ટાટાની આગેવાની હેઠળની એર ઈન્ડિયાને અમેરિકાએ મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ પેસેન્જરને 121.5 મિલિયન ડોલરનું રિફંડ આપવાની સાથે 1.4 મિલિયન ડોલરનો દંડ પણ લગાવ્યો છે. આ રિફંડ અને દંડ કોરોના મહામારી દરમિયાન ફ્લાઇટમાં વિલંબ, શેડ્યૂલમાં ફેરફાર અને ફ્લાઇટ કેન્સલેશનને કારણે લાદવામાં આવ્યા છે
અધિકારીએ કહ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના નિયમો મુજબ, એરલાઈન્સ દ્વારા ફ્લાઈટ કેન્સલ અથવા ચેન્જ થાય તો પેસેન્જર કાયદેસર રીતે રિફંડ મેળવવાનો હકદાર છે. જોકે આ કેસમાં એ સમયે ટાટાએ એર ઈન્ડિયાને હસ્તગત કરી ન હતી અને એર ઈન્ડિયા આ દંડ ચૂકવવા માટે સંમત થઈ હતી.
1900 કેસની તપાસ કરતાં 100 દિવસનો સમય લાગ્યો
અધિકારીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે આવા 1900 કેસની તપાસ કરવામાં 100 દિવસથી વધુ સમય લાગ્યો છે. આ તમામ કેસો ફ્લાઇટ કેન્સલેશન અને રિશેડ્યુલિંગ અથવા ફ્લાઈટ ચેન્જ સાથે સંબંધિત છે. એર ઈન્ડિયા પાસેથી સીધું રિફંડ માગતા પેસેન્જરને જણાવ્યું નથી કે એ રિફંડની રકમ ક્યારે ચૂકવશે. જ્યાં સુધી એર ઈન્ડિયાની રિફંડ પોલિસીનો સવાલ છે, તો લોકોનું માનવું છે કે એર ઈન્ડિયા સમયસર રિફંડ આપતી નથી. જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે આ જ કારણ છે કે મુસાફરોને તેમના રિફંડ મેળવવામાં વિલંબ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
USએ અન્ય 6 એરલાઇન્સને પણ રિફંડનો આદેશ આપ્યો
એર ઈન્ડિયા ઉપરાંત અન્ય એરલાઈન્સ, જેમને દંડ ફટકારવામાં આવ્યો છે એમાં ફ્રન્ટિયર, ટેપ પોર્ટુગલ, એરો મેક્સિકો, EI AI અને એવિયન્સ છે. યુએસ ડિપાર્ટમેન્ટ અને ટ્રાન્સપોર્ટેશનનું કહેવું છે કે એર ઈન્ડિયાએ પેસેન્જર રિફંડમાં 121.5 મિલિયન ડોલર અને પેનલ્ટીમાં 1.4 મિલિયન ડોલર ચૂકવવા પડશે. બીજી બાજુ, ફ્રન્ટિયરને 222 મિલિયન ડોલરનું રિફંડ અને 2.2 મિલિયન ડોલર દંડ ફટાકાર્યો છે. TAP પોર્ટુગલને 126.5 મિલિયન ડોલરનું રિફંડ અને 1.1 મિલિયન ડોલરનું દંડ લગાવવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.