તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Free Import Period Extended To Control Pulses Prices, Prices Of Agri Commodities Likely To Fall

એગ્રિ કોમોડિટી|:કઠોળની કિંમત કાબૂમાં રાખવા ફ્રી આયાતની મુદત વધી, એગ્રિ કોમોડિટીમાં ભાવ ઘટવાની સંભાવના

નવી દિલ્હી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારે તુવેર, અડદની ફ્રી આયાત 31 ડિસેમ્બર સુધી લંબાવી, ભાવ ઘટી શકે

ખાદ્યપદાર્થોની કિંમતોને કાબૂમાં લેવા માટે સરકાર દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં ખાદ્યતેલોની તેજીને અટકાવવા માટે સમયાંતરે બે વખત આયાત ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો ત્યાર બાદ સરકારે હવે કઠોળની ફ્રી આયાત ડ્યૂટીની મર્યાદા લંબાવી છે.

સરકારે કઠોળની આયાત મર્યાદા વર્ષે 31 ડિસેમ્બર સુધી લંબાવી છે જેમાં તુવેર વટાણા અને અડદનો સમાવેશ થાય છે. ભારત વિશ્વમાં કઠોળનું સૌથી મોટું ઉત્પાદક અને વપરાશકાર છે. વાણિજ્ય મંત્રાલયની સૂચના અનુસાર, 31 ડિસેમ્બર, 2021 ના ​​રોજ અથવા તે પહેલાં રજૂ કરાયેલા બિલ ઓફ લેડીંગ સાથે આ વસ્તુઓની આયાત કન્સાઇમેન્ટ 31 જાન્યુઆરી, 2022 થી કસ્ટમ્સ દ્વારા મંજૂરી આપવામાં આવશે નહીં.

આ વર્ષે મે મહિનામાં સરકારે આ આયાતોને પ્રતિબંધિતથી મુક્ત કેટેગરીમાં મૂકી હતી. પ્રતિબંધિત શ્રેણી હેઠળ, આયાતકારને આયાત માટે પરવાનગી અથવા લાયસન્સની જરૂર હોય છે. ટ્રેડ નોટિસમાં મંત્રાલયે જણાવ્યું હતું કે 2021-22 સમયગાળા માટે કઠોળની પ્રતિબંધિત આયાત અધિકૃતતા માટે આયાતકારો દ્વારા જમા કરાયેલી અરજી ફી પરત કરવાની પ્રક્રિયા નક્કી કરી છે.

કોમોડિટી એક્સચેન્જ MCXના ટર્નઓવરમાં ઘટાડો
દેશની ટોચની કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સએ બુલિયન ટ્રેડિંગમાં ઘટતા વેપાર વચ્ચે તેનું સરેરાશ દૈનિક ટર્નઓવર ઝડપથી ઘટી રહ્યું છે. એમસીએક્સ (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) નું મહિનાવાર સરેરાશ દૈનિક ટર્નઓવર આ વર્ષે ઓગસ્ટમાં ઘટીને લગભગ રૂ. 24,000 કરોડ થયું હતું જે ઓગસ્ટ 2020માં 43,262 કરોડ રૂપિયાથી વધુ હતું. મે મહિના સિવાય, ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીના દરેક મહિનામાં સરેરાશ દૈનિક ટર્નઓવર રૂ. 30,000 કરોડથી નીચે રહ્યું છે. બીજી બાજુ, BSE એ ચાલુ નાણાકીય મહિનામાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ માટે સરેરાશ દૈનિક રૂ. 3,000 કરોડથી વધુનું ટર્નઓવર જાળવી રાખ્યું છે, જોકે તેણે ઓગસ્ટ 2020 માં રૂ. 3,420 કરોડથી ચાલુ વર્ષે ઓગસ્ટમાં રૂ. 3,132 કરોડ ટર્નઓવર સુધી પહોંચ્યા હતા. એનસીડીઈએક્સ ઓગસ્ટ 2021 માં તેનું સરેરાશ દૈનિક ટર્નઓવર વધીને રૂ. 2,444 કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 1,139 કરોડ હતું.

એલ્યુમિનિયમના ભાવ 13 વર્ષની ટોચે, છેલ્લા 3 સપ્તાહમાં 15 ટકા વધ્યાં
​​​​​​​એલ્યુમિનિયમની માગ સતત વધી રહી છે. બીજી બાજુ સપ્લાય પર પ્રતિબંધ હોવાથી 13 વર્ષમાં પ્રથમ વખત આ ધાતુના ભાવ 3000 ડોલર પ્રતિ ટને પહોંચ્યા છે. એલ્યુમિનિયમના ભાવ 50 ટકા વધ્યા છે. ગુયાના બોક્સાઈટ માઈનિંગ, અને જમૈકાની એલ્યુમિના રિફાઈનિંગથી માંડી ચીન અને તેની બહાર એલ્યુમિનિયમ પીગાળતી તમામ ઈન્ડસ્ટ્રીઝમાં સપ્લાય પર જોખમ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...