તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાફેલની ગતિએ અદાણીની પ્રગતિ:વિશ્વના ટોપ 20 અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની એન્ટ્રી, એક દિવસમાં સંપત્તિમાં રૂ. 36,000 કરોડનો વધારો થયો

અમદાવાદ10 દિવસ પહેલા
  • 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થમાં અંદાજે 8 ગણો વધારો થયો
  • મુકેશ અંબાણી કરતાં ગૌતમ અદાણી હવે રૂ. 1.10 લાખ કરોડ પાછળ

વિશ્વના સૌથી ધનિકોના ક્રમાંકમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ફોર્બ્સની યાદી મુજબ, આજે 6 એપ્રિલના રોજ તેમની સંપત્તિમાં 4.9 અબજ ડોલર (આશરે રૂ. 36,000 કરોડ)થી પણ વધારેનો ગ્રોથ થયો છે અને આ સાથે જ વિશ્વના બિલિયોનેરની યાદીમાં તેઓ પહેલીવાર 20મા ક્રમે પહોંચ્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા મુજબ, ગૌતમ અદાણીની નેટવર્થ અત્યારે 61.4 અબજ ડોલર (અંદાજે રૂ. 4.5 લાખ કરોડ) પર પહોંચી છે.

2020માં ગૌતમ અદાણી 155મા ક્રમે હતા
ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ 2020 મુજબ, ગૌતમ અદાણી 8.9 અબજ ડોલર (અંદાજે રૂ. 65,300 કરોડ)ની સંપત્તિ સાથે વિશ્વના અમીરોમાં 155મા ક્રમે હતા. આ રીતે જોઈએ તો 2020ની તુલનાએ ગૌતમ અદાણીની નેટવર્થ અંદાજે 8 ગણી વધી છે.

મુકેશ અંબાણી પાછળ જઈ રહ્યા છે
એક સમયે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી વિશ્વના અમીરોની યાદીમાં 5મા ક્રમે પહોંચી ગયા હતા, જોકે 2021ની શરૂઆતથી તેમની નેટવર્થમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલિયોનેર લિસ્ટ મુજબ, આજે 6 એપ્રિલે મુકેશ અંબાણીની નેટવર્થ 1.8 અબજ ડોલર (આશરે 13,200 કરોડ) ઘટીને 76.4 અબજ ડોલર (અંદાજે રૂ. 5.60 લાખ કરોડ) થઈ છે. આ યાદીમાં અંબાણી નીચે ઊતરીને 12મા ક્રમે પહોંચ્યા છે.

અદાણી અને અંબાણી વચ્ચે માત્ર રૂ. 1.10 લાખ કરોડનો તફાવત
મુકેશ અંબાણી અંબાણી આજે પણ ભારતના સૌથી આમિર વ્યક્તિ છે. 2020 મુજબ, આ બંનેની સંપત્તિ વચ્ચેનો તફાવત રૂ. 2 લાખ કરોડ જેટલો હતો, જ્યારે આ તફાવત અત્યારે ઘટીને રૂ. 1.10 લાખ કરોડ થયો છે. અગાઉ જાણકારોએ એવું અનુમાન કર્યું હતું કે આગામી બે-ત્રણ વર્ષમાં અદાણી અને અંબાણીની સંપત્તિ એક સ્ટાર પર આવી શકે છે.

એક ઇવેન્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી (ફાઇલ ફોટો).
એક ઇવેન્ટમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી (ફાઇલ ફોટો).

શેરબજારની તેજીનો લાભ થયો
સ્ટોક માર્કેટ વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીના ગ્રુપની કંપનીઓમાં છેલ્લા એક વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. છેલ્લા એક વર્ષમાં અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓમાં 182થી 728% સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. આ તેજીનો લાભ ગૌતમ અદાણીને થયો છે અને તેની નેટવર્થમાં સતત વધારો થઈ રહ્યો છે.

2019 બાદ અંબાણી કરતાં અદાણીની સ્પીડ વધી
નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મ 2019માં શરૂ થઈ, ત્યાર બાદ ગૌતમ અદાણીનો ગ્રોથ ઘણો ઝડપી બન્યો છે. 2019-2021 વચ્ચેના ગાળામાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 147.72%નો વધારો થયો છે. એની સામે મુકેશ અંબાણીની સંપત્તિ 59.15% જેટલી જ વધી છે. ભાજપ સત્તા પર આવી ત્યારથી એટલે કે 2014થી ગણીએ તો વીતેલાં 8 વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિ 267% અને ગૌતમ અદાણીની સંપત્તિ 432% વધી છે. ગૌતમ અદાણીની નેટવર્થ વધારવામાં અદાણી ગ્રુપની એનર્જી સેક્ટરની કંપનીઓ અને એમાં પણ રિન્યુએબલ કંપની અદાણી ગ્રીનનો મહત્ત્વનો ફાળો છે. સરકારની પોલિસીઓ અદાણી ગ્રુપ માટે ઘણી જ ફેવરેબલ રહી છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો).
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો).

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો