તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Assets Not To Be Confiscated, Stay On Delhi High Court Order, Proceedings Stayed For Four Weeks

ફ્યુચર ગ્રુપને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત:નહિ જપ્ત થાય સંપત્તિઓ, દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે, ચાર સપ્તાહ માટે રોકાઈ કાર્યવાહી

નવી દિલ્હી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાઈકોર્ટ, CCI, NCLT અને SEBIમાં ચાલી રહેલી કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો
  • ફ્યૂચર રિટેલના વકીલોએ સુપ્રીમ કોર્ટેને ઝડપથી સુનાવણી કરવાની અપીલ કરી હતી

સુપ્રીમ કોર્ટે ફ્યૂચર ગ્રુપની સંપત્તિ જપ્ત કરવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ પર ચાર સપ્તાહનો સ્ટે લગાવ્યો છે. ફ્યૂચર રિટેલ, ફ્યૂચર કંપની અને ફ્યૂચર ગ્રુપના પ્રમોટર કિશોર બિયાનીને તેનાથી મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે માર્ચમાં ફ્યુચર ગ્રુપની કંપનીઓ- ફ્યૂચર રિટેલ અને ફ્યૂચર કંપનીની સંપત્તિઓને કુર્ક કરવાનો આદેશ આપ્યો હતો.

રિલાયન્સ રિટેલમાં ફ્યૂચર રિટેલની મર્જરની ડીલનો મામલો
ઉચ્ચતમ ન્યાયાલયે અેમેઝોનની અપીલ પર ફ્યુચર ગ્રુપની વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર આજે પ્રતિબંધ લગાવી દીધો છે. જાણીતી અમેરિકન રિટેલરે સિંગાપુરમાં ઈમરજન્સી આર્બિટ્રેટર એવોર્ડને લાગુ કરવાની અપીલ દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં હતી. એવોર્ડમાં ફ્યુચર ગ્રુપને રિલાયન્સ રિટેલની સાથે 24731 કરોડ રૂપિયાની મર્જર ડીલ કરવાથી રોકવામાં આવ્યું છે.

હાઈકોર્ટ, CCI, NCLT અને SEBIમાં ચાલી રહેલી કાર્યવાહી પર પ્રતિબંધ
ચીફ જસ્ટિસ એન વી રમનાની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે મામલામાં દિલ્હી હાઈકોર્ટ અને બીજી ઓથોરિટીઝ- CCI, NCLT અને SEBIમાં ચાલી રહેલી તમામ કાર્યવાહી પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. કોઈ પણ મામલામાં આગામી ચાર સપ્તાહ સુધી અંતિમ આદેશ આપવામાં આવશે નહિ. ત્યાં સુધી એમેઝોનની અપીલ પર ફ્યુચરની આપત્તિને લઈને ઈમરજન્સી આર્બિટ્રેટરનો ચુકાદો આવી જશે.

સુપ્રીમ કોર્ટે 3 સપ્ટેમ્બરે નવી તારીખ આપવાની વાત કહી હતી
સુપ્રીમ કોર્ટે મામલામાં ફ્યૂચર ગ્રુપનો પક્ષ રાખી રહેલા સિનિયર એડવોકેટ હરીશ સાલ્વે અને મુકુલ રોહતગી અને એમેઝોનના વકીલ સિનિયર એડવોકેટ ગોપાલ સુબ્રમણ્યમની દલીલ સાંભળ્યા પછી આદેશ આપવામાં આવ્યો. 3 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટના ઓર્ડરને પડકારતી ફ્યૂચર રિટેલની અરજી પર નવી તારીખ આપશે.

હાઈકોર્ટની સુનાવણીની આગામી તારીખ 16 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી
ફ્યૂચર રિટેલના વકીલોએ સુપ્રીમ કોર્ટેને ઝડપથી સુનાવણી કરવાની અપીલ કરી હતી. હાઈકોર્ટ કહ્યું હતું કે ઉચ્ચતમ ન્યાયાલયમાંથી સ્ટે ન મળવા પર ઈમરજન્સી આર્બિર્ટ્રેટર એવોર્ડને લાગુ કરાવવામાં આવશે. તેની સુનાવણી આગામી 16 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી હતી. આ કારણે કંપનીના વકીલોએ સુપ્રીમ કોર્ટને મામલો 9 સપ્ટેમ્બરે સાંભળવાની અપીલ કરી.