• Gujarati News
  • Business
  • Finance Minister Nirmala Sitharaman Says Excise Duty Cannot Be Reduced, UPA Government Responsible For Expensive Fuel

સસ્તું નહીં થાય પેટ્રોલ-ડીઝલ:નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી ન શકાય, મોંઘા ફ્યૂલ માટે UPA સરકાર જવાબદાર

નવી દિલ્હી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ મોંઘા ફ્યૂલ માટે ગત સરકાર એટલે UPA સરકારને જવાબદાર ગણાવ્યું છે. તેઓએ કહ્યું કે અમે તેમના નિર્ણયોનો ભાર વેંઢારી રહ્યાં છીએ. એવામાં પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની સંભાવના ઓછી જ છે. આ વાત તેઓએ તમિલનાડુ સરકાર તરફથી એક લીટર પેટ્રોલની કિંમત 3 રૂપિયા ઘટાડવા અંગેના સવાલના જવાબમાં કહ્યું.

UPA સરકારના ઓઈલ બોન્ડનું દેવું ચુકવી રહ્યાં છીએ અમે
નાણાં મંત્રીએ સોમવારે કહ્યું કે મનમોહન સરકારે પેટ્રોલિયમ પ્રોડકટ્સના ભાવ ઘટાડવા માટે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ જાહેર કર્યા હતા. જેની ચુકવણી અમારે કરવી પડી રહી છે. તેઓએ કહ્યું કે 31 માર્ચ 2021 સુધી 1.31 લાખ કરોડ રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ હતું. 2026 સુધી સરકારને વ્યાજની પેટે 37,340 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. એવામાં એક્સાઈઝ ડ્યૂટી ઘટાડીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવા શક્ય નથી.

70,196 કરોડ રૂપિયાનું વ્યાજ ભર્યું
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ગત 5 વર્ષમાં ઓઈલ બોન્ડ પર 70,196 કરોડ રૂપિયાનું વ્યાજ ભર્યું છે. UPA સરકારે 2005-2009 દરમિયાન ઓઈલ બોન્ડ જાહેર કરી ફંડ એકઠું કર્યું છે. જેનાથી 2008માં ફાયનાન્સિયલ ક્રાઈસિસ છતાં ફ્યૂલ પ્રાઈઝિસના ભાવ ન વધ્યા. UPA સરકારે ઓઈલ બોન્ડ જાહેર કરી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMC)થી દેવું લીધું. એવામાં હાલની સરકારને તેની ચુકવણી કરવામાં મુશ્કેલી થઈ રહી છે.

તમિલનાડુ સરકારે ફ્યૂલ ટેક્સમાં ઘટાડો
કેન્દ્ર સરકારનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તમિલનાડુ સરકારે ફ્યૂલ ટેક્સમાં 3 રૂપિયાનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે આ જાહેરાત બાદ તેને દર વર્ષે 1,160 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

ટેક્સ છતાં 2 ગણાથી વધુ મોંઘુ થઈ જાય છે પેટ્રોલ-ડીઝલ
દેશમાં પેટ્રોલની બેઝ પ્રાઈઝ 41 અને ડીઝલની 42 રૂપિયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી લગાડવામાં આવતા ટેક્સથી તેની કિંમત દેશના અનેક ભાગમાં 110 રૂપિયાની પાર પહોંચી ગઈ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 33 અને ડીઝલ પર 32 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે.

જે બાદ રાજ્ય સરકાર તેના પર પોતાની રીતે વેટ અને સેસથી વસૂલાત કરે છે. જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવ બેઝ પ્રાઈઝથી 2 ગણાંથી વધુ વધી જાય છે. દેશમાં પેટ્રોલ પર 56 અને ડીઝલ પર 45 રૂપિયા પ્રતિ લીટરથી વધુ ટેક્સ વસૂલવામાં આવે છે.

પેટ્રોલ/લીટર (રૂપિયામાં)ડીઝલ/લીટર (રૂપિયામાં)
બેઝ પ્રાઈઝ41.2442.00
ભાડું0.360.33
એક્સાઈઝ ડ્યૂટી32.9031.80
ડીલર કમીશન3.842.60
વેટ23.5013.14
કુલ કિંમત101.8489.87

નોટઃ આ આંકડા 16 ઓગસ્ટના દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતની દ્રષ્ટીએ છે.

29 દિવસથી ફ્યૂલની કિંમત સ્થિર
દેશના અનેક શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા અને ડીઝલના ભાવ 90 રૂપિયાની પાર પહોંચી ગયા છે. જો કે જ્યારેથી હરદીપ સિંહ પુરી નવા પેટ્રોલિયમ મંત્રી બન્યા છે, ત્યારથી ભાવ સ્થિર છે. 18 જુલાઈથી સતત 29 દિવસથી ભાવ ન તો વધ્યા છે કે ન તો ઘટ્યા છે. દિલ્હીમાં IOCના પંપ પર પેટ્રોલ 101.84 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લીટરે વેચાય રહ્યું છે.

શું હોય છે ઓઈલ બોન્ડ?
કેન્દ્ર સરકારે 2005થી લઈને 2009 સુધીમાં 4 લાખ કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ ઈશ્યૂ કર્યા હતા. ઓઈલ બોન્ડ ઈશ્યૂ કરવા એટલે કે કોઈ સામાનની ખરીદી પર રોકડું પેમેન્ટ ન કરીને તેના બદલામાં એક લેટર પર લખી દેવાનું કે આવનારા સમયમાં વ્યાજ સહિત પૂરી કિંમત આપવામાં આવશે. જેનાથી સરકારને તે ફાયદો થાય છે કે તેઓને તાત્કાલિક કેસની ચુકવણી નથી કરવી પડતી.

આ બોન્ડ્સને ચોક્કસ સમયગાળા માટે ઈશ્યૂ કરાયા હતા. ત્યારે ફ્યૂલમાં સબસિડી મળતી હતી. જો કે ગ્લોબલ માર્કેટમાં રેટ કંઈ પણ હોય સરકાર તેને પોતાની રીતે નક્કી કરતા હતા. 2008ની વૈશ્વિક મંદીમાં જ્યારે ઓઈલ કંપનીઓની સ્થિતિ ખરાબ થઈ તો તેઓએ સરકારને ઓઈલ બોન્ડની જગ્યાએ કેસ માંગવાનું શરુ કર્યું. જે બાદ 2010માં ઓઈલ બોન્ડ પેમેન્ટ સિસ્ટમ બંધ કરી દેવાઈ. 2005થી 2009 વચ્ચે જે બોન્ડ ઈશ્યૂ કરાયા હતા તેનો સમયગાળો 2022થી 2026 વચ્ચે પુરો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...