તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Final Bid For Sale Of Government Stake In Air India Today, In Competition As Tata Group And SpiceJet Bidders

હિસ્સેદારીનું વેચાણ:એર ઈન્ડિયામાં સરકારી હિસ્સાના વેચાણ માટે ફાઈનલ બિડ આજે, તાતા ગ્રુપ અને સ્પાઈસજેટ બિડર્સ તરીકે સ્પર્ધામાં

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • અગાઉ બિડર્સને આકર્ષવામાં નિષ્ફળતા મળતા આ વખતે એરલાઈનની 16 જેટલી મિલકતોની રિઝર્વ પ્રાઈઝમાં 10 ટકા ઘટાડો કરવામાં આવ્યો

કેન્દ્ર સરકાર એર ઈન્ડિયાનું વેચાણ કરવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપે તેવી શક્યતા છે. બિડ માટે 15 સપ્ટેમ્બર અંતિમ તારીખ છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બે ખરીદદારો દ્વારા બિડ કરવામાં આવી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે હવે હિસ્સાના વેચાણ માટે નક્કી કરાયેલી સમયસીમાને લંબાવશે નહીં.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે તાતા ગ્રુપ અને સ્પાઈસજેટના અજય સિંહ એરલાઈન માટે તેમનું બિડ કરે તેવી પ્રબળ સંભાવના છે.

બીજીબાજુ સરકારી અધિકારીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે તેમને બિડર મળે તેવી આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં સરકારે એરલાઈન્સમાંથી 76 ટકા હિસ્સો વેચવા માટે ઓફર રજૂ કરી હતી,પણ કોઈ જ બિડર નક્કી કરવામાં નહીં આવતા આ પ્રક્રિયા સફળ રહી ન હતી.

અલબત સરકારે આ વખતે એરલાઈન તથા તેની ઓછા ભાડાની પેટાકંપની એર ઈન્ડિયા એક્સપ્રેસમાં એર ઈન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસિસ પ્રાઈવેટ લિમિટેડ (ASISATS)ના 50 ટકા હિસ્સા સાથે તેના 100 ટકા હિસ્સાનું વેચાણ કરવાની યોજના તૈયાર કરી છે. મુંબઈ સ્થિત એર ઈન્ડિયાની બિલ્ડિંગ તથા દિલ્હીમાં આવેલી એરલાઈન્સ હાઉસ સહિત અન્ય અસ્કયામતોનો પણ આ ડીલમાં સમાવેશ થાય છે.

રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન પ્રધાન વિજય કુમાર સિંઘે જુલાઈ મહિનામાં સંસદમાં જણાવ્યું હતું કે અગાઉ બિડર્સને આકર્ષવામાં નિષ્ફળતા મળ્યા બાદ આ વખતે 16 જેટલી એરલાઈનની મિલકતોની રિઝર્વ પ્રાઈઝમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવશે.આ અગાઉ માર્ચ મહિનામાં તે સમયના નાગરિક ઉડ્ડન પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે એર ઈન્ડિયા રૂપિયા 60,000 કરોડનું દેવું ધરાવે છે અને તેનું સંપૂર્ણપણે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે.​​​​​​​કંપનીનું ખાનગીકરણ મે મહિનાના અંત ભાગમાં અથવા જૂન મહિનામાં થવાનું હતું, પણ કોરોના વાઈરસની મહામારીને લીધે આ અંગેની પ્રક્રિયામાં વિલંબ થયો હતો.

શું છે ટાટાનું એર ઈન્ડિયા સાથે જોડાણ
ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ એર ઈન્ડિયાની સ્થાપના કરી હતી. પણ તે સમયે તેનું નામ એર ઈન્ડિયા ન હતું. તે સમયે તેનું નામ ટાટા એરલાઈન્સ હતું. ટાટા એરલાઈનની શરૂઆત આમ ટો વર્ષ 1932માં થઈ હતી. જેઆરડી ટાટાએ વર્ષ 1919માં જ પ્રથમ વખત વિમાન શોખથી ઉડાવ્યું હતું, જ્યારે તેઓ ફક્ત 15 વર્ષના હતા.

ટાટા એરલાઈન્સ માટે વર્ષ 1933 પ્રથમ વ્યવસાયિક વર્ષ રહ્યું. ટાટા સન્સની બે લાખના ખર્ચથી સ્થાપના કરવામાં આવેલી કંપનીએ આ વર્ષ 155 પેસેન્જર્સ અને 11 ટન ટપાલ સાથે ઉડ્ડાન ભરી હતી. ટાટા એરલાઈન્સના વિમાને એક વર્ષમાં કુલ 160,000 માઈલ સુધી