કાર્યવાહી:SBIના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૌધરીની ધરપકડ, 14 દિવસની જ્યુડિ. કસ્ટડી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોદાવન જૂથની 200 કરોડની પ્રોપર્ટી 25 કરોડમાં વેચવાનો મામલો

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૌધરીની જેસલમેર પોલીસે દિલ્હીસ્થિત તેમના નિવાસ સ્થાનેથી રવિવારે ધરપકડ કરી હતી. એક લોન કૌભાંડના કેસમાં તેમની વિરુદ્ધ તપાસ ચાલતી હતી. જેસલમેરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ કેસના બીજા આરોપી આલોક ધીરને પોલીસ હજુ પકડી નથી શકી. પ્રતીપ ચૌધરી પર આરોપ છે કે, તેમણે જેસલમેરની એક હોટલને ખોટી રીતે વધુ કિંમતે વેચી દીધી હતી. જેસલમેરમાં ગોદાવન જૂથની આશરે રૂ. 200 કરોડની પ્રોપર્ટી હતી.

આ જૂથ લોન નહીં ચૂકવી શકતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તે જપ્ત કરી લેવાઈ હતી. બાદમાં ચૌધરીએ બેન્કના નિયમોની વિરુદ્ધ તે રૂ. 25 કરોડમાં વેચી દીધી હતી. પોલીસના મતે, આ જૂથે 2008માં હોટલ બનાવવા માટે દેશની સૌથી મોટી બેન્ક એસબીઆઈ પાસેથી રૂ. 25 કરોડની લોન લીધી હતી. લોન નહીં ચૂકવી શકતા આ કાર્યવાહી કરાઈ હતી.

ઓછા ભાવે હોટલ ખરીદનારી કંપનીમાં નોકરી બાદ કૌભાંડ
SBIએ ગોદાવન જૂથની બની રહેલી હોટલ અને તેની એક ચાલુ હોટલ જપ્ત કરી લીધી હતી. બાદમાં પ્રતીપ ચૌધરી નિવૃત્ત થઈને બજાર ભાવથી ઓછા ભાવે હોટલ ખરીદતી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ થઈ ગયા હતા. આ કંપનીએ 2016માં તેમની મદદથી જ ગોદાવન જૂથની હોટલ રૂ. 25 કરોડમાં ખરીદી લીધી. હોટલ વેચાયા પછી ગોદાવન જૂથના માલિકો કોર્ટમાં ગયા. હાલ પ્રોપર્ટીની કિંમત રૂ. 200 કરોડ છે.

અન્ય સમાચારો પણ છે...