તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Business
 • Finance Minister Announces After GST Council Meeting: Exemption On Import Of Black Fungus Drug Extended Till October 31

મહામારી વચ્ચે રાહત:GST કાઉન્સિલની બેઠક પછી નાણાં મંત્રીની જાહેરાત- બ્લેક ફંગસની દવાના ઈમ્પોર્ટ પર છૂટ 31 ઓક્ટોબર સુધી વધી

મુંબઈકક2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીની જીવલેણ એવી બીજી લહેર વચ્ચે શુક્રવારે GST કાઉન્સિલની 43મી બેઠક પૂર્ણ થઈ. જેમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણા મંત્રી અને સીનિયર અધિકારીઓએ ભાગ લીધો. કેન્દ્રીય નાણાં મત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ મીટિંગ લગભગ 7 મહિના પછી થઈ. છેલ્લી વખત કાઉન્સિલની બેઠક ગત વર્ષે ઓક્ટોબરમાં મળી હતી.

મીટિંગમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ કહ્યું કે અમે GST કાઉન્સિલની મીટિંગમાં ઘણી જ ડીટેઈલ્ડ ચર્ચા કરી. જેમાં કોવિડ રાહત આઈટમ્સના ઈમ્પોર્ટ પર છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. આ છૂટને 31 ઓગસ્ટ 2021 સુધી વધારવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બ્લેક ફંગસની મેડિસિન એન્ફોટોરેશિન (Atphotericin)Bના ઈમ્પોર્ટ પર છૂટ 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે.

કોવિડ સંબંધી ઈક્વિપમેન્ટ્સ પર ટેક્સની છૂટ
સીતારમણે કહ્યું કે કોવિડથી સંબંધિત ઈક્વિપમેન્ટ પર પણ ચર્ચા થઈ. નાણાં મંત્રીએ કહ્યું કે કોવિડથી જોડાયેલી રાહત આઈટમ્સ પર ટેક્સ છૂટછાટ અને તેની આયાત પર IGST છૂટને 31 ઓગસ્ટ 2021 સુધી વધારી દેવામાં આવી છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવી ખાસ વાતો....

 • નાના કરદાતાઓ એટલે કે જેનું ટર્નઓવર 2 કરોડ રૂપિયાથી ઓછું છે, તેના માટે એન્યુઅલ રિટર્ન ફાઈલિંગ ફાયનાન્સિયલ યર 2020-21 માટે વૈકલ્પિક બની રહેશે. જ્યારે જે વેપારીઓનું ટર્નઓવર 5 કરોડ કે તેનાથી વધુ છે, તેને ફાયનાન્સિયલ યર 2020-21 માટે રિકૉન્સિલેશન સ્ટેટમેન્ટ આપવું પડશે.
 • GST કમ્પનસેશન પર આ વખતે પણ ગત વર્ષ જેવી જ ફોર્મૂલ અપનાવવામાં આવશે. એવામાં શક્ય છે કે કેન્દ્ર સરકારને લગભગ 1.58 લાખ કરોડ રૂપિયા વધારાનું કર્જ લઈ શકે છે.
 • એન્યુઅલ રિટર્ન ફાઈલિંગને પણ સિમ્પલ બનાવવામાં આવી છે. જે અંતર્ગત CGST એક્ટમાં બદલાવ કરીને રીકન્સીલિએશન સ્ટેટમેન્ટને સેલ્ફ સર્ટિફિકેશનની મંજૂરી આપવામાં આવશે.
 • વેક્સિન બનાવનારી બે કંપનીઓને સરકારે એડવાન્સ પેમેન્ટ તરીકે 4,500 કરોડ રૂપિયા આપ્યા છે. સાથે જ જાપાન અને યુરોપની વેક્સિન બનાવનારી કંપનીઓ અને સપ્લાયર્સની સાથેપણ વાતચીત ચાલી રહી છે, જેનાથી આવનારા દિવસોમાં વેક્સિનની સપ્લાઈ વધવાની શક્યતા છે.
 • હવે ટેક્સપેયર્સ પેન્ડિંગ રિટર્ન ફાઈલ કરી શકે છે. ઓછી થયેલી લેટ ફીસની સાથે એમનેસ્ટી સ્કીમનો ફાયદો પણ ઉઠાવી શકે છે. સરકારે લેટ ફીસને લઈને એક નવી વ્યવસ્થા કરી છે. નાના ટેક્સપેયર્સ માટે અધિકતમ લેટ ફીસમાં ઘટાડો કર્્યો છે, જે આગામી ટેક્સ પીરિયડથી લાગુ થશે.એવામાં નાના ટેક્સપેયર્સને મોટી રાહત મળી શકે છે.
 • કાઉન્સિલે ઈનવર્ઝન ડ્યૂટીમાં કોઈ જ ફેરફાર નથી કરાયો. તેને યથાવત રાખવામાંઆવ્યા છે.
 • બેઠકમાં એક મંત્રીઓનું ગ્રુપ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જે 8 જૂન પહેલાં 10 દિવસની અંદર એક રિપોર્ટ આપશે જે રેટ નક્કી કરાયેલા છે તેમાં વધુ કાપ મુકવાની જરૂર છે કે નહીં તે નક્કી કરશે. તેમાં સ્થિતિ મુજબ હિસાબમાંથી કાપ મૂકવામાં આવશે.

ઓક્સિજન પર ટેક્સ ઘટાડવા તૈયાર ન થયા રાજ્ય
બેઠક પહેલાં એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે સરકાર મેડિકલ ગ્રેડ ઓક્સિજન, ઓક્સિજન કન્સ્ટ્રેટર મશીન, પલ્સ ઓક્સીમીટર અને કોવિડ ટેસ્ટિંગ કિટ પર ટેક્સ દર 12%થી ઘટાડીને 5% કરી શકે છે. પરંતુ ભાજપ શાસિત રાજ્યોના અનેક નાણામંત્રીઓએ તેના પર સહમતિ ન દાખવી. તો દિલ્હી સરકારના મંત્રી મનીષ સિસોદિયા, પંજાબ, બંગાળ, કેરળ સહિતના અનેક રાજ્યોએ મીટિંગ દર ઘટાડવાની ભલામણ કરી.