• Gujarati News
  • Business
  • Finance Minister Nirmala Sitharaman Approves 3 Projects Worth Over Rs 500 Crore For IFSCA

નાણાં મંત્રીની ગુજરાત મુલાકાત:નાણાં મંત્રી નિર્મલા સીતારમણે IFSCA માટે રૂપિયા 500 કરોડથી વધુ મૂલ્યની 3 પરિયોજનાને મંજૂરી આપી

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાણાં મંત્રીએ ગિફ્ટ સિટી ખાતે વૃદ્ધિ અને વિકાસની ચર્ચા કરી

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે આજે ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. આ નિર્મલા સીતારમણના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિ મંડળે ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓ કેન્દ્ર (IFSC)ના વિકાસ અને વૃદ્ધિને લગતી ચર્ચાઓમાં ભાગ લીધો હતો. નિર્મલા સીતારમણે આ કાર્યક્રમમાં આર્થિક બાબતોના વિભાગ દ્વારા ગયા અઠવાડિયે જ રજૂ કરાયેલી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર સત્તામંડળ (IFSCA)ની ત્રણ મુખ્ય દરખાસ્તોને મંજૂરીની જાહેરાત કરી હતી.

પ્રથમ દરખાસ્ત IFSCA માટે હેડ ક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂપિયા 200 કરોડની હતી જેમાં રૂપિયા 100 કરોડ અનુદાન સહાય અને અન્ય રૂપિયા 100 કરોડ સરકાર પાસેથી લોન પેટે છે. બીજી દરખાસ્ત IFSCA માટે IT માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂપિયા 269.05 કરોડની છે જ્યારે ત્રીજી દરખાસ્ત રૂપિયા 45.75 કરોડના મૂલ્યની IFSCA ફિનટેક યોજનાની છે.

ભારતને વૈશ્વિક નાણાકીય ગેટવે બનાવવાનો સરકારનો પ્રયાસ
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટી ખાતે GIFT-IFSC દ્વારા ભારતને વૈશ્વિક નાણાકીય ગેટવે બનાવવાનો ભારત સરકારનો પ્રયાસ છે.શ્રીમતી સીતારમણે ગિફ્ટ સિટીની પણ મુલાકાત લીધી હતી અને તેમની સમક્ષ ત્યાંની કેટલીક અનન્ય સુવિધાઓની ઝલક રજૂ કરવામાં આવી હતી.

નાણાં મંત્રીએ સ્વયંચાલિત જળ એકત્રીકરણ પ્રણાલી (AWCS), ભૂગર્ભ ઉપયોગીતા ટનલ, બુલિયન વોલ્ટિંગ સુવિધા તેમજ ઇન્ડીયા INXની પણ મુલાકાત લીધી હતી. સીતારમણ સમક્ષ ઇન્ડિયા INX ખાતે NSE IFSC અને IFSCA દ્વારા GIFT IFSC ખાતે સૂચિત આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ સંબંધે પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું.

બુલિયન એક્સચેન્જ ટૂંક સમયમાં અમલમાં આવી શકે છે
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે બુલિયન એક્સચેન્જ ટૂંક સમયમાં અમલમાં આવી શકે છે, જેના માટે સેફ વૉલ્ટ સુવિધાઓ સહિત તમામ જરૂરી માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. GIFT IFSC ખાતે વધુ કંપનીઓ લિસ્ટેડ થઇ શકે, અહીં વધુ વ્યવહારો થઇ શકે, કંપનીઓ દ્વારા અહીંથી વધુ ભંડોળ ઉભું કરી શકાય અને GIFT IFSC પર બોન્ડ માર્કેટની પ્રવૃત્તિઓને કેવી રીતે સુધારી શકાય, સઘન બનાવી શકાય અને વ્યાપક બનાવી શકાય તે અંગે વિવિધ રીતો પર તેઓ ધ્યાન આપે.