તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • FMCG, Auto Sector In Better Position Than Pre covid, Capital Goods, Service Sector Improvement

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર્સમાં સુધારો:FMCG, ઓટો સેક્ટર પ્રિ-કોવિડ કરતાં વધુ સારી સ્થિતિમાં, કેપિટલ ગુડ્સ, સર્વિસ સેક્ટરમાં સુધારો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશમાં કોરોના મહામારી અટકાવવા માટે લાદવામાં આવેલા વિશ્વના સૌથી કડક લોકડાઉનનું એક વર્ષ પૂર્ણ થયું છે. ઉદ્યોગ માટે આ તબક્કો કેવો રહ્યો હતો? શું ફેરફાર આવ્યા છે? આમાંથી ઉદ્યોગને શું શીખવા મળ્યું? આ પ્રશ્નો પર દૈનિક ભાસ્કરે ઉદ્યોગ સંસ્થા એસોચેમના પ્રમુખ વિનીત અગ્રવાલ સાથે વાતચીત કરી હતી. અહીં રજૂ છે વાતચીતના અંશ…

લોકડાઉનને એક વર્ષ વીતી ગયું છે. આ સમયગાળા દરમિયાન, ઈન્ડસ્ટ્રીઝ કોરોના અને લોકડાઉનની અસરોમાંથી કેટલી બહાર આવી છે?
GDPમાં સુધારો જોવા મળ્યો છે. ત્રીજા ક્વાર્ટરમાં GDP પોઝિટીવ ઝોનમાં નોંધાયો હતો. તેમાં વધુ સુધારાનીની અપેક્ષા છે. જો આપણે ત્રિમાસિક ધોરણે વાત કરીએ તો ઓટો, સ્ટીલ, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વગેરે ક્ષેત્રો પૂર્વ-કોવિડ સ્તરથી ઉપર આવી ગયા છે. પરિવહન અને બેંકિંગમાં સારી વૃદ્ધિ છે. કેપિટલ ગુડ્ઝ અને સર્વિસીસ ક્ષેત્ર, ખાસ કરીને હોસ્પિટાલિટીમાં હજી સુધારો જોવા મળ્યો નથી.

કોરોનાએ ઉદ્યોગોને કેવી અસર કરી છે?
કોરોના બાદથી ઈકોનોમીનુ ફોર્મલાઈઝેશન ઝડપથી થઈ રહ્યું છે. આપણી વપરાશ પદ્ધતિ બદલાઈ રહી છે. હાલ ઓમની ચેનલનો તબક્કો છે. આ ફેરફારોને જારી રાખવા માટે આપણે ડિજિટાઇઝ થવું પડશે. ઉત્પાદન ક્ષમતા વધારવી પડશે. ઉદ્યોગમાં સ્થાન જાળવી રાખવા માટે તમામે ડિજિટાઇઝેશન, ફોર્મેલાઈઝેશન અને પ્રોડક્ટિવિટી પર ભાર મૂકવો પડશે.

શું ઉદ્યોગ પોતાને ન્યૂ નોર્મલમાં ઢાળી રહ્યા છે, કે પછી કોરોના બાદ પણ જૂની પેટર્ન પર કામ થઈ શકશે?
મેં ઘણી કંપનીઓ સાથે વાત કરી છે. મોટાભાગનાએ તેમની કામગીરીની રીત બદલી છે. કોઈકે વર્ક ફ્રોમ હોમને વધુ પ્રોત્સાહન આપ્યું છે, કેટલીક કંપનીઓએ ડિજિટાઇઝેશન પર વધુ ખર્ચ કર્યો છે. કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. ઉદાહરણ તરીકે, 50 કરોડથી વધુ ટર્નઓવર પર 1 એપ્રિલથી ઇ-ઈનવોઈસ ફરજિયાત હોવું જોઈએ.

એકંદર ઉદ્યોગો કેટલા સમયમાં પ્રિ-કોવિડના સ્તરે પરત ફરશે?
અમારું અનુમાન છે કે નવા નાણાકીય વર્ષના અંત સુધીમાં સમગ્ર ઉદ્યોગો કોરોના દ્રારા થયેલા નુકસાનની ભરપાઈ કરશે. જે પ્રિ-કોવિડના સ્તરે પરત ફરવા સાથે મજબૂત ગ્રોથ નોંધાઈ શકે છે.

વેક્સિનેશન શરૂ થયુ છે. આશા છે કે કોરોનાથી ઝડપથી છૂટકારો મળશે. આવી સ્થિતિમાં ઉદ્યોગ સામે નવા પડકારો શું છે?
ડિમાન્ડ સાયકલની આગાહી કરવી મુશ્કેલ છે. માંગ કાયમી છે કે કામચલાઉ છે તે અંગે અંદાજ લગાવવો મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો