નવો ટ્રેન્ડ:એફએમસીજી કંપનીઓએ ભાવમાં વૃદ્ધિને બદલે વજનમાં ઘટાડો કર્યો

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રિટેલ મોંઘવારી ગત મહિને આઠ વર્ષની ટોચે 7.9 ટકા નોંધાઈ છે. પરંતુ ગ્રાહકોના શોપિંગ બાસ્કેટમાં સાબુ, કુકીઝ, અને નમકીનની એમઆરપીમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. પરંતુ એનો અર્થ એવો નથી કે, એફએમસીજી કંપનીઓએ ઉત્પાદન ખર્ચનો બોજો પોતાના ખભે લીધો હોય, અને ગ્રાહકોને રાહત આપી હોય. પરંતુ એફએમસીજી કંપનીઓએ ભાવમાં વધારો કરવાને બદલે પેકેટ્સના વજનમાં ઘટાડો કર્યો છે.

એમઆરપીમાં કોઈ વધારો ન થતાં ઓછી આવક વર્ગના ગ્રાહકો પર મોંઘવારીનો બોજો પડ્યો નથી. પરંતુ વપરાશ પર નજીવી અસર કરી છે. આ રણનીતિ સંકોચન (શ્રીન્ક્ફ્લેશન) તરીકે ઓળખાય છે. હિન્દુસ્તાન યુનિલીવર, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, અને ડાબર ઈન્ડિયા સહિત મોટાભાગની એફએમસીજી કંપનીઓ આ રણનીતિ અપનાવી રહી છે. જેના મારફત ખાદ્ય તેલ, અનાજ અને ઈંધણના ભાવોમાં વૃ઼દ્ધિના નુકસાનની ભરપાઈ કરી રહી છે. આ ટ્રેન્ડ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકાની ઘણી કંપનીઓમાં જોવા મ‌ળ્યો છે.

સંકોચનની રણનીતિ આ રીતે સમજો
વિમ બાર રૂ. 10નો છે. પરંતુ તેનુ વજન 155 ગ્રામથી ઘટાડી 135 ગ્રામ થયુ છે. રૂ. 10માં મળતા હલ્દીરામના સીંગભુજિયા 55 ગ્રામના બદલે 45 ગ્રામ થયા છે. HUL લાઈફબોય સાબુના 10 અને 35 રૂપિયાના પેક વચ્ચે એક નવુ પેક લોન્ચ કર્યું છે.

વજનમાં ઘટાડો એકમાત્ર વિકલ્પ
હિન્દુસ્તાન યુનિલીવરના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રિતેશ તિવારીએ જણાવ્યુ હતુ કે, અમુક ખાસ કિંમતોના પેકેટના વજનમાં ઘટાડો એક માત્ર રસ્તો છે. બ્રિટાનિયાએ 2021-22માં પેકેટ્સના વજનમાં ઘટાડો કરીને ઉત્પાદન ખર્ચના 65%ની ભરપાઈ કરી છે. કંપનીના એમડી વરુણ બેરીએ મુજબ હવે વજનમાં વધુ ઘટાડો કરી શકીશું નહીં.

અન્ય સમાચારો પણ છે...