નિકાસમાં સતત વધારો:જેમ્સ-જ્વેલરીની નિકાસ 27 ટકા વધી 30195 કરોડ આંબી: GJEPC

મુંબઇ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૈશ્વિક સ્તરે વધતી મોંઘવારી છતાં સલામત રોકાણને પ્રાધાન્યથી

દેશમાં બૂલિયનની આયાત સતત વધી રહી છે બીજી તરફ વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ છતાં દેશમાંથી જેમ્સ-જ્વેલરીની નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં દેશમાંથી નિકાસ 27.17 ટકા વધીને રૂ. 30,195.21 કરોડ (3765.51 મિલિયન ડોલર) થઈ હોવાનું જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના અહેવાલમાં જણાવ્યું છે.

જે અગાઉના વર્ષે આ સમયગાળામાં નિકાસ રૂ.23743.46 કરોડ (3227.63 મિલિયન ડોલર) હતી. એપ્રિલ-સપ્ટેમ્બર 2022ના સમયગાળા માટે એકંદર કુલ નિકાસ 12.82 ટકા વધીને રૂ. 161545.06 કરોડ (20580.11 મિલિયન ડોલર) થઈ હતી જે ગયા વર્ષના આ સમયમાં રૂ.143187.15 કરોડ ( 19359.01 મિલિયન ડોલર) હતી.

યુએસએ, મધ્ય પૂર્વ અને હોંગકોંગના મુખ્ય બજારોમાં વૈશ્વિક ઉપભોક્તા સેન્ટિમેન્ટ્સ આ ક્ષેત્ર માટે સતત સાનુકૂળ રહ્યા છે. થાઈલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર નવા વિકસીત બજારો તરીકે ઉભરી આવ્યા છે. સેક્ટરે તેના વાર્ષિક નિકાસ લક્ષ્યના 45 ટકા હાંસલ કર્યા છે. વર્ષ 2022-23 માટે 45.7 બિલિયન ડોલરનો ટાર્ગેટ છે.

ચાંદીની જ્વેલરીની નિકાસ 43 ટકા વધી
એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કલર જેમ્સની કામચલાઉ કુલ નિકાસ FY22 ના સમાન મહિનાની રૂ.1062.57 કરોડ સામે 54.62 ટકા વધીને રૂ.1642.93 કરોડ થઈ હતી. એપ્રિલ-સપ્ટેમ્બર સુધીમાં, ચાંદીના ઝવેરાતની કામચલાઉ કુલ નિકાસ પણ ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ. 9626.64 કરોડની સરખામણીએ 42.68 ટકા વધીને રૂ. 13,735.07 કરોડ આંબી છે. પ્લેટિનમ જ્વેલરીની કામચલાઉ કુલ નિકાસ 52.46 ટકા વધીને રૂ. 153.5 કરોડ થઈ છે. સાદા સોનાના દાગીનાએ ભારત-યુએઈ CEPA પછી સરેરાશ 19.43 ટકા (ડોલરના સંદર્ભમાં) વૃદ્ધિ સાથે ટ્રેક્શન મેળવવાનું ચાલુ રાખ્યું છે.

અન્ય સમાચારો પણ છે...