જિયો અગ્રેસર:4જી ડાઉનલોડમાં જિયો અવ્વલ વીઆઇ બીજા,એરટેલ ત્રીજા ક્રમે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દૂરસંચાર સેવાઓ આપતી દેશની 3 ટોચની ખાનગી ટેલિકોમ કંપનીઓએ આ વર્ષે સપ્ટેમ્બરમાં 4જી સ્પીડમાં વધારો કર્યો છે. પરંતુ ડાઉનલોડ મામલે રિલાયન્સ જિયો અગ્રેસર છે. અહીં અપલોડ સ્પીડમાં વીઆઈ ઈન્ડિયાએ અવ્વલ સ્થાન હાંસિલ કર્યો છે.

દૂરસંચાર નિયામક ટ્રાઈ દ્વારા જારી આંકડાઓ અનુસાર, ટોચની 3 કંપનીઓની 4જી સ્પીડમાં ઉછાળો જોવા મળ્યો છે. ટ્રાઈ દ્વારા સરેરાશ ગતિની ગણના માયસ્પીડ એપ્લિકેશનની સહાયતાથી એકત્ર રિયલ ટાઈમ આંકડાઓના આધારે કરવામાં આવે છે.

ટ્રાઈના આંકડાઓ અનુસાર, દરવખતની જેમ આ વખતે રિલાયન્સ જિયોએ સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડ મામલે એરટેલ અને વીઆઈને માત આપી છે. સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 20.9 એમબીપીએસ હતી. જ્યારે વીઆઈ ઈન્ડિયાની સ્પીડ 14.4 એમબીપીએસ અને એરટેલની સ્પીડ 11.9 એમબીપીએસ હતી.

ઓગસ્ટની તુલનાએ જિયોની 4જી ડાઉનલોડ સ્પીડમાં ઉછાળો જોવા મળ્યો છે. ગતમહિને સ્પીડ 18.2 એમબીપીએસ નોંધાઈ હતી. રિલાયન્સ જિયો સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડમાં સતત નંબર વનની પોઝિશન પર સ્થિર છે. રિલાયન્સ જિયો હરીફ કરતાં ઘણી આગળ નીકળી ગઈ છે. સપ્ટેમ્બરમાં એરટેલ, રિલાયન્સ જિયોને 9 એમબીપીએસ સાથે પાછળ પાડ્યાં હતા.

એરટેલે 11.9 એમબીપીએસ 4જી ડાઉનલોડ સ્પીડ નોંધાઈ હતી. ઓગસ્ટ સામે તેની સ્પીડ 5.5 એમબીપીએસ વધી છે. તેમછતાં એરટેલ સતત છેલ્લા અનેક મહિનાથી ત્રીજા સ્થાને છે. વોડાફોન અને આઈડિયાના મર્જર બાદ મેથી ટ્રાઈ બંને કંપનીઓના આંકડાઓ વીઆઈ ઈન્ડિયા નામથી પ્રકાશિત કરી રહી છે. વીઆઈ ઈન્ડિયાએ સપ્ટેમ્બરમાં 4જી ડાઉનલોડ સ્પીડમાં સરેરાશ 5.4 એમબીપીએસની વૃદ્ધિ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...