તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

41 વર્ષ બાદ દેશમાં નેગેટીવ ગ્રોથ:કેન્દ્રએ કહ્યું - ચાલુ નાણાકીય વર્ષમાં GDPમાં 7.7%ના ઘટાડો થાય તેવી શક્યતા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરકારી આંકડા મુજબ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપીમાં 7.7 ટકાના ઘટાડાનું અનુમાન છે. ગયા વર્ષે જીડીપી 4.2 ટકા નોંધાઈ હતી. કોવિડને કારણે ચાલુ વર્ષે અર્થતંત્રમાં ઘટાડો થયો હોવાનું એનએસઓ દ્વારા જણાવાયું છે. આ પહેલા એવું કહેવાયું હતું કે કૃષિ સિવાયના તમામ સેક્ટરમાં ઘટાડો થશે. 2020-21માં વાર્ષિક જીડીપી 134.40 લાખ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે.

દેશના અર્થતંત્રનો વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષમાં શૂન્યથી નીચે એટલે કે -7.7 ટકા રહેવાનો અંદાજ છે. કોરોનાને લીધે આર્થિક પ્રવૃત્તિઓમાં જે ઘટાડો થયો છે તે તેની પાછળનું સૌથી મોટું કારણ છે. વર્ષ 1979-80 બાદ પ્રથમ વખત કોઈ વર્ષમાં વૃદ્ધિ દર નેગેટીવ થયો છે. વર્ષ 1979-80માં ગ્રોથ રેટ -5.2 ટકા હતો. ગયા વર્ષે દેશનો ગ્રોથ રેટ 4.2 ટકા રહ્યો હતો, જોકે પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ વૃદ્ધિ દર -23.9 ટકા રહી હતી. બીજા ત્રિમાસિક ગાળમાં સ્થિતિ સારી થઈ છે અને હવે આ ઘટાડો -7.5 ટકા રહ્યો છે.આ આંકડાકીય માહિતી એ દ્રષ્ટ્રિથી મહત્વના છે કે આગામી બજેટ આ આંકડા પર આધારિત હશે.

એગ્રીકલ્ચમાં 3.4 ટકા ગ્રોથનો અંદાજ
નેશનલ સ્ટેટેસ્ટીક ઓર્ગેનાઈઝેશન તરફથી જાહેર કરવામાં આવેલા વર્ષ 2020-21ના આગોતરા અંદાજ પ્રમાણે અર્થતંત્રના બીજા સેક્ટરનો ગ્રોથ નેગેટિવ છે. ફક્ત કૃષિ એકમાત્ર એવું સેક્ટર છે કે જ્યાં વર્તમાન નાણાકીય વર્ષમાં GDPને જાળવવામાં સારું યોગદાન રહ્યું છે. કૃષિ ગ્રોથ રેટ આ વર્ષ 3.4 ટકા રહી શકે છે. જોકે, ગત નાણાકીય વર્ષમાં તેનો ગ્રોથ 4 ટકા રહ્યો હતો.

NSOના મતે વર્ષ 2020-21માં કન્ટ્રક્શન સેક્ટરનું કદ 12.6 ટકા ઘટી શકે છે. ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશનના આકારમાં 21 ટકા ઘટાડો થઈ શકે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું કદ 9.4 ટકા ઘટી શકે છે. સંપૂર્ણ સર્વિસ સેક્ટરમાં 8.8 ટકા ઘટાડો થવાનો અંદાજ છે.

નોમિનલ GDPમાં 4.2 ટકાનો ઘટાડો આવશે
અંદાજ પ્રમાણે ગ્રોસ એડેડ વેલ્યુ (GVA)માં 7.2 ટકા ઘટાડો થઈ શકે છે. GVAના મતે કોઈ સેક્ટરની આર્થિક પ્રવૃત્તિથી GDPમાં યોગદાન થયુ છે. સરકારે નોમિનલ GDPમાં 4.2 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. વાર્ષિક બજેટ નોમિનલ GDPના હિસાબથી છે. નોમિનલ GDPમાંથી મોંઘવારીના દરને ઘટાડી વાસ્તવિક GDPના આંકડા કાઢવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser