ટ્રેન્ડ પોઝિટીવ:વિદેશી રોકાણ સાત વર્ષની ટોચે રેકોર્ડ 27 અબજ ડોલરનું FDI

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંગલ વિન્ડો ક્લિયરન્સ પ્લેટફોર્મથી રોકાણમાં આકર્ષણ

ભારતમાં કોવિડ મહામારી બાદ વિદેશી રોકાણ સતત વધી રહ્યું છે. માળખાગત સુધારા સાથે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) સતત વધી છેલ્લા સાત વર્ષની ટોચે પહોંચ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી જુલાઈ દરમિયાન એફડીઆઈ 62 ટકા વધી 27 અબજ ડોલર નોંધાયું છે. તેમજ આગામી સમયમાં પણ ટ્રેન્ડ પોઝિટીવ રહેવાનો આશાવાદ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.

ભારત વિશ્વમાં તેની શ્રેષ્ઠ ગુણવત્તાના માપદંડો જાળવવા ફોકસ કરી રહ્યું છે. ભારતે સ્થાનિકની સાથે સાથે નિકાસ બજારોમાં શ્રેષ્ઠ પ્રોડક્ટ્સ અને સર્વિસિઝ પહોંચાડવાની જરૂર છે. ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ્સ (એફટીએ) માટે યુએઈ, ઓસ્ટ્રેલિયા, યુકે, યુરોપિયન યુનિયન, ઈઝરાયલ, જીસીસી ગ્રુપ સહિત દેશો સાથે કરાર કર્યાં છે.

યુએઈ સાથે આગામી 60-100 દિવસનો એફટીઆઈ, ઓસ્ટ્રેલિયા સાથે પણ 60-100 દિવસનો વચગાળાનો કરાર, ઈયુ સાથે ટૂંકસમયમાં કામ શરૂ કરીશું. જ્યારે કેનેડા સાથે આ મામલે કામગીરી જારી છે. મલ્ટી નેશનલ કંપનીઓ ભારતનો ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉપયોગ કરી રહી છે. ગોયલે કહ્યું હતું કે, આગામી ટૂંકસમયમાં સિંગલ વિન્ડો ક્લિયરન્સ પ્લેટફોર્મ પર વધુ રાજ્યોને આવરી લેવામાં આવશે.

જે વધુને વધુ ઈન્ટરનેશનલ ટેલેન્ટને ભારતમાં લઈ આવશે. નવી બિઝનેસ તકો વધવા સાથે ઈન્ડસ્ટ્રીના વિસ્તરણ ઝડપી બનશે. એફટીએ અંતર્ગત બે ટ્રેડિંગ પાર્ટનર્સ મહત્તમ સંખ્યામાં માલ-સામાનના પરિવહન પર કસ્ટમ ડ્યુટી ઘટાડી કે દૂર કરી શકે છે. હળવા નિયમોના કારણે સર્વિસિઝમાં વેપાર વૃદ્ધિ સાથે રોકાણો વેગવાન બન્યાં છે.

અન્ય સમાચારો પણ છે...