નિકાસમાં વૃદ્ધિ:જેમ્સ-જ્વેલરીની નિકાસ 6.7 ટકા વધીને 26,419 કરોડ આંબી

મુંબઇ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુરોપ-USમાં સ્લોડાઉન છતાં જ્વેલરીની નિકાસ જળવાઇ

દેશમાં સોનાની આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ જ્વેલરીની નિકાસમાં ધીમી વૃદ્ધિ જળવાઇ રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના અહેવાલ મુજબ ગતવર્ષે આ સમયગાળાની સરખામણીએ ઓગસ્ટમાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 6.7 ટકા વધીને રૂ. 26,418.84 કરોડ (3,316.08 મિલિયન ડોલર) થઈ છે. ઓગસ્ટ 2021માં જેમ્સ અને જ્વેલરીની નિકાસ રૂ. 24,749.69 કરોડ (USD 3,334.12 મિલિયન) હતી. ઓગસ્ટમાં કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ (CPD)ઓગસ્ટ 2021માં રૂ. 15082.28 કરોડ (2,031.64 મિલિયન ડોલર)ની તુલનાએ નજીવી ઘટીને રૂ.14955.8 કરોડ (1,879.74 મિલિયન ડોલર) થઈ છે.

એપ્રિલ-ઓગસ્ટ 2022ના સમયગાળા માટે CPDની એકંદર કુલ નિકાસ રૂ. 77,465.26 કરોડ (ગયા વર્ષના સમાન સમયગાળામાં 10,465.28 મિલિયન ડોલર)ની સરખામણીએ 1.59 ટકા વધીને રૂ. 78,697.84 કરોડ (10,080.52 મિલિયન ડોલર) થઈ છે.

GJEPCના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી, ચાલુ લોકડાઉનને કારણે ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે CPD નિકાસને મોટાભાગે અસર થઈ છે. વધુમાં, રશિયા-યુક્રેન સંઘર્ષ અમુક અંશે હીરાની નિકાસને અસર કરી રહ્યું છે. જોકે,એપ્રિલ-ઓગસ્ટ 2022 સાદા ગોલ્ડ જ્વેલરી અને સ્ટડેડ જ્વેલરીના મજબૂત પ્રદર્શનને આભારી છે જેમાં 28.73 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 13,302.52 કરોડ અને 23.11 ટકા વધીને રૂ. 17714.51 કરોડ થઈ હતી.

ગોલ્ડ જ્વેલરીની નિકાસ 25.44 ટકા વધી
જીજેઇપીસીના અહેવાલ અનુસાર ઓગસ્ટ 2022માં ગોલ્ડ જ્વેલરીની (પ્લેઇન અને સ્ટડેડ)ની કુલ નિકાસ રૂ. 5,768.87 કરોડ (7 મિલિયન ડોલર)ની સરખામણીમાં 15.44 ટકા વધીને રૂ. 6659.43 કરોડ (832.95 મિલિયન ડોલર) થઈ હતી. પ્લેઇન ગોલ્ડ જ્વેલરીની કુલ નિકાસ ઓગસ્ટમાં 25.44 ટકા વધીને રૂ. 2,970.78 કરોડ (372.76 મિલિયન ડોલર) થઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં રૂ. 2368.24 કરોડ (319.32 મિલિયન ડોલર) હતી.

અન્ય સમાચારો પણ છે...