અર્થતંત્રને જબરદસ્ત ટેકો:તહેવારોએ માગમાં વધારો કર્યો, રિટેલ વેચાણ 34 ટકા વધ્યું

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઇ| તહેવારોની સિઝનમાં મજબૂત માંગને કારણે સ્થાનિક અર્થતંત્રને જબરદસ્ત ટેકો મળ્યો છે. ગયા મહિને રિટેલ બિઝનેસ ઓક્ટોબર 2020ની સરખામણીમાં 34 ટકા અને પ્રી-કોવિડ લેવલ (ઓક્ટોબર 2019)ની સરખામણીમાં 14 ટકા વધ્યો હતો. ફૂડ અને ગ્રોસરી અને જ્વેલરીના વેચાણમાં સૌથી વધુ વધારો થયો છે.

રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (RAI)ના અહેવાલ અનુસાર, લગભગ દરેક સેક્ટરમાં રિટેલ વેચાણમાં કોવિડ પહેલાના સ્તરોથી ઓક્ટોબરમાં 6-31 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીએ આ બાબતોમાં 31 ટકા થી 59 ટકાનો વધારો થયો છે.

આરએઆઇ ના સીઇઓ કુમાર રાજગોપાલને જણાવ્યું હતું કે એક કરોડ કોવિડ રસી રજૂ કર્યા પછી રિટેલ ઉદ્યોગમાં વેચાણ વધવાની અપેક્ષા છે. નવેમ્બરમાં પણ રિટેલ વેચાણનો ટ્રેન્ડ સકારાત્મક રહેશે.

અન્ય સમાચારો પણ છે...