વિવાદ / ફ્લેશ ઇલેક્ટ્રોનીક્સે અમેરિકામાં રોયલ એનફિલ્ડ સામે પેટન્ટના ઉલ્લંઘનનો કેસ કર્યો

Flash Electronics has filed a patent infringement case against Royal Anfield in the United States

  • પેટન્ટ પ્રોટેક્ટેડ છે તેવા યુરોપીયન માર્કેટમાં પણ દાવો કરશે
  • રોયલ એનફિલ્ડે સમાધાનના મુદ્દે ધ્યાન આપ્યુ ન હતું

divyabhaskar.com

May 20, 2019, 02:03 PM IST

અમદાવાદ: અગ્રણી ઇલેક્ટ્રોનીક અને ઇલેક્ટ્રિક ઓટો કોમ્પોનન્ટસ કંપની ફ્લેશ ઇલેક્ટ્રોનીક્સ ઇન્ડિયા લિમીટેડે રોયલ એનફિલ્ડ સામે ટુ વ્હીલર્સ અને મોટરસાયકલ્સ માટે અગત્યના કોમ્પોનન્ટના ઉત્પાદન વિશે પેટન્ટના ઉલ્લંઘનને પડકારતી એક ફરિયાદ અમેરિકામાં દાખલ કરી છે.ફાઇલ કરવાં આવેલી ફરિયાદ અનુસાર ફ્લેશના આરએન્ડડી વિભાગે 2014માં શોધ કર્યા બાદ 'રેગ્યુલેટર રેક્ટિફાયર ડિવાઇસ એન્ડ તેના આઉટપુટ વોલ્ટેજને નિયંત્રિત કરવાની પદ્ધતિ' પરની પેટન્ટની મંજૂરી યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસ (યુએસપીટીઓ) દ્વારા 20 ફેબ્રુઆરી 2018ની રોજ ફ્લેશ લેક્ટ્રોનીક્સને જારી કરવામાં આવી હતી.

રોયલ એનફિલ્ડનું આ કૃત્ય અસ્વીકાર્ય છે
ફ્લેશ ઇલેક્ટ્રોનીક્સના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ વાસદેવે જણાવ્યું હતું કે, ઓટોમોટીવ ક્ષેત્રે અત્યંત પ્રતિષ્ઠિત નામ ધરાવતા રોયલ એનફિલ્ડ દ્વારા આ પ્રકારના અણધાર્યા કૃત્ય સામે પગલાં લેવાની બાબત કમનસીબ છે. આવા બનાવ તદ્દન અસ્વીકાર્ય છે અને તે બ્રાન્ડની આબરુ ખાસ કરીને અમારા જેવા ભાગીદાર સાથે ધોઇ નાખી છે. કંપનીએ નવી દિલ્હી ખાતે 12 ઓક્ટોબરના રોજ રોયલ એનફિલ્ડના 3 વરિષ્ઠ અધિકારીઓનો આ વિવાદના સમાધાન માટે સંપર્ક કર્યો હતો પરંતુ રોયલ એનફિલ્ડે આ મુદ્દા પર ધ્યાન આપ્યુ ન હતું.

કંપનીને યુરોપીયન દેશોમાં પણ પેટન્ટની મંજૂરી મળેલી છે
કંપનીના જણાવ્યા મુજબ, યુએસએ સિવાય ફ્લેશને વિવિધ અન્ય યુરોપીયન દેશોમાં પણ પેટન્ટની મંજૂરી આપવામાં આવી છે, જેમાં જર્મની, ફ્રાંસ, ઇટાલી, યુનાઇટેડ કિંગ્ડમ, નેધરલેન્ડ્ઝ, સ્વીડન, સ્પેઇન, ઓસ્ટ્રીયા, સ્વીત્ઝરલેન્ડ તેમજ તૂર્કીનો સમાવેશ થાય છે અને કંપની જે તે ન્યાયક્ષેત્રમા ટૂંક સમયમાં દાવો ફાઇલ કરશે.

X
Flash Electronics has filed a patent infringement case against Royal Anfield in the United States
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી