ભારતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાષણ આપ્યું હતું. જેમાં તેઓએ WEF સામેના પડકારો, વૈશ્વિકરણ, પોલીક્રીસીસ, ક્લાઇમેટ ચેન્જ પર વાત કરી હતી. સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઉપર જણાવેલી બાબતો પર વાત કરી હતી. તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમને 'ઈન્ડિયન સમર' તરીકે પણ ગણાવી હતી.
WEFમાં ગૌતમ અદાણીએ કહેલી મહત્ત્વની વાતોના અમુક અંશ...
કંગાળ વૈશ્વિકરણ
ગૌતમ અદાણીએ વૈશ્વિકરણ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 'દાવોસ 2019માં ગ્લોવલાઇઝેશન 4.Oની ચર્ચા થઈ હતી, જેના બદલે આ વખતે કોઓપરેશન ઇન અ ફ્રેગમેન્ટેડ વર્લ્ડ? વિશે ચર્ચા કરીએ છીએ. આના કારણે ખોટા નિયમો બનાવવામાં આવ્યા. તેના કારણે ઘણા કમ્પાઉન્ડિંગ અસર એટલે કે પોલીક્રાઇસીસ આવે છે.
WEF'23ને જોતા તો લાગે છે કે ત્રીજા ક્વાર્ટરમાં વૈશ્વિક મંદી વિશે મોટા પ્રમાણમાં છટણી અને અર્થશાસ્ત્રીઓની ચેતવણીને વાંચીને આશ્ચર્ય થયું છે. ત્યારે આ તકનો લાભ ભારત ઉઠાવી શકે છે. સપ્લાઇ ચેઇન વધારીને લાભ મેળવી શકે છે.
પોલીક્રીસીસની અસરો
ગૌતમ અદાણીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઘણા બિઝનેસમેનને મળ્યા હતા. જેમાં તેઓએ સાઉદી અરેબિયાના નાણાપ્રધાને કરેલી વાતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ચીન અને USA, આ બન્નેને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે જે ભારતીયો જેને આત્મનિર્ભરતા કહીએ છીએ, તેની શોધ દરેક દેશ કરી રહ્યો છે.
ક્લાઇમેટ ચેન્જ
ક્લાઇમેટ ચેન્જ એ વૈશ્વિક સમુદાય માટે ટૉચની અગ્રતા અને જોખમ બની રહ્યું છે. US ઇન્ફ્લેશન રિડક્શન લોએ યુરોપને ટેક્નોલોજી, નાણા અને સ્કિલ્સ માટે પોતાનું ગ્રીન પેકેજ વિકસાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે યુરોપનું આ પગલું વૈશ્વિક હરિયાળી સંક્રમણને આગળ કરવા કરતાં તેને પોતાની એનર્જી સિક્યોરિટી અને તેના ઉદ્યોગોના સંરક્ષણની ચિંતા છે. જે જરા પણ ખોટું નથી.
ધ ઈન્ડિયન સમર
ભારતમાં સ્થિર રહેલી મોટી અર્થવ્યવસ્થાઓમાં ઉજ્જવળ સ્થાન ધરાવવા માટે ભારત સરકાર અને કન્ફેડરેશન ઑફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ની પ્રસંશા કરવી જોઈએ. આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેનાર ભારતીય મહિલાઓ અને પુરુષોની ટકાવારી વધી જશે. એટલે જ દાવોસમાં WEFને 'ધ ઈન્ડિયન સમર' કહી શકીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.