તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌતમ અદાણીને ફરી ઝટકો:વિશ્વના અમીરોના લિસ્ટમાં 2 ક્રમ નીચે સરક્યા અદાણી, શેરોના ધોવાણથી સંપતિ પણ ઘટી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 2.90 ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 2.52 ટકા અને અદાણી ટોટલ ગેસના શેરમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો

અદાણી ગ્રુપની 6 કંપનીઓમાંથી 3ના શેરમાં સોમવારે ઘટાડો નોંધાયો છે. તેનાથી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નેટવર્થમાં 1.55 અબજ ડોલરનો ભારે ઘટાડો નોંધાયો અને તે અમીરોનો યાદીમાં બે ક્રમ પાછા ધકેલાઈ ગયા. બ્લુમબર્ગ બિલયનરી ઈન્ડેક્સના જણાવ્યા મુજબ તેમની નેટવર્થ હવે 62.2 અબજ ડોલર રહી ગઈ છે. તેની સાથે જ અમીરોના લિસ્ટમાં તે 15માંથી 17માં ક્રમે આવી ગયા છે. એક સમયે તેમની નેટવર્થ 77 અબજ ડોલરે પહોંચી ગઈ હતી. આ વર્ષે તેમની નેટવર્થ 28.4 અબજ ડોલર વધી છે.

અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેરમાં સોમવારે ઘટાડો આવ્યો
અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓમાંથી 3ના શેરમાં સોમવારે ઘટાડો આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં 2.90 ટકા, અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 2.52 ટકા અને અદાણી ટોટલ ગેસના શેરમાં 5 ટકાનો ઘટાડો આવ્યો. બીજી તરફ અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 0.44 ટકા, અદાણી પોર્ટ્સના શેરમાં 0.55 ટકા અને અદાણી પાવરના શેરમાં 1.16 ટકા તેજી રહી.

અંબાણી 12માં સ્થાને
દેશની સૌથી ધનવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL)ના ચેરમેન મુકેશ અંબાણી બ્લુમબર્ગ ઈન્ડેક્સમાં 12માં સ્થાને છે. સોમવારે રિલાયન્સના શેરમાં ઘટાડાથી નેટવર્થમાં 79.6 કરોડ ડોલરનો ઘટાડો આવ્યો. તે 79.2 અબજ ડોલરની નેટવર્થની સાથે એશિયામાં પ્રથમ સ્થાને છે. રિલાયન્સનો શેર 16 સપ્ટેમ્બર 2020ના રોજ 2369 રૂપિયાના રેકોર્ડ પહોંચ્યો હતો. તેની સાથે જ અંબાણીની નેટવર્થ 90 અબજ ડોલરે પહોંચી ગઈ હતી અને તે વિશ્વના અમીરોના લિસ્ટમાં ચોથા સ્થાને આવી ગયા હતા.

બેજોસ ટોપ પર
બ્લુમબર્ગ બિલિયનર ઈન્ડેક્સના જણાવ્યા મુજબ એમેઝોનના જેફ બેજોસ વિશ્વના સૌથી વધુ ધનિક છે. તેમની નેટવર્થ 199 અબજ ડોલર છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 188 અબજ ડોલરની નેટવર્થની સાથે આ લિસ્ટમાં બીજા નંબરે છે. ફ્રાન્સના બિઝનેસમેન અને વિશ્વના સૌથી મોટી લક્ઝરી ગુડ્સ કંપની LVMH Moët Hennessyના ચેરમેન ઓફ ચીફ એક્ઝિક્યુટિવ બર્નાર્ડ આરનોલ્ટ(174 અબજ ડોલર) આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. આ લિસ્ટમાં માઈક્રોસોફટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ(146 અજ ડોલર) ચોથા નંબરે છે.

ઝ્કરબર્ગ પાંચમાં સ્થાને
ફેસબુકના સીઈઓ માર્ક ઝ્કરબર્ગ 132 અબજ ડોલરની વેલ્થની સાથે પાંચમાં નંબરે છે. સોમવારે કંપનીના શેરમાં તેજીથી તેમની નેટવર્થમાં 5.18 અબજ ડોલરનો વધારો થયો છે. અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ઈન્ટરનેટ ઉદ્યોગ સાહસિક લૈરી પેજ 112 અબજ ડોલરની સાથે છઠ્ઠા નંબરે, ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન 109 અબજ ડોલરની સાથે સાતમાં, જાણીતા રોકાણકાર વોરન બફેટ 101 અબજ ડોલરની નેટવર્થની સાથે આઠમાં, અમેરિકાના બિઝનેસમેન તથા રોકાણકાર સ્ટીવ બાલ્મર 96.8 અબજ ડોલર સાથે નવમાં અને લૈરી અલિસન 92.6 અબજ ડોલરની નેટવર્થની સાથે દસમા સ્થાને છે.