અદાણી અભરે ભરાયા:આ વર્ષે સંપત્તિમાં વૃદ્ધિ મામલે ગૌતમ અદાણી વિશ્વમાં મોખરે; બેઝોસ, મસ્કને પાછળ છોડ્યા

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ. - Divya Bhaskar
ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ.
  • અદાણીની કુલ સંપત્તિ 16.2 અબજ ડોલર વધીને 50 અબજ ડોલર થઇ
  • સંપત્તિમાં 14.3 અબજ ડોલરની વૃદ્ધિ સાથે ગૂગલના લૅરી પેજ બીજા સ્થાને

દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી આ વર્ષે પોતાની સંપત્તિમાં વૃદ્ધિ મામલે દુનિયાભરના ધનિકોમાં સૌથી આગળ છે. આ બાબતે તેમણે વિશ્વમાં સૌથી ધનિક એવા એમેઝોનના જેફ બેઝોસ અને ટેસ્લા-સ્પેસએક્સના ઇલોન મસ્કને પણ પાછળ છોડી દીધા છે.

લેટેસ્ટ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, અદાણીના પોર્ટ્સથી માંડીને પાવર પ્લાન્ટ્સના બિઝનેસ તરફ રોકાણકારો આકર્ષાતાં અદાણીએ સંપત્તિમાં વૃદ્ધિ મામલે સૌથી મોટી છલાંગ લગાવી છે. 2021માં અદાણીની કુલ સંપત્તિ 16.2 અબજ ડોલરની વૃદ્ધિ સાથે 50 અબજ ડોલરે પહોંચી છે. ૉ

વિશ્વના સૌથી વધુ અમીર લોકોમાં 26મા ક્રમે આવ્યા
તેઓ વિશ્વના સૌથી ધનિકોમાં 26મા ક્રમે આવી ગયા છે. સંપત્તિમાં મહત્તમ વૃદ્ધિ મામલે ગૂગલના કો-ફાઉન્ડર લૅરી પેજ બીજા ક્રમે છે. તેમની સંપત્તિમાં 14.3 અબજ ડોલરની વૃદ્ધિ થઇ છે. દરમિયાન, ચાલુ વર્ષે મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીમાં 10.3 અબજ ડોલર અને બેઝોસની સંપત્તિમાં 7.59 અબજ ડોલરનો વધારો થયો છે. બેઝોસ 183 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોમાં મોખરે છે જ્યારે મસ્ક 180 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

એક સિવાય અદાણી ગ્રૂપના બધા શેરના ભાવ 50% જેટલા વધ્યા
​​​​​​​
અદાણી ગ્રુપના એક સ્ટોકને બાદ કરતા બધા જ શેરના ભાવ આ વર્ષે ઓછામાં ઓછા 50% વધ્યા છે. અદાણીની સંપત્તિમાં વૃદ્ધિની ઝડપે ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને પણ પાછળ છોડી દીધા છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં 8.05 અબજ ડોલરનો વધારો થયો છે. મુકેશ અંબાણી 84.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિકોમાં 10મા ક્રમે છે.

અન્ય સમાચારો પણ છે...