ગેસની ભૂમિકા મહત્વની બનશે:ગેસનો વપરાશ 2030માં 3 ગણો વધવાનો આશાવાદ

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ટીલ સહિત અન્ય નવી ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન ક્ષમતા વિસ્તરિત થવા સાથે યુઝર બેઝમાં નોંધાઈ રહેલી વૃદ્ધિને જોતાં દેશમાં નેચરલ ગેસનો વપરાશ 174mmscmdથી વધી 2030 સુધીમાં રોજિંદા 550 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર્સ સુધી વધવાનો આશાવાદ છે.

ગેઈલના માર્કેટિંગ ડિરેક્ટર ઈએસ રંગનાથને જણાવ્યા પ્રમાણે, 2070 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવાની પ્રતિબદ્ધતા સાથે ભારતીય ઈકોનોમી ઝડપથી ક્લિન અને ઓછુ ઉત્સર્જન કરતાં ગેસ જેવા સ્રોતો તરફ વળી છે. અમારી પાસે હવે પ્રાઈમરી એનર્જી મિક્સમાંથી કોલસાને તબક્કાવાર ઘટાડવાની દિશામાં ચોક્કસ નીતિ છે અને ભારતની ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખી બ્લુ હાઇડ્રોજન અને એમોનિયા જેવા ઉત્પાદનો સાથે ગેસની ભૂમિકા મહત્વની બનશે.

સરકારે પણ 2030 સુધી પ્રાઈમરી એનર્જી બાસ્કેટમાં નેચરલ ગેસનો હિસ્સો વધારી 15 ટકા કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે. હાલ 6.2 ટકા છે. જ્યારે કુલ ઉર્જા માગમાં એન્વારમેન્ટ ફ્રેન્ડલી ફ્યુલનો હિસ્સો માત્ર 2 ટકા છે. રિટેલ સીએનજી, અને સીટી ગેસ નેટવર્ક પ્રિ-કોવિડ સ્તરથી વધ્યાં છે. સ્થાનિક ઉત્પાદનો કુલ નેચરલ ગેસ માગના 49 ટકા પુરવઠો પૂરો પાડી રહ્યાં છે. બાકીની માગ એલએનજીની આયાત દ્વારા પૂરી પાડવામાં આવે છે.

મૂડીરોકાણની જરૂર
આગામી પાંચથી આઠ વર્ષમાં ટર્મિનલ બનાવવા અને પાઈપલાઈન નાખવા સહિત કુદરતી ગેસના ઉપયોગના વિસ્તરણ માટે ભારતને આગામી 5-8 વર્ષમાં રૂ. 1.6 લાખ કરોડના રોકાણની જરૂર પડશે. સ્ટીલ, ઓઈલ રિફાઈનરીઝ, લોંગ-હોલ ટ્રાન્સપોર્ટ, હિટિંગ, કુલિંગ જરૂરિયતો સહિતની બ્લાસ્ટ ફર્નેસનો ઉપયોગ કરતી ઈન્ડસ્ટ્રીમાંથી ગેસની મોટી માંગ આવવાની અપેક્ષા છે.

અન્ય સમાચારો પણ છે...