દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે વર્ષ 2021-22માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 21.34 અબજ ડોલરનું વિદેશી રોકાણ જોવા મળ્યું છે. જેમાં વાર્ષિક સ્તરે 76 ટકાની વૃદ્વિ નોંધાઇ છે. વાણિજ્ય મંત્રાલય અનુસાર સરકારે FDI પોલિસી હેઠળ ઇન્શ્યોરન્સ, ડિફેન્સ, ટેલિકોમ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ, ફાર્માસ્યુટિકલ્સ, રિટેલ ટ્રેડિંગ અને ઇ-કોમર્સ જેવા સેક્ટર્સ માટે કેટલાક સુધારા અમલી બનાવ્યા છે.
ભારતમાં રોકાણ કરવાની દૃષ્ટિએ સૌથી ટોચના રોકાણકારોમાં સિંગાપોર (27.01 ટકા) અને યુએસ (17.94 ટકા)નો સમાવેશ થાય છે. ત્યારબાદ આ યાદીમાં મોરેશિયસ (15.98 ટકા), નેધરલેન્ડ (7.86 ટકા) અને સ્વિત્ઝર્લેન્ડ (7.31 ટકા) સામેલ છે. દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં FDIનો પ્રવાહ FY 2020-21ના 12.09 બિલિયન ડોલરની તુલનાએ 76 ટકા વધીને FY 2021-22માં 21.34 અબજ ડોલર નોંધાયો છે.
વર્તમાન મહામારી અને વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતમાં 2021-22માં 84.83 બિલિયન ડોલરનો સર્વોચ્ચ FDI પ્રવાહ નોંધાયો છે. સૌથી વધુ વિદેશી રોકાણ પ્રાપ્ત કરનારા ટોચના પાંચ રાજ્યોમાં કર્ણાટક (37.55 ટકા), મહારાષ્ટ્ર (26.26 ટકા), દિલ્હી (13.93 ટકા), તમિલનાડુ (5.10 ટકા) અને હરિયાણા (4.76 ટકા) છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.