ડીલ:ગૌતમ અદાણી ચૂકવશે GVK ગ્રુપનું દેવું, મુંબઈ એરપોર્ટમાં 74% હિસ્સેદારી ખરીદશે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ ડીલથી અદાણી દેશની બીજી સૌથી મોટી એરપોર્ટ ઓપરેટર બની જશે

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL)માં 74% હિસ્સો ખરીદશે. આ સંદર્ભે, અદાણી ગ્રુપ અને GVK ગ્રુપ વચ્ચે સમજૂતી થઈ છે. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજું સૌથી મોટું એરપોર્ટ છે. અદાણી ગ્રૂપે રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ માહિતી આપી હતી.

બંને કંપનીઓ વચ્ચેના કરાર મુજબ અદાણી ગ્રૂપ મુંબઇ એરપોર્ટ ચલાવતા GVK એરપોર્ટ ડેવલપર્સનું આખું દેવું ચુકવશે. જોકે, સમગ્ર દેવું ઇક્વિટીમાં ફેરવાશે. બંને કંપનીઓએ સોદાની રકમની વિગતો આપી નથી. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડ જણાવ્યું હતું કે તે MIAL પર લિક્વિડિટીની જરૂરિયાત માટે નાણાં પૂરા પાડશે. આ ઉપરાંત નવી મુંબઈ એરપોર્ટના ફાઇનાન્સિયલ ક્લોઝર માટે પણ ફંડ પૂરું પાડશે.

અદાણી GVK ગ્રૂપમાં 50.5% હિસ્સો ખરીદશે
રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, અદાણી ગ્રુપ GVK ગ્રુપનો સંપૂર્ણ 50.5% હિસ્સો ખરીદશે. આ ઉપરાંત અદાણી ગ્રૂપ એરપોર્ટ કંપની ઓફ સાઉથ આફ્રિકા (ACSA) અને બિડવેસ્ટમાં પણ 23.5% હિસ્સો ખરીદશે. ACSAનો મુંબઇ એરપોર્ટમાં 10% અને બિડવેસ્ટમાં 13.5% હિસ્સો છે. આ ડીલથી અદાણી ગ્રુપ દેશનું બીજું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર બનશે. મુંબઇ એરપોર્ટ ઉપરાંત અદાણી જૂથની પાસે 6 વધુ એરપોર્ટ ચલાવવાની જવાબદારી છે. હાલમાં, GMR ગ્રુપ દેશનું સૌથી મોટું એરપોર્ટ ઓપરેટર છે, જે દિલ્હી અને હૈદરાબાદ એરપોર્ટનું સંચાલન કરે છે.

વિદેશી રોકાણકારોને હિસ્સો વેચવા છતાં અદાણી ગ્રુપ સાથે ડીલ કરી
વિદેશી રોકાણકારોને હિસ્સો વેચવાના કરાર હોવા છતાં, GVK ગ્રૂપે અદાણીને મુંબઇ એરપોર્ટનો હિસ્સો વેચવાના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. UAEના સોવરિન ફંડ અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીની આગેવાની હેઠળ ભારતના સોવરિન ફંડ NIIF અને કેનેડાના પબ્લિક સેક્ટર પેન્શન (PSP)ના કન્સોર્ટિયમે ઓક્ટોબર 2019માં મુંબઇ એરપોર્ટનો હિસ્સો ખરીદવા માટે GVK સાથે કરાર કર્યો હતો. હવે આ કન્સોર્ટિયમે GVKને લિગલ નોટિસ ફટકારી કહ્યું છે કે, અદાણી ગ્રુપને મુંબઇ એરપોર્ટનો હિસ્સો વેચવો એ અમારી સાથેના કરારનો ભંગ છે.

અન્ય સમાચારો પણ છે...