અદાણી ગ્રુપના ઇન્વેસ્ટર્સને છેલ્લાં થોડા દિવસોમાં ઘણો સારો નફો થયો છે. આ દરમિયાન દેશના સૌથી મોટા ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર 'લાઇફ ઇન્શ્યોરન્સ કોરપોરેશન ઓફ ઇન્ડિયા' (LIC)નું પણ નુકસાન ઘણું રિકવર થઈ ગયું છે. જોકે, ગ્રુપ ઉપર હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવવામાં આવેલાં આરોપ પછી ઇન્વેસ્ટર્સ અને LIC ને ભારે નુકસાન થયું હતું.
હવે અદાણી ગ્રુપ આ દિવસોમાં દુનિયાના વિવિધ દેશોમાં ફિક્સ્ડ ઇનકમ રોડ-શો કરી રોકાણકારોનો વિશ્વાસ જીતવાની કોશિશ કરી રહ્યા છે. હાલમાં જ સિંગાપુર અને હોંગકોંગમાં ગ્રુપના રોડ-શો પછી રોકાણકારોનો વિશ્વાસ પણ ફરી મેળવવામાં સફળ રહ્યા છે. એટલું જ નહીં, આ ગ્રુપને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સના કો-ફાઉન્ડર અને ચેરમેન રાજીવ જૈન પાસેથી 15,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ મળ્યું છે.
છેલ્લે 4 ટ્રેંડિંગ સેશનમાં ગ્રુપની 10 કંપનીઓના શેરમાં જબરદસ્તી તેજી આવી
રોડ-શો અને આટલું મોટું રોકાણ મળવાથી રોકાણકારોનો વિશ્વાસ ગ્રુપ ઉપર ઘણો વધ્યો છે. જેના કારણે છેલ્લાં ચાર ટ્રેડિંગ સેશનમાં ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ત્યાં જ, શુક્રવારે પણ ગ્રુપના બધા 10 શેરમાં તેજી જ રહી હતી.
3 માર્ચે અદાણી એન્ટરપ્રાઇઝિઝના શેર સૌથી વધારે 16.60% ચઢી
3 માર્ચે ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિઝના શેર સૌથી વધારે 16.60% વધ્યાં. ત્યાં જ, અદાણી પોર્ટ્સમાં 9.76%ની તેજી જોવા મળી. આ સિવાય અદાણી ટ્રાન્સમિશન, વિલ્મર, પાવર, ટોટલ ગેસ, ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ, ACC અને NDTVના શેરમાં લગભગ 5-5% ની તેજી જોવા મળી.
ગ્રુપના શેરમાં તેજીથી LICના લોસ રિકવર થયો
અદાણી ગ્રુપના શેરમાં આ તેજીના કારણે LICનો લોસ પણ ઘણી હદે રિકવર થયો છે. ઇન્શ્યોરન્સ કંપનીએ ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 7માં રોકાણ કર્યું છે. LICની અદાણી ગ્રીનમાં 1.28% અને પોર્ટ્સમાં 9.14% ની ભાગેદારી છે. છેલ્લાં એક મહિનામાં પોર્ટ્સના શેરમાં 25.36% ની તેજી આવી છે.
LICનો 24 જાન્યુઆરીએ ગ્રુપમાં રોકાણ 81,268 કરોડ રૂપિયાનું હતું
US શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચના ડેમેજિંગ રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડો નોંધાયો હતો. ગ્રુપના શેરમાં ઘટાડો થતાં LICનું રોકાણ નેગેટિવ થવા લાગ્યું હતું. LICના ગ્રૂપના શેરમાં રોકાણ 24 જાન્યુઆરીએ રૂ.81,268 કરોડથી ઘટીને રૂ.29,893.13 કરોડ થયું હતું. ગ્રુપના શેરમાં LIC નું કુલ રોકાણ 30,127 કરોડ રૂપિયા છે.
LICનું રોકાણ 9,000 કરોડથી વધીને 39,068 કરોડ રૂપિયા થયું
રિપોર્ટ્સ પ્રમાણે, અદાણી ગ્રુપના શેરમાં તેજી પછી હવે LICનું રોકાણ 9,000 કરોડ રૂપિયાથી વધીને 39,068.34 કરોડ રૂપિયા થઈ ગયું છે. એક સમયે ફેબ્રુઆરીમાં LIC ને અદાણી ગ્રુપના સ્ટોક્સથી 50,000 કરોડ રૂપિયાનો લોસ થઈ ગયો હતો.
31 ડિસેમ્બર 2022ના રોજ ગ્રુપના શેરમાં 82,970 કરોડ રૂપિયાનું LIC નું રોકાણ હતું
અદાણીના 7 શેર- અદાણી એન્ટરપ્રાઇઝિઝ, ગ્રીન એનર્જી, પોર્ટ્સ, ટોટલ ગેસ, ટ્રાન્સમિશન, અંબુજા સીમેન્ટ્સ અને ACC માં LICના ઇન્વેસ્ટમેન્ટની કંબાઇન્ડ માર્કેટ વેલ્યૂ 31 ડિસેમ્બર 2022એ 82,970 કરોડ રૂપિયા હતી, જે 23 ફેબ્રુઆરીએ ઘટીને 33,242 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ત્યારે LIC પાસે ગ્રુપના 7 શેરની 1% થી વધારે ભાગેદારી હતી.
LIC એ 30 જાન્યુઆરીએ એક નિવેદનમાં કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2022 સુધી અદાણી ગ્રુપની કંપનીઓમાં ઇક્વિટી અને લોન હેઠળ તેની ટોટલ હોલ્ડિંગ 35,917.31 કરોડ રૂપિયા હતી. ત્યાં જ, 27 જાન્યુઆરી 2023 એ LICના ઇન્વેસ્ટમેન્ટની માર્કેટ વેલ્યૂ 56,142 કરોડ રૂપિયા હતી
4 સેશનમાં ગ્રુપની 10 કંપનીઓનું mcap 1.73 લાખ કરોડ રૂપિયા વધ્યુ
છેલ્લાં થોડાં ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ખૂબ જ તેજી આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે, ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓએ 3 માર્ચ સુધી છેલ્લાં 4 ટ્રેડિંગ સેશનમાં પોતાના કંબાઇન્ડ માર્કેટ કેપિટલાઇઝેશન(mcap) માં 1.73 લાખ કરોડ રૂપિયા જોડ્યા છે.
લંડન, દુબઈ અને અમેરિકામાં રોડ-શો કરશે અદાણી ગ્રુપ રોઇટર્સના અહેવાલ મુજબ, આ રોડ શો 7 માર્ચથી 15 માર્ચ સુધી લંડન, દુબઇ અને યુએસના કેટલાક શહેરોમાં યોજાશે. ગ્રુપને આશા છે કે આ રોડ-શો દ્વારા તેઓ રોકાણકારોને મળી શકશે અને કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ વધુ વધારશે
GQGએ અદીણી એન્ટરપ્રાઇઝિઝની 3.4% ભાગીદારી ખરીદી
સિંગાપુર અને હોંગકોંગ રોડ-શો પછી અદાણી ગ્રુપને ઘણું મોટું રોકાણ પણ મળ્યું. અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં GQG પાર્ટનર્સે 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ગ્રુપે ગુરુવારે જણાવ્યું હતું ક GQG એ 662 મિલિયન ડોલર (5,421 કરોડ રૂપિયા) માં અદાણી એન્ટરપ્રાઇઝિઝની 3.4% ભાગેદારી ખરીદી હતી.
ત્યાં જ, GQG એ 640 મિલિયન ડોલર (5,240 કરોડ રૂપિયા) માં અદાણી પોર્ટ્સના 4.1%, 230 મિલિયન ડોલર (1,883 કરોડ રૂપિયા)માં ટ્રાન્સમિશનના 2.5% અને 340 મિલિયન ડોલર (2,784 કરોડ રૂપિયા)માં ગ્રીન એનર્જીના 3.5% સ્ટોક્સ ખરીદ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.