તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિકાસ ઘટી:રાજકોષીય ખાધ ઘટી 6.77 અબજ ડોલર, સોનાની તેજીના કારણે આયાત મૂલ્ય વધ્યું

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશની નિકાસો સતત છઠ્ઠા મહિને પણ ઘટી છે. પેટ્રોલિયમ, ચામડુ, એન્જિનિયરિંગ ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસોમાં ઘટાડો નોંધાતાં ઓગસ્ટમાં નિકાસો 12.66 ટકા ઘટી 22.7 અબજ ડોલર સુધી પહોંચી છે.

બીજી બાજુ આયાતો પણ 26 ટકા ઘટી 29.47 અબજ ડોલર નોંધાવા સાથે રાજકોષિય ખાધ ઘટી 6.77 અબજ ડોલર થઈ છે. જે ગતવર્ષે ઓગસ્ટમાં 13.86 અબજ ડોલર હતી. ક્રૂડ ઓઈલની આયાતો 41.62 ટકા ઘટી 6.42 અબજ ડોલર થઈ છે. જ્યારે સોનાની આયાત આ સમયગાળામાં વધી 3.7 અબજ ડોલર થઈ છે. જે ઓગસ્ટ, 2019માં 1.36 અબજ ડોલર હતી. એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન નિકાસો 26.65 ટકા ઘટી 97.66 અબજ ડોલરે પહોંચી છે. જ્યારે આયાતો 43.73 ટકા ઘટી 118.38 અબજ ડોલર થઈ છે. આ સમયગાળામાં રાજકોષિય ખાધ 20.72 અબજ ડોલર નોંધાઈ હતી.

દેશના કુલ વપરાશના 80 ટકા આયાત થતાં ક્રૂડના ભાવમાં કડાકાને પગલે સરકારની તિજોરી પર ભારણ ઘટ્યુ હતું. જ્યારે કોરોનાને લીધે પ્રતિબંધોને પગલે બિનજરૂરી ચીજોની નિકાસોમાં વૃદ્ધિ જોવા મળી નથી.

સોનાની તેજીના કારણે આયાત મૂલ્ય વધ્યું
સોનાની આયાત ગતવર્ષની તુલનાએ વોલ્યુમમાં ઘટી છે પરંતુ ભાવમાં સરેરાશ 35-40 ટકાનો સુધારો થતા મુલ્યની દ્રષ્ટિએ આયાતમાં વધારો થયો છે. સોનાની આયાત ઓગસ્ટમાં વધી 3.7 અબજ ડોલર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...