જેક માને ચીન સરકાર સાથે મગજમારી કરવી ભારે પડી:બિલિયનર જેક માના હાથમાં હવે ફિનટેક કંપની એન્ટ ગ્રુપના કંટ્રોલ નથી રહ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીનના બિલિયનર જેક માના હાથમાંથી હવે ફિનટેક જાયન્ટ કંપની એન્ટ ગ્રુપની કમાન છિવવાઈ ગઈ છે. રોયટર્સના રિપોર્ટ મુજબ, એન્ટ ગ્રુપે કહ્યું કે કંપની પર હવે જેક માના કંટ્રોલ રહ્યાં નથી. જેક મા જ એન્ટ ગ્રુપના ફાઉન્ડર હતા અને તેઓએ જ કંપનીને ઉચ્ચાઈઓ પર પહોંચાડી હતી.

એન્ટ ગ્રુપમાં જેક માના વોટિંગ રાઈટ્સ ઘટીને 6.2% થયા
રિપોર્ટ મુજબ, કંપનીએ કહ્યું કે, જેક માના વોટિંગ રાઈટ્સ પણ બહું ઓછા કરી દેવામાં આવ્યા છે. ક્યારેક એન્ટ ગ્રુપમાં જેક મા પાસે 50% વોટિંગ રાઈટ્સ હતા, જે હવે ઘટીને 6.2% જ રહી ગયા છે. ત્યારે એન્ટ ગ્રુપમાં જેક માની ભાગીદારી 50.5%થી ઘટીને હવે માત્ર 10% રહી ગઈ છે.

જેક માને ચીન સરકાર સાથે મગજમારી કરવી મોંઘી પડી
એન્ટ ગ્રુપ ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાની સહયોગી છે. જોકે, જેક માને ચીનની સરકાર સાથે મગજમારી કરવાની મોંઘી પડી છે. તે એક સમયના એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા, પરંતુ આજે તેમની હાલાત ખરાબ થઈ ગઈ છે. જેક મા માર્ચ 2020માં મુકેશ અંબાનીને પછાડી એશિયાના સૌથી મોટા ધનિક વ્યક્તિ બન્યા હતા, પરંતુ ચીનની સરકાર માટે આપવામાં આવેલા એક નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

પાછલા વર્ષે જેક માની નેટવર્થમાં આવ્યો હતો ભારે ઘટાડો
પાછલા વર્ષે જેક માની નેટવર્થમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ બિલિયનર ઈન્ડેક્સ મુજબ, જેક માની નેટવર્થ હવે 34.1 બિલિયન ડોલર રહી ગઈ છે અને તે દુનિયાના ધનિકોની લિસ્ટમાં 34માં નંબરે આવી ગયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાની 86.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે એશિયાના બીજા અને વિશ્વના 8માં સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 117 બિલિયન ડોલરની નેટવર્થ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે વિશ્વના ધનિકોની લિસ્ટમાં અદાણી ત્રીજા નંબર પર આવે છે.

જેક માએ બેંકો પર મની લેન્ડર્સ જેવી માનસિક્તા હોવાનો આરોપ લગાવ્યો હતો
તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, જેક મા આશરે 6 મહિનાથી સેન્ટ્રલ ટોક્યોમાં રહે છે. વર્ષ 2021માં જ્યારે જેક માના ગાયબ થઈ જવાના સમાચાર સામે આવ્યા તો બધા ચોંકી ઉઠ્યા હતા. જેક માએ ચીનની બેંકો પર મની લેન્ડર્સ જેવી માનસિક્તા રાખવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, જેક મા 24 ઓક્ટોબર 2020એ એક મીટિંગમાં સરકારના નિશાના પર આવ્યા હતા. આ મીટિંગમાં ચીન રાજકારણ અને અર્થવ્યવસ્થાના સૌથી મોટા અધિકારી પહોંચ્યા હતા. જેમાં જેક માએ ચીનની બેંકોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું, ‘ચીનની બેંકો ફન્ડિંગ માટે કશું ગિરવી રાખવાની માગ કરે છે. તેનાથી નવી તકનીકોને ફન્ડ નથી મળી રહ્યું અને નવા પ્રયોગ રોકાઈ જાય છે’.

જેક માએ ચીનના નિયમોને પણ માર્ગમાં અવરોધ કરનાર ગણાવ્યા હતા. વોલ સ્ટ્રીટ જર્નલ મુજબ, જ્યારે ચીન રાષ્ટ્રપતિ શી જિનપિંગને જેક માની ઘણી વાતોને જાણકારી મળી, તો તે બહું નારાજ થઈ ગયા. તેમણે જેક માને સીનથી ગાયબ કરવાનો આદેશ આપી દીધો. બસ અહીંયાથી જ ચીન સરકારના તમામ ઓફિસર ચાલીસ ચોરોની જેમ અલીબાબા ફાઉન્ડરની પાછળ પડી ગયા હતા.

એન્ટ ગ્રુપના 37 બિલિયન ડોલરના IPOને બંધ કરી દેવાયા હતા
આ પછીથી જ જેક માની કંપનીઓ એન્ટ ગ્રુપ અને અલીબાબાને ઘણી મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે. એન્ટ ગ્રુપના 37 બિલિયન ડોલરના IPOને બંધ કરી દેવાયા છે. આ ઉપરાંત જેક માની કંપની અલીબાબા પર 2.8 બિલિયન ડોલરનો દંડ પણ લગાડવામાં આવ્યો હતો.

3 નવેમ્બર 2022એ શંઘાઈ સ્ટોક એક્સચેન્જે એન્ટ ગ્રુપને કર્યું હતું સસ્પેન્ડ
જોકે, 3 નવેમ્બર 2022એ શંઘાઈ સ્ટોક એક્સચેન્જે એનાઉન્સમેન્ટ કરી હતી કે, તેમને ફાઈનેન્શિયલ ટેક્નોલોજી રેગ્યુલેટરી એનવાયરમેન્ટમાં મહત્ત્વપૂર્ણ ફેરફારના કારણે એન્ટ ગ્રુપને સસ્પેન્ડ કરી નાખ્યું છે. આ પછી હોંગકોંગ સ્ટોક એક્સચેન્જે પણ એન્ટ ગ્રુપને સસ્પેન્ડ કરવાની એનાઉન્સમેન્ટ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...