• Home
  • Business
  • Finance Minister Sitharaman likely to give information about Rs 20 lakh crore package for four days, first announcement at 4 pm today

20 લાખ કરોડનું રાહત પેકેજ / IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ

Finance Minister Sitharaman likely to give information about Rs 20 lakh crore package for four days, first announcement at 4 pm today
Finance Minister Sitharaman likely to give information about Rs 20 lakh crore package for four days, first announcement at 4 pm today
X
Finance Minister Sitharaman likely to give information about Rs 20 lakh crore package for four days, first announcement at 4 pm today
Finance Minister Sitharaman likely to give information about Rs 20 lakh crore package for four days, first announcement at 4 pm today

  •  15 હજારથી ઓછો પગાર ધરાવનારનું EPF ઓગસ્ટ સુધી કેન્દ્ર આપશે
  • MSMEને 3 લાખ કરોડની ગેરન્ટી વગરની લોન આપવામાં આવશે
  • ડિસ્કોમ માટે 90  લાખ હજાર કરોડ રૂપિયાની ઈમરજન્સી લિક્વિડિટી સ્કીમ
  • ટેક્સ ઓડિટની તારીખ 30 સપ્ટેમ્બરથી વધારીને 31 ઓક્ટોબર કરવામાં આવી

દિવ્ય ભાસ્કર

May 13, 2020, 07:24 PM IST

નવી દિલ્હી. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બુધવારે 20 લાખ કરોડના વિશેષ પેકેજ અંતર્ગત કેટલા પૈસા ક્યાં સેકટરને આપવામાં આવશે તે અંગેની માહિતી આપી હતી. સરકારે MSME, NBFC, MFI, ડિસ્કોમ, રિયલ એસ્ટેટ, ટેક્સ અને કોન્ટ્રાક્ટર્સને રાહત આપવા માટે 15 જાહેરાતો કરી હતી. MSMEને 3 લાખ કરોડની લોન આપવામાં આવશે. તેનાથી 45 લાખ ઉદ્યોગોને ફાયદો થશે. PFમાં સરકાર પણ તેનું યોગદાન આપશે. તેનાથી લગભગ 70.22 લાખ કર્મચારીઓને ફાયદો થશે. આ સિવાય TDSના દરોમાં 25 ટકા ઘટાડો માર્ચ 2021 સુધી કરવામાં આવશે. તેનાથી 55 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે. ઈન્કમ ટેક્સ રિટર્નની તારીખ પણ 31 જુલાઈથી વધારીને 30 નવેમ્બર કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ ઓડિટની ડેટ પણ હવે 30 સપ્ટેમ્બરની જગ્યાએ 31 ઓક્ટોબર કરવામાં આવી છે.

20 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ

1) MSMEને 3 લાખ કરોડની લોન

  • લોન 4 વર્ષ માટે અને 100 ટકા ગેરન્ટ ફ્રી છે.
  • તે ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય.
  • 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
  • 31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે એપ્લાઈ કરી શકાશે.
  • કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ લેવામાં આવશે નહિ. 45 લાખ MSMEને ફાયદો થશે. 
  • 20 હજાર કરોડ રૂપિયા સ્ટ્રેસ્ડ MSMEને આપવામાં આવ્યા. 
  • સારા MSME માટે 50 હજાર કરોડનું ફન્ડ ઓફ બનશે. 
  • તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે. 
  • માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું.
  • સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર, મધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડના કારોબારને મંજૂરી. 
  • લોકલ ઉદ્યોગોને ગ્લોબલ કરવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો ગ્લોબલ ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા આવ્યા છે. એટલે કે 200 કરોડ રૂપિયાથી ઓછું કોઈ ટેન્ડર નહિ હોય.
  • આશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશે. તેમાં સરકારને 20 ટકા નુકસાન થશે. તેનાથી સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે.   

2) NBFC માટે 30 હજાર કરોડ રૂપિયા

  • નોન બેન્કિંગ કંપનીઓની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ શરૂ થશે.
  • NBFCની સાથે હાઉસિંગ ફાઈનાન્સ અને માઈક્રો ફાઈનાન્સને પણ આ 30 હજાર કરોડમાં જોડવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ ગેરન્ટી ભારત સરકાર આપશે.
  • 45000 કરોડ રૂપિયાની આંશિક ક્રેડિટ ગેરન્ટી NBFCને આપવામાં આવશે. તેમાં એએ પેપર્સ અને તેની નીચેની રેટિંગ વાળા પેપર્સને પણ લોન મળશે. અનરેટેડ પેપર્સ માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી નવા લેન્ડિંગને પ્રોત્સાહ મળશે.

3) પાવર જનરેટિંગ કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયા

  • મુશ્કેલીમાં ઘેરાયેલા રાજ્યોની પાવર જનરેટિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે 90,000 કરોડ રૂપિયા આપવામાં આવશે. ડિસ્કમ એટલે કે પાવર જનરેટિંગ કંપનીઓને તેનાથી ફાયદો મળશે.
  • વીજળીનો સપ્લાઈ આપતી કંપનીઓની આવકમાં ભારે ઘટાડો આવ્યો છે. વીજળીનું ઉત્પાદન અને વિતરણ કરનાર કંપનીઓ માટે આ જોગવાઈ કરવામાં આવી છે.
  • 90 હજાર કરોડ રૂપિયા સરકારી કંપનીઓ પીએફસી, આરઈસીના માધ્યમથી આપવામાં આવશે. કોન્ટ્રાકટરને 6 મહિનાની રાહત કોઈ પણ પ્રકારની શરત વગર આપવામાં આવશે.

4) સરકારી કોન્ટ્રાક્ટર્સને રાહત

  • તમામ સરકારી એજન્સીઓ રેલવે, રોડવેજ કોન્ટ્રાક્ટમાં  6 મહીનાનું એક્સટેન્શન આપશે. આ 6 મહિના દરમિયાન કોન્ટ્રાક્ટરને કોઈ પણ પ્રકારન શરત વગર રાહત આપવામાં આવશે.
  • કોન્ટ્રાક્ટરો જે આંશિક સિક્યોરિટીઝ આપતા હતા, તેને પરત આપવામાં આવશે.
  • ધારો કે કોઈએ 70 ટકા કામ કર્યું છે તો તેની બાકીની 30 ટકા ગેરન્ટી તેમને પરત આપવામાં આવી શકે છે. જેટલું કામ થશે તેના આધાર પર આ ગેરન્ટી રિલીઝ કરવામાં આવશે.

5) PPF-EPF: કંપનીઓ PFમાંનો હિસ્સો 12% ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે

  • તમામ કંપનીઓ જ્યાં 100થી ઓછા કર્મચારીઓ કામ કરે છે અને તેમની સેલેરી 15 હજારથી ઓછી છે, તો તેમના PPFના પૈસા સરકાર આપશે. આવા કર્મચારીઓની સેલેરીનો 24 ટકા હિસ્સો સરકાર તેમના PPFમાં જમા કરશે.
  • હવે કંપનીઓ કર્મચારીઓના PFમાં તેનો હિસ્સો 12 ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે.
  • સરકારે ઈપીએફ કન્ટ્રીબ્યુશનન ત્રણ મહિના માટે આગળ વધાર્યું છે, હવે ઓગસ્ટ સુધી EPFમાં સરકાર મદદ કરશે.
  • સરકાર 70.22 લાખ કર્મચારીઓની મદદ માટે 2,500 કરોડ રૂપિયા ખર્ચ કરશે.

6) TDS રેટમાં 25 ટકા ઘટાડો, 55 હજાર કરોડનો ફાયદો થશે 

  • ટીડીએસના દરમાં 25 ટકા ઘટાડો કરવામાં આવશે. એ તમામ પેમેન્ટ પર લાગુ થશે તે પછી કમીશન હોય, બ્રોકરેજ હોય કે અન્ય કોઈ પેમેન્ટ.
  • દરમાં ઘટાડો 13 મેથી લાગુ થશે અને માર્ચ 2021 સુધી રહેશે. ટીડીએસ ઘટાડાથી 55 હજાર કરોડ રૂપિયાનો લાભ થશે. 
  • જેનું પણ રિફન્ડ પેન્ડિંગ છે, તેમને ઝડપથી પેમેન્ટ કરવામાં આવશે. છોટા ઉદ્યોગ હોય, પાર્ટનરશીપ વાળા ઉદ્યોગ હોય, એલએલપી હોય, કે કોઈ અન્ય ઉદ્યોગ, તમામને ઝડપથી ચૂકવણી કરવામાં આવશે.
  • રિફન્ડની ગતિને ઝડપી કરવામાં આવશે. ટેક્સ ઓડિટ હવે ઓક્ટોબરથી આગળ વધશે. હવે 30 નવેમ્બર સુધી આઈટી રિટર્ન  ભરી શકાશે.

પેકેજની જાહેરાત આત્મનિર્ભર ભારત માટે- નાણાં મંત્રી

નિર્મલા સીતારમણે કહ્યું કે- પેકજની જાહેરાત આત્મનિર્ભર ભારતના વિઝનને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેના પાંચ સ્તંભ ઈકોનોમિ, ઈન્ફ્રાસ્ટ્રકચર, સિસ્ટમ, ડેમોગ્રાફી અને ડિમાન્ડ છે. તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો અર્થ એ નથી કે આપણે અલગતાવાદી વિચાર ધરાવીએ છીએ. અમારો ફોકસ લોકલ બ્રાન્ડને ગ્લોબલ બનાવવાનો છે. લધુ ઉદ્યોગ માટે અમે 6 નવા પગલા ભર્યા  છે.

ડિમાન્ડ અને સપ્લાઈ ચેનના સમન્વય પર ફોકસ- અનુરાગ ઠાકુર

કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું- કોવિડ-19 અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ પગલું ગરીબ કલ્યાણ અંતર્ગત ઉઠાવ્યું જે 1.70 લાખ કરોડ રૂપિયાનું હતું. આરબીઆઈ દ્વારા લિક્વિડિટી આપવામાં આવી. ભારત વિશ્વના અન્ય દેશોની સરખામણીએ કોવિડ સામે સારી રીતે લડી રહ્યો છે. અમે એ બાબત પર વિચાર કરી રહ્યાં છે કે કઈ રીતે ડિમાન્ડ અને સપ્લાઈની ચેનમાં સમન્વય જળવાઈ રહે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી