તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Flipkart To Launch Rs 75,000 Crore IPO In US Market, Walmart To Sell 25% Stake In Flipkart

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPO:ફ્લિપકાર્ટ US માર્કેટમાં 75 હજાર કરોડનો IPO લાવશે, વોલમાર્ટ ફ્લિપકાર્ટનો 25% હિસ્સો વેચશે

નવી દિલ્હી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વોલમાર્ટ અમેરિકી શેરબજારમાં ફ્લિપકાર્ટનો આઈપીઓ લાવે તેમ મનાય છે. આ માટે કંપનીએ ગોલ્ડમેન સાક્સની કન્સલટન્ટ તરીકે નિમણૂક કરી છે. કંપની ફ્લિપકાર્ટના આઈપીઓ દ્વારા 10 અબજ ડૉલર એટલે કે 75 હજાર કરોડ રૂપિયા મેળવવા ધારે છે. આ માટે વોલમાર્ટ તેનો ફ્લિપકાર્ટનો 25 ટકા હિસ્સો વેચશે.

આ અંગે જોડાયેલા સૂત્રોએ કહ્યું કે આઈપીઓ લાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે પરંતુ કોરોનાના રોગચાળાને કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટમાં 82.3 ટકા હિસ્સો વોલમાર્ટ પાસે છે. જ્યારે 5.21 ટકા હિસ્સો ચીનની કંપની ટેન્સેન્ટ પાસે છે. જ્યારે ફ્લિપકાર્ટના સહસ્થાપક બિન્ની બંસલ પાસે 1.45 ટકા હિસ્સો છે. જો આઈપીઓ સફળ રહેશે તો કોઈપણ ભારતીય કંપની દ્વારા વિદેશી બજારમાં કરાયેલું આ સૌથી મોટું લિસ્ટિંગ હશે.

ફ્લિપકાર્ટની માર્કેટ વેલ્યુ 40 અબજ ડૉલર હોવાનું મનાય છે. વોલમાર્ટે 2018માં 16 અબજ ડૉલરના ખર્ચે ફ્લિપકાર્ટ હસ્તગત કરી હતી. અન્ય સ્થાપકો શેર વેચીને બહાર નીકળી ગયા છે. માત્ર બિન્ની બંસલ પાસે નજીવો હિસ્સો બાકી રહ્યો છે. આ હિસ્સાથી તેમની પાસે વોટિંગ રાઈટ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો