• Gujarati News
  • Business
  • Financial Technology And Digital Companies Will Play A Key Role In The Post Corona World, Business Style Will Change: Vijay Shekhar Sharma

ઇન્ટર્વ્યૂ:ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને ડિજિટલ કંપનીઓ કોરોના પછીની દુનિયામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે, બિઝનેસની રીત બદલાશે: વિજય શેખર શર્મા

નવી દિલ્હી3 વર્ષ પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
  • કૉપી લિંક
પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્મા. - Divya Bhaskar
પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્મા.
  • દેશની સૌથી મોટી ડિજિટલ ફાઇનાન્સ કંપની પેટીએમના ફાઉન્ડર અને સીઇઓ વિજય શેખર શર્મા સાથે ખાસ વાતચીત

દેશની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમના સંસ્થાપક અને સીઇઓ વિજય શેખર શર્માનું માનવું છે કે કોરોના મહામારીમાં પણ જળવાઇ રહેવા, વધુ મજબૂત બનવા માટે આપણે એક દેશના રૂપમાં સાથે આવવું પડશે. 1.22 લાખ કરોડની માર્કેટ વેલ્યૂવાળી કંપનીના સીઇઓ માને છે કે જ્યાં સુધી રસી ઉપલબ્ધ નથી થઇ જતી અને સંપૂર્ણ વસતીને લગાવવા જેટલું તેનું ઉત્પાદન થઇ નથી જતું ત્યાં સુધી સ્થિતિ પહેલાં જેવી નહીં થઇ શકે. તેમની સાથે વાતચીતના સંપાદિત અંશ...
સવાલ: તમારી ઇન્ડસ્ટ્રી પર કોરોનાની શું અસર થઇ? 2020-21 માટે બિઝનેસ પ્લાન કેટલો બદલાયો?
વિજય શેખર શર્મા:
મને વિશ્વાસ છે કે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી અને ડિજિટલ ઇકોનોમી કંપનીઓ કોવિડ-19 બાદની દુનિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે નાના દુકાનદારથી લઇ કરિયાણા સ્ટોર માલિકો, એસએમઇ સુધી બધાને ડિજિટલ રીતે બિઝનેસ કરવા જેવા કાબેલ બનાવવા માગીએ છીએ. આ મોટા પાયે અર્થતંત્રના વિકાસ માટે જરૂરી છે. અમે અમારા ઇન્ક્રીમેન્ટલ પ્લાનને ત્રણ મહિના સુધી લંબાવ્યો છે. અમારી ડિજિટલ ફર્સ્ટ સ્ટ્રેટેજીને કારણે આગામી ક્વાર્ટર બાદ ગ્રૂપ લેવલે અમને ચીજો સામાન્ય થતી સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે.
સવાલ: કોરોનાનો આ તબક્કો વીતી જશે તો વર્ક કલ્ચરમાં કેવા પ્રકારનાં પરિવર્તનની આશા છે?
વિજય શેખર શર્મા:
વૈશ્વિક સ્તરે લોકો લાઇફસ્ટાઇલમાં ઘણા ફેરફાર અપનાવશે. આવનારા લાંબા સમય સુધી વર્ક પ્લેસ પર સોશિયલ ડિસ્ટન્સિંગ નોર્મ્સ હશે. કંપનીઓ બિઝનેસ ચલાવવા માટે ટેક્નોલોજી, વીડિયો કોલ્સ પર વધુ નિર્ભર થઇ જશે. કારણ કે કામ માટે યાત્રાઓ કરવામાં કાપ મુકાશે. વર્ક ફ્રોમ હોમ કોઇ પણ કંપનીનો મહત્વનો ભાગ હશે પરંતુ ઓફિસો જળવાઈ રહેશે. એક વખત સ્થિતિ સામાન્ય થઇ જશે તો મને વિશ્વાસ છે કે લોકો ફરી પોતાની ઓફિસોમાં પાછા ફરશે.
સવાલ: લૉકડાઉને તમારા પ્રોફેશનલ રુટિન પર કેવી અસર કરી? તમે કયા ફેરફારો અમલમાં મૂક્યા?
વિજય શેખર શર્મા:
હાલના ફેરફારોનો સામનો કરવાનો સૌથી સારો ઉપાય રુટિનને કડકપણે ફોલો કરવાનું છે. હું પ્રયત્ન કરું છું કે સવારે વહેલો ઊઠવા, એક્સરસાઇઝ, યોગ્ય ખાણી-પીણી અને દિવસમાં મીટિંગ્સનું પ્લાનિંગ સુધીના પોતાના શિડ્યુલનું ચુસ્તપણે પાલન કરું. મેં પોતાને વર્ક ફ્રોમ રુટિનમાં એડજસ્ટ કર્યો છે. હું ટીમને 50 કરોડ ભારતીયોને અર્થતંત્રની મુખ્ય ધારામાં લાવવાના લક્ષ્ય તરફ પ્રેરિત કરવામાં લાગ્યો છું. હું વીડિયો કોલ, ઇ-મેલ દ્વારા ટીમ સાથે સતત સંપર્કમાં રહું છું. દર સપ્તાહે હોલ મીટિંગ કરું છું. લૉકડાઉન છતાં પેટીએમમાં હંમેશની જેમ કામ ચાલી રહ્યું છે.
સવાલ: તમારી કંપનીમાં હાલની સ્થિતિનો સામનો કરવા શું પગલાં લીધા છે?
વિજય શેખર શર્મા:
 એક કંપની તરીકે અમે એ પ્રોડક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જે લોકોને બિઝનેસ ચલાવવામાં અને સફળતાથી આગળ વધવામાં મદદરૂપ થાય. દરેક ઉદ્યો માટે જરૂરી એ છે કે, આ કઠિન સમયમાં પોતાની વર્કફોર્સનું ધ્યાન રાખે, જેતી બધું સામાન્ય થાય ત્યારે તેઓ ઝડપથી અર્થતંત્રમાં યોગદાન આપવાની સ્થિતિમાં પાછા આવી જાય. 
સવાલ: તમારા વ્યવસાય પર શૉર્ટ ટર્મ અને લોંગ ટર્મની અસર શું હશે?
વિજય શેખર શર્મા:
 શૉર્ટ ટર્મમાં તો ટ્રાવેલ અને ટિકિટ આધારિત ઈવેન્ટ્સ આયોજિત કરવાના બિઝનેસને માર પડશે. અમારું નાણાકીય સેવા પર ખાસ ફોકસ છે, જેમ કે અમે વીમો, પેટીએમ મની અને પેટીએમ પેમેન્ટ બેંકના માધ્યમથી બેંકિંગ સેવા સાથે જોડાયેલા છે. પેટીએમ મનીમાં અમારું વૉલ્યુમ સતત વધે છે. અમે કન્ટેન્ટ સ્ટ્રેટેજીમાં પણ મજબૂતીથી આગળ વધીએ છીએ અને અમારી ગેમિંગ કંપની પેટીએમ ફર્સ્ટ ગેમ્સ સારું કામ કરી રહી છે. ભવિષ્યમાં તેનું મોનિટાઈઝેશન પણ થશે. 
આરોગ્યનું ધ્યાન, અર્થતંત્રને પાટા પર લાવવું બે મહત્ત્વપૂર્ણ જરૂરિયાતો
દેશને આગળ લાવવા માટે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવું અને અર્થતંત્રને પાટા પર લાવવું બે મહત્વપૂર્ણ કાર્ય છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર પર ખાસ ધ્યાન આપવું પડશે. ફાઇનાન્શિયલ ટેક્નોલોજી સેક્ટર મોટા ભાગની સેવાઓને મજબૂત બનાવશે.
લૉકલ માટે વૉકલ સ્ટાર્ટઅપનું મોટું બજાર
લૉકલ માટે વૉકલ ચોક્કસપણે MSME-સ્ટાર્ટઅપ્સ માટે મોટું બજાર બનાવશે, જેનાથી મોટા પ્રમાણમાં રોજગાર સર્જાશે. આ સાથે ભવિષ્યમાં આજે જે નાની કંપનીઓ છે, તે મોટા પાયે સફળ થશે.

અન્ય સમાચારો પણ છે...