• Gujarati News
  • Business
  • Geo Political Issues With China Cost India India Benefits From Decline In China's Property Market

તેજીના સંકેત:ચીન સાથે જિયો પોલિટિકલ ઇશ્યુથી ભારત ફાવ્યું ચીનના પ્રોપર્ટી માર્કેટમાં ઘટાડાથી ભારતને ફાયદો

નવી દિલ્હી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચીનથી નિરાશ થઈને વૈશ્વિક રિયલ એસ્ટેટ ઈન્વેસ્ટમેન્ટ કંપનીઓ ભારત તરફ ડાઇવર્ટ થવા લાગી

જિયો પોલિટીકલ ઇશ્યુના કારણે ચીન સાથે મોટાભાગના દેશોએ વેપાર ઘટાડવા લાગ્યા છે. જેનો સીધો ફાયદો ભારતને મળી રહ્યો છે. ચીનના પ્રોપર્ટી માર્કેટમાં સતત ઘટાડાનો ફાયદો ભારતને મળવા જઈ રહ્યો છે. સિંગાપોરની કેપિટાલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ (CLI) જેવી વૈશ્વિક રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સ ભારત અને વિયેતનામ જેવા દેશોમાં રોકાણની શક્યતાઓ શોધી રહી છે.

સીએલઆઇના લગભગ ત્રીજા ભાગનું રોકાણ ચીનમાં છે. વાસ્તવમાં, ચીનની સરકાર અનુસાર નવા મકાનોની કિંમતો છેલ્લા સાત વર્ષમાં સૌથી ઝડપી દરે ઘટી છે. ચીનમાં પ્રોપર્ટીના વેચાણમાં પણ ઓક્ટોબરમાં સતત 15મા મહિને ઘટાડો થયો હતો. આ જ કારણ છે કે ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, આ વર્ષના ઓક્ટોબર સુધીમાં ચીનમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં રોકાણમાં 8.8%નો ઘટાડો થયો છે.

દરમિયાન, કોમર્શિયલ પ્રોપર્ટીના વેચાણમાં 22.3% અને કોમર્શિયલ ઈમારતોના વેચાણમાંથી થતી આવકમાં 26.1%નો ઘટાડો થયો છે. અહીં ભારતીય પ્રોપર્ટી માર્કેટના તાજેતરના આંકડા ચીનથી વિપરીત ચિત્ર રજૂ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પ્રોપર્ટી પ્રાઇસ ઇન્ડેક્સ સતત વધી રહ્યો છે. રિઝર્વ બેંકનો HPI જૂન ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 3.5% વધ્યો હતો.

માર્ચ ક્વાર્ટરની સરખામણીમાં તેમાં 1.8% નો વધારો પણ જોવા મળ્યો છે. એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરના આંકડા વધુ સારા હશે. દેશના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોરોના મહામારી બાદ ઝડપી તેજી જોવા મળી છે. ખાસકરીને હાઉસિંગ સેગમેન્ટમાં બમણો ગ્રોથ નોંધાયો છે.

ચીનની તુલનાએ દેશમાં પ્રોપર્ટી માર્કેટમાં આકર્ષણ

  • ચીનનું પ્રોપર્ટી માર્કેટ સતત ઘટી રહ્યું છે
  • ઑક્ટોબરમાં ચીનના હાઉસિંગ પ્રોપર્ટી માર્કેટમાં ઓગસ્ટ 2015 પછીના ભાવમાં સૌથી તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
  • ગયા મહિને ચીનના 70 મોટા શહેરોમાં નવા મકાનોની કિંમતમાં 1.6%નો ઘટાડો થયો છે. આ સતત છઠ્ઠા મહિને ઘટાડો દર્શાવે છે.
  • ગયા મહિને ચીનના 100 સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સના વેચાણમાં વાર્ષિક 26.5%નો ઘટાડો નોંધાયો હતો.
  • આ વર્ષે અત્યાર સુધીમાં ચીનના રિયલ એસ્ટેટ ડેવલપર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે 43%નો ઘટાડો થયો હોવાથી રોકાણકારો ચિંતિત છે.
  • સ્રોતઃ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓફ ચાઈના, ચાઈના ઈન્ડેક્સ એકેડમી)

ભારતના પ્રોપર્ટી માર્કેટમાં તેજીના સંકેત

  • 2022ના પ્રથમ 9 મહિનામાં ભારતના 8 મોટા શહેરોમાં 1.61 લાખ મકાનો વેચાયા હતા, જે 2014 પછી સૌથી વધુ છે.
  • ગયા વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરથી ઘરોની કિંમતોમાં સરેરાશ 5%નો વધારો થયો.
  • એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિઝર્વ બેંકનો ઓલ ઈન્ડિયા હાઉસિંગ પ્રાઇસ ઈન્ડેક્સ (HPI) વાર્ષિક ધોરણે 3.5% વધ્યો હતો.
  • વર્ષના પ્રથમ 9 મહિનામાં ટોપ-8 શહેરોમાં 1.84 લાખ ઘરો પૂરા પાડ્યાં
અન્ય સમાચારો પણ છે...