. તમને એસએમએસ દ્વારા એક લિન્ક મળશે. લિન્ક ખોલતાં એક ફોર્મ મળશે, જેમાં તમે તમારો સવાલ ટાઈપ કરીને અમને મોકલી શકો છો. પસંદ થયેલા પ્રશ્નોનોને 17 જુન, બુધવારના અંકમાં પ્રકાશિત કરાશે. 

અન્ય સમાચારો પણ છે...