• Gujarati News
  • Business
  • Reliance Industries Becomes Country's Best Employer, Among 19 Indian Companies In The List

ફોર્બ્સનો વર્લ્ડ બેસ્ટ એમ્પલોયર-2021નો રિપોર્ટ:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની બેસ્ટ એમ્પલોયર કંપની બની, લિસ્ટમાં ભારતની 19 કંપનીઓમાં સામેલ

મુંબઈ12 દિવસ પહેલા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની બેસ્ટ એમ્પલોયર કંપની બની ગઈ છે. બિઝનેસ મેગેઝીન ફોર્બ્સે વિશ્વના બેસ્ટ એમ્પલોયરનું લિસ્ટ બહાર પાડ્યું છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણીની આગેવાનીવાળી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેની સાથે જ વિશ્વમાં રિલાયન્સને 52મો નંબર આપવામાં આવ્યો છે. આ લિસ્ટમાં વિશ્વની 750 મોટી કંપનીઓને સામેલ કરવામાં આવી છે. ભારતની કુલ 19 કંપનીઓએ આ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.

ટોપ 100 કંપનીઓમાં જગ્યા મેળવનાર ભારતીય કંપનીઓમાં ICICI બેન્કને 65માં, HDFC બેન્ક 77માં અને HCL ટેક્નોલોજી 90માં ક્રમે છે.

કોરોનામાં રિલાયન્સે ઉઠાવ્યું પગલુ
કોવિડ-19ના સમયે જ્યારે દરેક કામ-ધંધા બંધ પડી રહ્યાં હતા, ત્યારે કર્મચારી તેની નોકરીની ચિંતા કર્યા વગર કામ કરી શકે તે માટે રિલાયન્સે કર્મચારીના વેતનમાં પણ કાપ મૂક્યો નહોતો. આ સિવાય તેની સારવારની જરૂરિયાતો અને પરિવારના વેક્સિનેશનનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. રિલાયન્સે એ પણ નક્કી કર્યું કે કોરોનાના કારણે જે કર્મચારીઓનું મૃત્યુ થયું, તેના આશ્રિતોનું ભવિષ્ય સુરક્ષિત રહે.

સેમસંગ બની વિશ્વની બેસ્ટ એમ્પલોયર કંપની
સાઉથ કોરિયાની કંપની સેમસંગને વર્લ્ડ બેસ્ટ એમ્પલોયર હોવાની નામના મળી છે. તેની સાથે જ તે લિસ્ટમાં પ્રથમ નંબરે છે. બીજાથી 7માં ક્રમ સુધી અમેરિકાની કંપનીઓનો કબજો છે. તેમાં IBM, માઈક્રોસોફટ, અમેઝોન, એપલ, આલ્ફાબેટ અને ડેલ ટેક્નોલોજી જેવી કંપનીઓ સામેલ છે. તે પછી 8માં નંબરે હુવાવે છે, જે પહેલા 10માં સામેલ થનારી એક માત્ર ચીનની કંપની છે. 9માં નંબરે અમેરિકાની અડોબી અને 10માં પર જર્મનનીના BMW ગ્રુપનો કબજો છે.

58 દેશોના 1.50 લાખ કર્મચારીઓને સર્વેમાં સામેલ કરાયા
માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટાની સાથે મળીને ફોર્બ્સે વિશ્વના બેસ્ટ એમ્પલોયરનું વાર્ષિક લિસ્ટ તૈયાર કર્યું છે. રેન્કિંગ નક્કી કરવા માટે સ્ટેટિસ્ટાએ ઈન્ટરનેશનલ કંપનીઓ અને સંસ્થાઓમાં કામ કરતા 58 દેશોના 1,50,000 કર્મચારીને સર્વેમાં સામેલ કર્યા. લિસ્ટમાં સામેલ થવા માટે કંપનીઓએ ઘણા માપદંડોમાંથી પસાર થવાનું હોય છે.

અન્ય સમાચારો પણ છે...