• Gujarati News
  • Business
  • Finance Minister Sitharaman Meets Industry Leaders, CII Recommends Cut In Income Tax Rate

આજથી પ્રી બજેટ મિટિંગ:ઇન્ડસ્ટ્રી લીડર્સને મળ્યા નાણામંત્રી સીતારમણ, CIIએ ઇન્કમટેક્ષ દરમાં કપાતની ભલામણ કરી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવાર એટલે કે આજથી ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ક્લાઇમેટ ચેંજ અને ઇન્ફ્રાસ્ટ્રચર એક્સપર્ટની સાથે પ્રી-બજેટ મિટિંગની શરૂઆત કરી. મિટિંગમાં સ્ટેકહોલ્ડર્સ પાસે 2023-24ના બજેટ બનાવવા માટે સજેશન માગવામાં આવ્યાં.

સીતારમણની સાથે મિટિંગમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને ભાગવત કિશનરાવ કરાડ સામેલ થયા. એ સિવાય નાણા સચિવ ટીવી સોમનાથન, નાણા મંત્રાલયના અનેય બિભાગોના સચિવ અને મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરન પણ મિટિંગમાં હાજર રહ્યા. 2023-24નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.

આ સેક્ટરના પ્રતિનિધિઓ સાથે પણ મિટિંગ
22 નવેમ્બરે સીતારમણ એગ્રિકલ્ચર અને એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, ફાઇનાન્શિયલ સેક્ટર અને કેપિટલ માર્કેટના પ્રતિનિધિઓને મળશે. 24 નવેમ્બરે સ્વાસ્થ્ય, શિક્ષા, જળ અને સ્વચ્છતા સહિત સામાજિક ક્ષેત્રના એક્સપર્ટ સિવાય સર્વિસ સેક્ટર અને ટ્રેડ બોડીઝના પ્રતિનિધિઓને મળશે. ટ્રેડ યુનિયન પ્રતિનિધિઓ અને અર્થશાસ્ત્રીની સાથે મિટિંગ 28 નવેમ્બરે થનારી છે.

CIIએ ટેક્સ રેટમાં કપાતની ભલામણ કરી
કન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી (CII)એ પ્રી બજેટ મિટિંગથી પહેલાં ઇન્કમ ટેક્સના દરોમાં કમીનો પ્રસ્તાવ રાખ્યો છે. આનાથી લગભગ 5.83 કરોડ ઇન્ડિવિઝ્યુઅલને ફાયદો થઇ શકે છે. આ લોકોએ એસેસમેન્ટ યર 2022-23 માટે ઇન્કમટેક્સ રિટર્ન(ITR) દાખલ કર્યું હતું. CIIએ કન્ઝુમર ડ્યુરેબેલ્સ પર સૌથી વધુ 28% GST સ્લેબમાં કપાતને પણ પ્રસ્તાવ આપ્યો છે.

બજેટ શું હોય છે?
જે રીતે આપણે આપણા ઘરને ચલાવવા માટે એક બજેટની જરૂર હોય છે, એવી રીતે દેશને ચલાવવા માટે પણ બજેટની જરૂરત પડે છે. આપણે આપણા ઘરનું બજેટ બનાવીએ છીએ, તે મોટાભાગે એક મહિનાનું હોય છે. આમાં આપણે હિસાબ-કિતાબ લગાવીએ છીએ કે આ મહિને કેટલો ખર્ચ કર્યો અને કેટલી કમાણી. આવી રીતે દેશનું બજેટ પણ હોય છે. આમાં વર્ષભરના ખર્ચા અને કમાણીનું લેખાંજાખાં હોય છે.

બજેટની આખી પ્રોસેસ
1. સૌથી પહેલાં નાણા મંત્રાલય એક સર્ક્યુલર જાહેર કરીને બધાં મંત્રાલયો, રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, સ્વાયત્ત સંસ્થાઓને નવા વર્ષ માટે એસ્ટિમેટ બનાવવા માટે કહે છે. તેમને એક વર્ષ માટે અનુમાન આપવા સિવાય પાછળના વર્ષની ખર્ચ અને આવકનું વિવરણ આપવાનું હોય છે.
2. એસ્ટિમેટ મળ્યા પછી કેન્દ્ર સરકારના મોટા ઓફિસરો તેની તપાસ કરે છે. આના પર સંબંધિત મંત્રાલયો અને ખર્ચ વિભાગના અધિકારીઓની ગહન ચર્ચા થાય છે. ત્યાર બાદ આંકડાઓને ભલામણ સાથે નાણા મંત્રાલયની પાસે મોકલવામાં આવે ચે.
3. નાણા મંત્રાલય બઘી ભલામણો પર ધ્યાન દઇને વિભાગોને તેમના ખર્ચ માટે રાજસ્વ આપે છે. રાજસ્વ અને આર્થિક મામલાના વિભાગ હાલાતને ગહનતાથી સમજવા માટે ખેડૂતો અને નાના વેપારીના પ્રતિનિધિઓ અને વિદેશી સંસ્થાગત રોકાણકારોનો સંપર્ક કરે છે.
4. પ્રી બજેટ મિટિંગમાં નાણામંત્રી સંબંધિત પક્ષોના પ્રસ્તાવ અને માંગોને જાણવા માટે તેમને મળે છે. આમાં રાજ્યના પ્રતિનિધિઓ બેંકર, કૃષિ વિજ્ઞાની, અર્થશાશ્ત્રી અને કર્મચારી સંગઠનના પ્રતિનિધિ સામેલ હોય છે. પ્રી-બજેટ મિટિંગ પૂરી થયા બાદ નાણામંત્રી દરેક
માંગો પર અંતિમ ફેંસલો લે છે. બજેટને અંતિમ રૂપ આપતા પહેલાં નાણામંત્રી પ્રધાનમંત્રી સાથે પણ વાત કરે છે.
5. બજેય રજૂ થવાના કેટલાક દિવસો પહેલાં હલવા સેરેમની થાય છે. એક મોટી કડાઇમાં તૈયાર થનાર હલવો નાણા મંત્રાલયના સ્ટાફમાં વહેંચવામાં આવે છે. એની સાથે બજેટને છપાવવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. પ્રક્રિયામાં લાગેલા અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ બજેટ રજૂ થાય ત્યાં સુધી મંત્રાલયમાં જ રહે છે. આ નાણાકીય વર્ષના બજેટનું પ્રિન્ટિંગ નથી થયું અને સંસદ સભ્યોને તેની સોફ્ટ કોપી આપી દીધી.
6. નાણામંત્રી જાહેર બજેટને સંસદમાં રજૂ કરે છે. 2016 સુધી ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થતું હતું. 2017થી દર વર્ષે 1 ફેબ્રુઆરીએ રજૂ થવા લાગ્યું. આ વર્ષે પહેલી વાર બજેટના બધા દસ્તાવેજ Union Budget મોબાઇલ પર ઉપલબ્ધ કરાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...