તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • For The First Time In 73 Years The Budget Document Will Not Be Printed, The Finance Minister Will Address By Soft Copy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ પર કોરોનાની અસર:73 વર્ષમાં પ્રથમ વખત બજેટ દસ્તાવેજ નહીં છપાય, નાણાં મંત્રી સોફ્ટ કોપી દ્વારા કરશે સંબોધન

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસદના સભ્યોને બે વિકલ્પો આપવામાં આવ્યા હતા: બધાને સોફ્ટ કોપી અથવા કોઈને નહીં
  • જે સંસદ સભ્ય ટેક સેવી નહીં, તેમના માટે મર્યાદિત સંખ્યામાં નકલો છાપવાનું શક્ય નહોતું.

આઝાદી બાદ (91947)થી દાર વર્ષે છાપવામાં આવી રહેલ બજેટ દસ્તાવેજ પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાના સંક્રમણના ડરના કારણે આ વખતનું બજેટ 2021-22 માટેના દસ્તાવેજો છાપવામાં આવી રહ્યા નથી. સરકારને આ માટે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષની મંજૂરી મળી ગઈ છે. સંસદના તમામ સભ્યોને આ વખતે બજેટ દસ્તાવેજોની સોફ્ટ કોપી આપવામાં આવશે.

એવામાં આ વખતે બજેટના દિવસે સંસદની બહાર દસ્તાવેજ પહોચડતા ટ્રક નજરે નહીં પડે. કેન્દ્રીય બજેટનું છાપકામ ડર વર્ષે નાણાં મંત્રાલયના પ્રિન્ટીંગ પ્રેસમાં થાય છે. નાણાં મંત્રાલયનું કહેવું છે કે બજેટના દસ્તાવેજોના છાપકામ માટે 100થી વધુ લોકોને બે સપ્તાહ સુધી એક જ જગ્યા પર રાખવા પડે છે. કોરોનાને ધ્યાનમાં રાખીને સરકાર આટલા લોકોને આટલા લાંબા સમય સુધી પ્રિન્ટીંગ પ્રેસમાં રાખી શકે નહીં.

સોફ્ટ કોપી બાબતે સાંસદોને મનાવવામાં ભારે મુશ્કેલીઓ પડી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સોફ્ટ કોપી માટે સાંસદોને મનાવવા માટે લોકસભા અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષને ઘણી મુશ્કેલીઓ ઉઠાવવી પડી હતી. બજેટના ડૉક્યુમેન્ટને લઈને બે વિકલ્પ રાખવામા આવ્યા હતા. તમામ સાંસદોને સોફ્ટ કોપી આપવામાં આવે અથવા કોઈને પણ નહીં. ઉપરાંત જે સંસદ સભ્ય ટેક સેવી નહિઁ, તેમના માટે મર્યાદિત સંખ્યામાં નકલો છાપવાનું શક્ય નથી. એવી દલીલ કરવામાં આવી હતી કે જો દસ્તાવેજો છાપવામાં આવશે તો તેને લાવવા-લઈ જવામાં કોરોનાના સંક્રમણનું જોખમ થઈ શકે છે.

એક પખવાડિયા પહેલા હલવા સમારોહથી છાપવાની પ્રક્રિયાની શરૂઆત
સ્વતંત્ર ભારતમાં સૌ પ્રથમ 26 નવેમ્બર 1947ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. તેના દસ્તાવેજો ત્યારથી દર વર્ષે છાપવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રાલય બજેટ દસ્તાવેજોની છાપકામની શરૂઆત નિમિત્તે દર વર્ષે હલવા સમારોહ યોજે છે. સમારોહનું આયોજન સંસદમાં બજેટ રજૂ કરવાના એક પખવાડિયા પહેલા ઉત્તર બ્લોકના ભોંયરામાં યોજાય છે. હવે સવાલ એ છે કે બજેટ છાપવામાં નહીં આવે ત્યારે હલવા સમારોહ પણ વિધિવત યોજાશે કે નહીં?

બજેટ પ્રકિયામાં 3 મહત્વના બદલાવ

1. ચામડાની બેગમાં બજેટ
નાણાં પ્રધાનના બજેટ દસ્તાવેજો સામાન્ય રીતે ચામડાની બેગમાં લઈ જાય છે. આ પરંપરાની શરૂઆત દેશના પ્રથમ નાણાં પ્રધાન (1947-1949) આર.કે. શણમુખમ ચેટ્ટીએ કરી હતી. 2019 અને 2020માં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે બજેટના દસ્તાવેજોને પરંપરાગત લાલ રંગની વહીખાતામાં લઈ ગયા હતા.

2. સાંજે 5 વાગ્યાના બદલે સવારે 11 વાગે રજૂ થવા લાગ્યું
બજેટ રજૂ કરવાના સમયમાં પણ સામાની સાથે બદલાવ થયો. 1999 સુધી બજેટ ફેબ્રુઆરીના કામકાજના છેલ્લા દિવસે સાંજે પાંચ વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણાં મંત્રી રહેલા યશવંત સિન્હાએ આ પરંપરામાં બદલાવ કર્યો હતો અને બજેટને સવારે 11 વાગ્યે રજૂ કરવાની શરૂઆત કરી હતી.

3. રેલ બજેટ પણ સામાન્ય બજેટનો ભાગ બન્યું
2016માં તત્કાલીન નાણાં મંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી હતી કે હવેથી કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત 92 વર્ષથી અલગથી રજૂ થતું આવી રહેલું રેલ બજેટને પણ કેન્દ્રીય બજેટમાં સમાવેશ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser