આર્થિક રિકવરી:GDP અંદાજ 8.9%થી સુધારી 9.5% કર્યો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કન્ઝ્યુમર કોન્ડિફન્સ અને ખરીદ શક્તિમાં વધારા સાથે બિનઅપેક્ષિત આર્થિક રિકવરીને જોતાં યુબીએસ સિક્યુરિટિઝે સપ્ટેમ્બરમાં જીડીપી ગ્રોથ અંદાજ 8.9 ટકાથી સુધારી 9.5 ટકા કર્યો છે. જો કે, સ્વિસ બ્રોકરેજ યુબીએસએ આગામી નાણાકીય વર્ષ માટેનો જીડીપી અંદાજ ઘટાડી 7.7 ટકા જ્યારે 2023-24માં 6 ટકા રહેવાનો લક્ષ્યાંક મૂક્યો છે.

નીચા વ્યાજદરોનો લાભ આગામી વર્ષ સુધી મળવાના આશાવાદ સાથે આગામી નાણાકીય વર્ષના બીજા અર્ધવાર્ષિકગાળામાં વ્યાજદરોમાં 50 બીપીએસનો વધારો થવાની શક્યતાં વ્યક્ત કરી છે. રિઝર્વ બેન્કે આ વર્ષે 9.5 ટકા જીડીપી ગ્રોથ થવાનો અંદાજ રજૂ કર્યો છે.

જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા જીડીપી નોંધાયો હતો. રિયલ જીડીપી જૂન ત્રિમાસિકમાં 12.4 ટકા ઘટ્યો હતો. કોવિડની બીજી લહેર બાદ આર્થિક ગતિવિધિઓ બાઉન્સ બેક થઈ છે. અર્થશાસ્ત્રીઓની અપેક્ષા કરતાં વધુ ઝડપથી ભારતીય ઈકોનોમી રિકવર થઈ રહી છે.

પરિણામે આર્થિક વૃદ્ધિ દર ત્રીજા ત્રિમાસિકમાં 9-10 ટકા અને ચોથા ત્રિમાસિકમાં 6-6.5 ટકા વધવાની શક્યતાં છે. એકંદરે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 9.5 ટકા અને 2022-23માં 7.7 ટકા રહેવાની શક્યતાં છે. જ્યારે વૈશ્વિક ગ્રોથ એન્જિનમાં ઘટાડા વચ્ચે ઉત્પાદન તફાવત નેગેટીવ રહેવાની ભીતિ વચ્ચે 2023-24માં 6 ટકાના દરે જીડીપી ગ્રોથ કરશે.

રિયાલ્ટીમાં રિકવરી વચ્ચે ગ્રોથનો આશાવાદ
વપરાશ વૃદ્ધિમાં સ્થિરતા પબ્લિક કેપેક્સમાં વધારો કરશે. જ્યારે રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સેક્ટરમાં રિકવરીના સંકેતો આર્થિક ગ્રોથમાં પ્રતિકૂળ અસરો કરશે. નિકાસોમાં પણ ગ્રોથ જોવા મળ્યો છે. યુબીએસ ઈન્ડિયા એક્ટિવિટી ઈન્ડિકેટર્સમાં જૂન ત્રિમાસિકમાં 11 ટકા સંકોચન બાદ આર્થિક ગતિવિધિઓ સપ્ટેમ્બર ત્રિમાસિકમાં 16.8 ટકા વધી છે. તહેવારોને લીધે ઓક્ટોબરમાં પણ ઈન્ડિકેટર 3.1 ટકા વધ્યો હતો.

રિટેલ ફુગાવો આગામી વર્ષે ઘટી 4.8 ટકા
રિટેલ ફુગાવો આ વર્ષે 5.4 ટકા સામે આગામી વર્ષે ઘટી 4.8 ટકા રહેવાની સંભાવના છે. આર્થિક રિકવરીમાં વૃદ્ધિના મોમેન્ટમ સાથે પોલિસી રેટમાં 50 બીપીએસનો વધારો થવાની શક્યતાં છે. રાજકોષિય ખાધ આ વર્ષે 10.1 ટકાથી ઘટી આગામી વર્ષે 8.8 ટકા નોંધાશે.


અન્ય સમાચારો પણ છે...