• Gujarati News
  • Business
  • Four Startups, Including Paytm And Zomato, Now In Large Cap: MFI Releases Stock Classification For Six Months

ભાસ્કર ખાસ:પેટીએમ,ઝોમેટો સહિત ચાર સ્ટાર્ટઅપ કંપનીઓ હવે લાર્જ કેપમાં: એમ્ફીએ છ મહિના માટે શેરનું વર્ગીકરણ રજૂ કર્યું

મુંબઇ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીઓનું વર્ગીકરણ છ મહિનાની સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે

મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના સંગઠન એમ્ફીએ સેબીના ધોરણો મુજબ અર્ધવાર્ષિક ધોરણે કંપનીઓના શેરનું નવું વર્ગીકરણ કર્યું છે. નવી યાદી ફેબ્રુઆરી-જુલાઈ 2022 માટે છે. જેમાં તાજેતરમાં લિસ્ટેડ સ્ટાર્ટઅપ કંપનીઓ ઝોમેટો, નાયકા, પેટીએમ, પોલિસીબઝાર સહિત 13 કંપનીઓના શેર લાર્જ કેપ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે.

બ્રોકરેજ ફર્મ એડવાઈસના અહેવાલ મુજબ એમ્ફીએ બંધન બેંક, બોશ અને ઓરોબિંદો ફાર્મા સહિત 20 કંપનીઓને લાર્જ-કેપથી મિડ-કેપ કેટેગરીમાં ડિમોટિવેટ કરી છે. આ સિવાય સ્મોલ કેપ કેટેગરીમાંથી 9 કંપનીઓના શેર મિડકેપ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સ્મોલ કેપ કેટેગરીમાં 32 નવી કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ સમયે 20 કંપનીઓને મિડકેપમાંથી સ્મોલ કેપમાં ટ્રાન્સફર કરવામાં ‌આવ્યા છે.

2017માં,સેબીએ રોકાણની દુનિયામાં એકરૂપતા લાવવા માટે લાર્જ કેપ, મિડકેપ અને સ્મોલ કેપ કંપનીઓની વ્યાખ્યા કરી હતી. સેબીના પરિપત્ર મુજબ,એમ્ફી કંપનીઓની છ મહિનાની સરેરાશ માર્કેટ કેપિટલાઝેશનના આધારે વર્ષમાં બે વાર કંપનીઓનું વર્ગીકરણ કરે છે. શેરબજારમાં નોંધાયેલી ટોચની 100 કંપનીઓને લાર્જ કેપ કહેવામાં આવે છે. નીચેની 250 કંપનીઓને મિડકેપ અને બાકીની કંપનીઓને સ્મોલ કેપ કહેવામાં આવે છે.

એમ્ફીના નિયમોના આધારે આ કંપનીઓ બની લાર્જકેપ
ઝોમેટો, નાયકા, પેટીએમ, પોલિસીબજાર, માઇન્ડટ્રી, એસઆરએફ, આઇઆરસીટીસી, તાતા પાવર, એમ્ફેસિસ, ગોદરેજ પ્રોપર્ટીઝ, મેક્રોટેક ડેવલપર્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને જેએસડબલ્યૂ એનર્જી

​​​​​​​આ કંપનીઓનું મિડકેપમાં ટ્રાન્સફર
બંધન બેંક, બોશ, ચોલામંડલમ ઈન્વેસ્ટ એન્ડ ફિન, પી એન્ડ જી હાઈજીન એન્ડ હેલ્થ કેર, ઓરોબિંદો ફાર્મા, એનએમડીસી, લ્યુપિન, બેંક ઓફ બરોડા, બાયોકોન, કોલગેટ-પામોલીવ ઈન્ડિયા, પીએનબી, હની વેલ ઓટોમેશન, યસ બેંક, સ્ટાર હેલ્થ, ક્લીન સાયન્સ એન્ડ ટેકનોલોજી , નુવોકો વિસ્ટાસ કોર્પ., આદિત્ય બિરલા સન લાઈફ એએમસી, જીઆર ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ, એપ્ટસ વેલ્યુ હાઉસિંગ ફાઈનાન્સ ઈન્ડિયા અને દેવયાની ઈન્ટરનેશનલ

​​​​​​​આ કંપનીઓ સ્મોલકેપમાંથી મિડકેપમાં
ગુજરાત ફ્લોરોકેમિકલ્સ, હેપીએસ્ટ માઈન્ડ ટેક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ, નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન, ટ્રાઈડેન્ટ, પ્રેસ્ટીજ એસ્ટેટ પ્રોજેક્ટ્સ, ગ્રિન્ડવેલ નોર્ટન અને સીજી પાવર એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ.

આ કંપનીઓ મિડકેપથી સ્મોલકેપમાં ટ્રાન્સફર
​​​​​​​​​​​​​​ફોનિક્સ મિલ્સ, એલેમ્બિક ફાર્મા, મણિપ્પુરમ ફાઇનાન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, બ્લુ ડાર્ટ એક્સપ્રેસ, વેબકો ઈન્ડિયા, એપોલો ટાયર્સ, બેંક ઓફ મહારાષ્ટ્ર, એફેલ ઈન્ડિયા, ઈન્ડિગો પેઈન્ટ્સ, આરબીએલ બેંક અને જુબિલન્ટ ફાર્મોવા.

અન્ય સમાચારો પણ છે...